SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહમ ] જ્યાં સુધી તારું શાસન છે (તારા અધિકારની વાત છે, ત્યાં સુધી જીવી શકીશું: [ ૩ય તે હું બ્રહ્મ છું' એવા ભાવને પણ વિલય અનાયાસે થઈ જાય છે અને તેની પૂર્ણતા થઈ એટલે ચોથી અવસ્થા કે જેને તુર્થી કહે છે તેની પ્રાપ્તિ થાય છે; અર્થાત સહજસમાધિમાં મેગીની સ્થિતિ થવી તે જ તુર્યના કહેવાય છે. આ રીતે જ્ઞાનની સાત મુખ્ય ભૂમિકામાં છે તે સંબંધે તને સંક્ષેપમાં કહ્યું છે. સમબુદ્ધિગ વડે એકદમ અંતિમ ભૂમિકા સાધી શકાય છે. હે પાર્થ! મેં તને આ ભૂમિકાના અભ્યાસનો ક્રમ સંક્ષેપમાં સમજાવ્યા. તેને ઉદ્દેશ એ છે, મેક્ષપ્રાપ્તિના મુખ્ય ત્રણ ઉપાય છેઃ (૧) હંમેશાં કેવળ એક આત્માનું જ શ્રવણ મનનાદિ અનુસંધાન રાખવું. અંતઃકરણમાં આત્મા વિના બીજા કોઇપણ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન જ થવા નહિ દેવો અને સર્વત્ર એક આત્માને જ જો અથવા પિતાસહિત અહં મમાદિ તમામ ભાવોનો વિલય કરી દેવો તે બુદ્ધિ, સાંખ્ય અથવા જ્ઞાનગ; (૨) પ્રાણે પાસના (હઠગ, સ્વાભાવિક પ્રાણચિંતન કે સબીજ ધારણ વડે પ્રાણુને લય) તથા (૩) કેવળ ભાવયુક્ત ધારણ વડે થતી વા સર્વત્ર પોતાના ઇષ્ટદેવતારૂપ ભાવનાવડે ભક્તિમાર્ગના અવલંબનથી કરવામાં આવતો મનનો નિગ્રહ. આ ત્રણે ઉપાય મનના નાશ દ્વારા જ મોક્ષના કારણરૂપ થાય છે. આ ત્રણે ઉપાયોમાં મનની શાંતિ એ જ મુખ્ય ધ્યેય છે. બુદ્ધિગને સમાવેશ વસ્તુતઃ મોપાસનામાં થાય છે. જ્યાં સુધી મનમાં કોઈપણ પ્રકારને સંકલ્પવિકલ્પ ઉત્પન્ન થવા પામે છે ત્યાંસુધીને માટે તે આત્યંતિક સુખદર્શક એવા મોક્ષની આશા રાખવી વ્યર્થ છે. વળી હઠયોગ વડે પ્રાણોપાસના કરે કિવા શાસ્ત્રમાં બતાવેલા માર્ગો દ્વારા મનનો નિગ્રહ કરવારૂપ રાજગ વડે મનપાસના કરો, તેમાં ક્રમે ક્રમે આ સાત જ્ઞાન ભૂમિકાઓનો સમાવેશ થઈ જાય છે, તેમાં પણ મેં બતાવેલા સમતારૂપ બુદ્ધિ વા જ્ઞાનયોગના આશ્રય વડે તો તત્કાળ અંતિમ ભૂમિકામાં જ સ્થિતિ થાય છે, જો કે આનો સમાવેશ પણ મનોપાસના૩૫ રાજયોગની ઉપાસનામાં જ થાય છે. છતાં મનોપાસનાની અંતર્ગત આવેલી અન્ય ઉપાસનાઓમાં આ બુદ્ધિની સમતારૂપ યોગ અતિ શ્રેષ્ઠ છે. વળી તેનું અવલંબન કરનારા સાધકનું જો અધવચમાં જ મૃત્યુ થાય તે પણ ઇહ અને પરલોકમાં કલ્યાણ જ થાય છે, જે તને ઉપર કહેલું જ છે. તાત્પર્ય કે, જે ઘણા પ્રયત્ન સાધ્ય ન થઈ શકે અને છેવટે જેની પ્રાપ્તિ સિવાય બીજો એક પણ ભાગ જ નથી, જેને માટે રાતદિન સર્વા પ્રયત્નો કરે છે એવા પરમપદની પ્રાપ્તિ સહેજમાં શી રીતે થઈ શકે, તેની આ ચાવીરૂપ યુક્તિઓ મેં તને બતાવેલી છે તે ધ્યાનમાં લઈ ખોટી શંકાઓ કરવાનું છોડી દે અને તે માર્ગનું તું અવલંબન કર, અભ્યાસની પૂર્ણતા થયા સિવાય જો વચ્ચે જ કેઈનું મૃત્યુ થાય તે તેની ગતિ શી થાય છે? એવો પ્રશ્ન કરીને આડક્તરી રીતે અર્જુનની જાણવાની ઇરછા હતી કે, ભગવાને કહેલા આ યોગને પોતે આશ્રય કરે, પરંતુ તેની પૂર્ણતા થયા પહેલાં જ જે યુદ્ધમાં મૃત્યુ થાય તે મારી શી ગતિ થશે? તેના ઉત્તરમાં ભગવાને તેને આ લોકમાં સદાચારી અને નીતિસંપન્ન એવા શ્રીમાન શેઠ શાહુકાર વાં રાજામહારાજાઓને ત્યાં અથવા તો કોઈ આત્મજ્ઞાની ગીના કુળમાં જન્મ થાય છે અને સાથે સાથે તેનો પૂર્વાભ્યાસ ક્રમે ક્રમે વધતે જછી અંતે તેની પૂર્ણતા થતાં સુધી પોતાની ઈચ્છા હો યા ન હો પણ આ અભ્યાસમાર્ગમાં આગળ વધતું રહે છે એમ કહ્યું છે. તાત્પર્ય કે, જે તારું મૃત્યુ વચ્ચે જ થાય છે તને ઉચ્ચ એવા શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થશે. સિવાય તે પૂર્વજન્મનો યોગભ્રષ્ટ છે તેથી જ આવા પવિત્ર કુળમાં ઉત્પન્ન થયો છે તથા તારી ઇરછા નહિ હોવા છતાં પરાણે આ આત્મજ્ઞાનરૂપી અમૃત હું તને પાઈ રહ્યો છું, એમ કહે છે. पूर्वाभ्यासेन तेनैव हियते शवोऽपि सः। जिज्ञासुरपि योगस्य शुद्धब्रह्मातिवर्तते ॥ ४ ॥ ગને જિજ્ઞાસુ પણ શબ્દઘાહાથી અતીત થાય ભગવાન આગળ કહે છેઃ એ અપૂર્ણ યોગી પૂર્વના અભ્યાસ વડે અવશ થઈને એટલે પિતાની ઇચ્છા નહિ હોવા છતાં પરાણે જ આગળની ભૂમિકાઓમાં ઉત્તરોત્તર ખેંચાઈ જાય છે. અરે! વધુ શું કહું? જેને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy