SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ - ' ' ગીતાહન ] જે ઇન્દ્રિોના સર્વ બળીને નાશ કરે છે, [ ૩૮૫ અને – योज्यं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन । एतस्याहं न पश्यामि अञ्चलत्वात्स्थिति स्थिराम् ॥३३॥ જાણે જિ જન ગા િકલાકના સઘાડકું મિણે જે રિત દુબઇ શકા ચંચળ મનને નિધિ કર શું શક્ય છે? ભગવાને અત્યાર સુધી કહેલું વિવેચન સાંભળી અર્જુને કહ્યું: હે મધુસૂદન! આપના કહેવાનો ભાવાર્થ મારા સમજવામાં આવ્યો કે, કોઈ પણ મનુષ્ય ગમે તે અવસ્થા, વર્ણ, જ્ઞાતિ, જાતિ કિવા આશ્રમમાં હેય, સ્ત્રી કે પુરુષ હેય, છતાં તે પિતાની વર્તમાન સ્થિતિમાં જ કોઈ પણ પ્રકારનો ત્યાગ અથવા ગ્રહણ કરવાની ભાવના છોડી દઈ બુદ્ધિને જે એક આત્મામાં જ નિશ્ચળ રાખે તો બસ છે; વળી તમે મને આ કર્મ કરવાને માટે કેમ આગ્રહ કરી રહ્યા છે, તે પણ મારા સમજવામાં આવ્યું; પરંતુ ભગવાન ! મને એક મોટી શંકા છે કે આપે કહેલ એક આત્મામાં જ બુદ્ધિને સ્થિર કરવારૂપ અને કેવળ બુદ્ધિની સમતા વડે જ પ્રાપ્ત થનારો આ ગ. મનના ચંચળપણાને લીધે કાયમને માટે ટકે એ કાંઈ સંભવિત લાગતું નથી; કારણ હું માનું છું કે, અતિશય ચંચળ, સર્વને વિહવળ કરનારા, અત્યંત બળવાન અને દઢ એટલે જડમૂળ ઘાલીને સ્થિરે થઈ બેઠેલા આ મનને વારવું અર્થાત તેને નિરોધ કરવો એ. તે વાયુની જેમ અતિ દુષ્કર છે; એટલે કે જેમ વાયુને એક જગ્યાએ રોકવામાં આવે તો તે બીજી જગ્યાએથી કુટી નીકળે છે અથવા તો દેહમાંના વાયને રોકવામાં આવે તો તેથી જીવ આકુળવ્યાકુળ બની જાય છે, તેમ આ મનરૂપી વાયુને તે આત્મરૂપ છે એવો વિયક્ત વિચાર કરીને જ્યાં રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યાં તેની ચંચળતા અને દઢતા એટલી બધી પ્રબળ હોય છે કે, એટલા સમયમાં તે તે બીજી બાજુએથી નીકળી જઈ વિષયોમાં ચેતરફ પ્રસરી જવા પામે છે. આટલું બધું ચંચળપણું જેમાં છે એવા આ અતિ બળવત્તર મનને માટે આપ કહો છો કે, અંતઃકરણમાં સંક૯૫ ઊઠતાંની સાથે જ તે સર્વ આત્મરૂ૫ છે એવા પ્રકારની દઢ ભાવના વડે તેને વશ કરો, એટલું જ નહિ, પરંતુ વાણી, મન, બુદ્ધિ, જ્ઞાનેંદ્રિય અને કમેં કિયે તથા તેના વિષયે એ દરેકને તે આત્મરૂપ છે એવી સમભાવના, એગ વડે એક જ માર્ગમાં સ્થિર કરો, તો તેમ થવું એ તો મને લગભગ અશક્ય જ લાગે છે; વળી ભૂલેચૂકે કદાચ એકાદ ક્ષણને માટે તે સ્થિર થયું છે એમ લાગે છે, પણ એટલામાં તે વળી પાછું તે આકળવ્યાકળ બનીને જેમ ચામડ કિંવા રબરની કોથળીમાં વેગથી ભરેલી હવા કુલી જવાથી કોથળીને કાપીને તેમાંથી જેમ બહાર નીકળી જાય છે, તેમ આ મન પણ બાહ્ય વિષયોમાં ચોતરફ ફેલાઈ જવા પામે છે. તેવા ચંચળ મનને એક જ જગાએ રેકી રાખવારૂપ નિગ્રહ એટલે નિરોધ કરવાનું જે આપ બતાવી રહ્યા છે કે કેવી રીતે શક્ય બને? श्रीभगवानुवाच मस शयं महाबाहो मनो दुनिग्रहं बलम् । अभ्यासेन तु कौन्तेय वैराग्येण च पयते ॥३५॥ .
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy