SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ] મિનિટું વિન્તિ મૃત્ય– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૭/૭ પ્રકૃતિની અંતર્ગત જ થઈ જાય છે, જે સંબંધે ઉપર વિવેચન કરવામાં આવેલું છે તે હવે તેને સારી રીતે સમજવામાં આવ્યું હશે. આ પર, અપરની વધુ સ્પષ્ટતા માટે ત્રિપુરારહસ્યમાં ગાયત્રી(વિદ્યા)દેવીએ જે વર્ણન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સર્વે ઋજિગની સભામાં કહેલું છે, તે અત્રે આપવું ઈષ્ટ લાગે છે. સર્વ દેવતા અને મહર્ષિઓના પ્રશ્નો સાંભળીને પોતે અપૌરુષેય હોવા છતાં આકાશમાંથી પૌરુષેય એવા ૩૨. વિદ્યાદેવી ઉત્તર આપે છે કે, હે દેવતા અને મહર્ષિઓ! સાંભળે. તમારા બધા પ્રશ્નોના જવાબ હું તમને ક્રમે ક્રમે કહું છું; જે સાંભળી તમે નિઃશંક થશે. મારું પર રૂપ પ્રથમ મારું પર રૂપ કહું છું. જેમાં આ અખિલ જગત દર્પણમાંના પ્રતિબિંબની જેમ ઉત્પન્ન થાય છે, રડે છે અને લયને પામે છે, એવું જે હંમેશાં સર્વને ભાયમાન થાય છે; જેઓને આત્મજ્ઞાન નથી તેવા અજ્ઞાનીઓ તને જગતના આકારમાં જુએ છે તથા આત્મજ્ઞાની યોગીઓને જે અત્યંત શાંત તથા ગંભીર સાગરની માફક તદ્દન નિશ્ચળ એવું ભાસે છે અને કેવળ નિર્વિકલ્પ સ્વરૂપે જ અનુભવમાં આવે છે; એકનિષ્ઠ બતો પ્રેમ વડે તથા કોઈ પણ પ્રકારની કામના નહિ રાખતાં જેનું નિત્યપ્રતિ સેવન કરે છે તેમ જ અનિર્વચનીય એવા અદ્દત પદનું જ્ઞાન થવા છતાં અત્યંત તત્પરતાથી ભગવાન તથા ભક્ત એ મિયા ભેદભાવ તેઓ જેની અંદર કરે છે; એવું મારું અનિર્વચનીય ૫ર કેવળ શાસ્ત્ર વડે તત્વાર્થથી જ સામાન્ય રીતે અનુભવી રાકાય છે. તે એટલે “તત ” પદ (ક્ષાંક ૧) એ જ મારી શ્રેષ્ઠ મૂર્તિ અર્થાત “પર” રૂપ છે. આત્મ૨૫ એવા મને જ બ્રહ્મવાદીઓ “બ્રહ્મ” કહે છે. મારું અપર રૂપ હવે મારું અપર રૂપ કહું છું, તે સાંભળે. સમગ્ર બ્રહ્માંડની પાર આવેલા અમૃત સમુદ્રમાં એટલે ચિંતન્યરૂપ મહાસાગરમાં રત્નોના દ્વીપરૂપ જે મહાકારણ, કારણ તનું આવરણ(વૃક્ષાંક ૩ થી ૧૨) છે, તેમાંના એક કદંબના ઉપવનમાં અર્થત મહત્તત્ત્વ અહંકારાદિ વૃક્ષના ઉપવનમાં ચિંતામણીએ એટલે છામાત્રથી સૃષ્ટિને સર્જનાર ઈશ્વર(વૃક્ષાંક ૨ એ) બનાવેલું સમષ્ટિ બ્રહ્માંડ નામે એક સુમનોહર મંદિર છે તેમાં ક, વિષ્ણુ, બ્રહ્મા(ક્રમે વૃક્ષાંક ૮, ૯, ૧૦) તથા ઈશ્વર(વૃક્ષાંક ૨) એ ચાર પગને તથા સદાશિવાત્મક લાંક ૩ ) “'રૂ૫ પૃષ્ઠભાગવાળો જે મંચ છે, તે ઉપર બિરાજેલી, તે કરતાં પણ પર અને આત્મરૂપ એવી અનાદિ ત્રિપુરાસુંદરીની અનિર્વચનીય મૂર્તિ છે. તે જ પ્રથમ ઈશ્વર(વૃક્ષાંક ૨)રૂપે થઈ પિતાની મિથ્યા માયાવક્ષાંક ૩ થી ૧૫ )ને ત્રણ ગુણ દ્વારા વિસ્તારે છે. તે આમ માયાના ત્રણ ગુણો થકી વિસ્તારેલું આ બધું મારું અપર રૂપ છે, તેવી જ રીતે હે દેવ અને ઋષિઓ! ઈશાન, સદાશિવ, બ્રહ્મદેવ, વિષ્ણુ, શંકર, બપતિ, પડાનન, ઇંદ્રાદિ દિપાલો, લક્ષ્મી વગેરે શકિતઓ, વસુઓ, સ્વાદિ ગણે, રાક્ષસ, દેવતાઓ, નાગ થલ, ગંધર્વો, કિંગુરુ ઇત્યાદિ જે જે કહીએ તે તે તમામ મારાં અપર રૂપે જ છે (વૃક્ષાંક ૩ થી ૧૫૪) એ મુજબ “હું” સર્વ હોવા છતાં મારી માયા વડે મેહિત થયેલા પુરુષો મને ઓળખતા નથી, પરંતુ અજાણપણે તો તેઓ નિરંતર મારી(વૃક્ષાંક ૧ની) જ સેવા કરે છે, તેઓને પોતાનું હિત કરી આપનાર કલ્યાણકારી મારાથી જુદું બીજું કઈ પૂજનીય તેમ ફલદાયી નથી. જે જેવી રીતે મારું સેવન કરે છે, તેને તે મુજબ મારી પાસેથી ફળ મળે છે (આગળને માટે દત્ત અને પરશુરામ પ્ર૦ ૨૦ જુઓ.) यतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय । . अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥६॥ એ પ્રકૃતિ વડે જ ભૂતમાત્રનું ધારણ થયેલું છે ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! મારા પર અને અપર સ્વરૂપનું જ્ઞાન તને હવે સારી રીતે થયું હશે જ. આ સમસ્ત ભૂતમાત્રની નિ એટલે ઉત્પત્તિનું કારણ આ બે પ્રકૃતિએ જ છે, એટલે આ સર્વ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy