SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] હે યમ! આ છે તથા નૃત્યગીતે પણ ક્ષણિક છે. સિવાય ! [ ૩૮૯ કરનારા આ નિશ્ચયથી તે કદી પણ દુર્ગતિને પામતો નથી. હે અર્જુન! તારી માફક રામાવતારમાં મને પણ શંકા થયેલી હતી, તે વખતે શ્રીવસિષ્ઠ મહર્ષિને પ્રશ્ન કરતાં તેમણે આપેલે ઉત્તર બેધની પુષ્ટિને અર્થે તને કહું છું. પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા અગાઉ મૃત્યુ થાય છે પ્રશ્ન: અસત કુળમાં ઉત્પન્ન થયેલ અને પ્રવૃત્તિમાં જ રચ્યાપઓ રહેનાર તથા સાધુ પુચ્છના સંગને નહિ પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસારસાગરને શી રીતે તરી જાય ? હે મહારાજ ! યોગની સાત ભૂમિકાઓ પછી પહેલી, બીજી, ત્રીજી કે તે કરતાં ઉપરની અન્ય કોઈ ભૂમિકામાં ગયેલ હોય, પરંતુ પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા પહેલાં દેવયોગથી તે મૃત્યુને પામે, તે તેવા યોગભ્રષ્ટની ગતિ કેવી થાય? અપૂર્ણાવસ્થામાં મરનાર પાછો ચગી થાય છે શ્રીવસિષ્ઠજીએ કહ્યું રાગદ્વેષાદિ દેશમાં રચ્યાપચ્યા રહેનારા મૂખ પુને ત્યાં સુધી જન્મમરણાદિરૂપ સંસાર કાયમ જ રહે છે કે, જ્યાં સુધી સેંકડે જન્મ વડે કાઈ કાકતાલીય વેગથી અથવા તે પુરુષોની સંગતિથી વૈરાગ્યને ઉદય થતો નથી. વૈરાગ્યને ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા આદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી જે વડે સંસારને નાશ થઈ જાય એવા સતશાસ્ત્રોના અર્થોનું રહસય તે જાણે છે. આમ સાત પૈકી કોઈ પણ ગભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય છે, તેને પૂર્વનું પાપ પોતે જે ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે અને તેનું એ પાપ ક્ષીણ થયા પછી દેવતાઓના વિમાનમાં, કપાળોના પુરમાં, મેરુ પર્વતાદિના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારી એવી દેવાંગનાઓ સાથે ક્રીડા કરનાર તે દેવતા કિંવા ગંધર્વ થાય છે. ત્યાર પછી અનેક ભોગો ભેગવવાથી પિતાને પૂર્વે કરેલ પુણ્યસમૂહ તથા દુઃખને આપનારું એવું કઈ પૂર્વનું પાપ એ બંને આપોઆપ જ્યારે ક્ષીણ થઈ જાય છે, ત્યારે આ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા સમૃદ્ધિવાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરે ભરપૂર છે તેવા શ્રીમાન કે સજજનને ત્યાં કિંવા આત્મસ્વરૂપ બનેલા ગી ગૃહસ્થને ત્યાં જન્મ લે છે. ત્યાં જન્મ લઈ પૂર્વવાસનાને લીધે તે ફરી પાછો બાકી રહેલા યોગનો અભ્યાસ કરવા માંડે છે. આ યોગીને અભ્યાસ કરાવનારી પ્રથમની વાસનાઓ પૂર્વજન્મના સંસ્કાર કિંવા માનસિક સંસ્કાર વડે કાકતાલીય | ન્યાય પ્રમાણે સ્મરણમાં આવી આગળના યુગભૂમિકાના અભ્યાસક્રમે તે ક્રમે ક્રમે ઉપલી ભૂમિકાઓમાં ચડે છે. આ રીતે આર્યતા (અધ્યાય ૨, શ્લો૦ ૨, પાન ૧૩૧ જુઓ) એટલે સદ્ધર્મના આચરણમાં મૃત્યુ પામેલ યોગી પોતાનાં સત્કર્મો વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગાદિ ભેગોને ઘણા કાળ સુધી ભોગવીને વળી પાછો પોગી જ થાય છે અર્થાત તેને વિનાશ કદી પણ સંભવતો નથી (યો. નિ. પૂસ. ૧૨૬); માટે હે અર્જુન ! ખાતરીથી સમજ કે, આવા પુરુષનો આ લોકમાં અને પરલોકમાં કદી પણ વિનાશ થતો નથી. અરે! કલ્યાણ કરનારા માર્ગને અનુસરનારો કદી દુર્ગતિને પામેલ હોવાનું સાંભળ્યું છે ખરું કે? યોગથી ચલાયમાન થયેલ એવો તે પવિત્ર યોગી યોગની પૂર્ણતા પૂર્વે જ જો મૃત્યુને પામે છે, તે પુણ્ય કરનારા લોકોને જે લોક મળે છે. તેવા સ્વર્ગાદિ લોકોને પામીને ત્યાં ઘણો કાળ રહી ઉપભોગ ભોગવી પછી આ ગભ્રષ્ટ પુરુષ, શચિ એટલે આચારવિચારસંપન્ન અને પવિત્ર એવા શ્રીમંતને ત્યાં જન્મે છે અથવા તો બુદ્ધિમાન એવા આત્મપરાયણ યેગીને ત્યાં જન્મે છે. આવો જન્મ તે આ લોકમાં પણ અતિ દુર્લભ હોય છે. આ પ્રમાણે પ્રાપ્ત થયેલા જન્મમાં તેને પૂર્વજન્મના બુદ્ધિમાં રહેલા સંસ્કારને ઉદય થતો રહે છે અને હું કુરુનંદન ! ત્યાં તે ભૂયઃ એટલે તે કરતાં પણ ઉચ્ચ એવી આગળની સિદ્ધિની પ્રાપ્તિને માટે અધિક અધિક જોરદાર) પ્રયત્ન કરે છે. प्राप्य पुण्यकृता ५ लोकानुषित्वा शाश्वतीः समाः । शुचीनां भीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥४॥ • સંસારનો અર્થ: જીવાત્મા વાસનાવશાત અનેક શરીર ધારણ કરતા રહે છે, આમ મોક્ષ થતાં સુધી તેની ચાલતી કિયા તે બધું મળને સંસાર કહેવાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy