SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ] છે જામા ડુમા મો– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૧૫ મારી પ્રાણચિંતનની ઉપાસના કરવાની વિધિ ભશંડજી કહે છે: હે વસિષ્ઠ મુનિ ! ઉપર કહ્યું તે ક્રમે પ્રાણચિંતન કરીને તેના પ્રભાવથી મેં આપોઆપ નિર્મળ આત્મામાં ચિત્તની વિશ્રાંતિ મેળવી છે. એ વિશ્રાંતિને આશ્રય લઈને હું રહ્યો છું, તેથી મેરુ પર્વતનું ચલન થાય તે પણ “હું” ક્ષણ માત્ર કદી ચલાયમાન થતો નથી. જતાં, ઊઠતાં, જાગતાં અને સૂતાં પણ મારી આ આત્મામાં ચિત્તની વિશ્રાંતિરૂપ સમાધિ કદી પણ ચલિત થતી નથી. ચંચળ અને ઈષ્ટ અનિષ્ટરૂપ જગતની સ્થિતિઓ ગમે તેવી પ્રાપ્ત થાય છતાં પણ હું વિક્ષેપરહિત, અંતર્મુખ અને સ્વતંત્રપણે પિતાથી પિતામાં જ રહું છું. કઈ કઈ સમયે જગતમાંના તમામ વાયુ રોકાઈ જતા કિવા ગંગા આદિ મહાનદીઓના પ્રવાહો અટકી જતાં, આ મારી સહજસમાધિનો ભંગ કદી થયો હોય તેવું મને સ્મરણ નથી. હે મહાતપસ્વી! ઉસ તથા નિ:શ્વાસની ગતિને અનુસરવાથી અને પરમાત્માના અવલોકનથી એટલે આ ઉસ, નિઃશ્વાસ તથા તે બંનેનું અધિષ્ઠાન કુંભક એ સર્વ પરમાત્મ સ્વરૂપ જ છે, એવા પ્રકારનો મારો સ્વભાવસિહ, અભ્યાસ બની ગયેલ હોવાથી, હું શોકથી રહિત મવા આત્મપદને પામેલો છું. હું અમર કેવી રીતે થયે? મહાપ્રલયથી માંડીને પ્રાણીઓની જે જે ઊથલપાથલો થયા જ કરે છે, તેને ધીરજથી જોયા કરતે હું આજ દિવસ સુધી જીવું છું. હું કદી ભૂત ભવિષ્યનું ચિંતન કરતો નથી, અને વર્તમાનમાં સર્વાને સાક્ષી હાઈ અનિર્વચનીય એવો આત્મા છું એવું અનિશ અખંડ ચિંતન કર્યા કરું છું અને પ્રસંગવશાત આવી પડેલાં કાર્યો કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા નહિ રાખતાં નિરભિમાનપણાને લીધે કેવળ સુષુપ્ત જેવી બુદ્ધિથી કરું છું. ઉદય અરોથી ભરેલી તથા અનેક કર્તવ્ય અને અકર્તાવ્યવાળી આ સંસારની ચિતાને ત્યાજ્ય ગણીને ' હું નિત્ય આત્મામાં જ તદાકાર રહું છું અને કઈ પણ પ્રકારના વિધિ વગર લાંબા કાળ પર્યત જીવ્યા કરું છું. “ આજે મને આ મળ્યું અને હવે પછી હું અમુક મેળવીરા; આ વસ્તુ ઉતમ છે, આ અધમ છે, એવા પ્રકારની ચિંતા મને કદી પણ થતી જ નથી. આ પિતાનું છે તથા આ પરાયું છે અથવા આ સારું છે કિંવા આ નઠારું છે એવા પ્રકારે કોઈને કદી હું વખાણતા પણ નથી અને નિંદતે પણ નથી; તેથી હું અમર થયે છું. મારું મન સર્વદા સમતામાં જ રહેનારું હે થી સુખ પ્રાપ્ત થવાથી કદી રાજી થતું નથી અને દુઃખ પ્રાપ્ત થવાથી કદી ખેદને પણ પામતું નથી; આથી હું લાંબા જીવનને પામ્યો છુ સર્વદા સઘળી રીતે પરમ ત્યાગનું અવલંબન કરીને મેં જીવનના આગ્રહ વગેરેને પણ છોડી દીધેલ હોવાથી હું ચિરંજીવી થયો છું. મારું મન ચપળતાથી રહિત છે, શેક વગરનું રડે છે, સ્વસ્થ છે, સમાધિવાળું અને શાંત છે; તેથી હું વિનરહિત થઈને જવું છે. હું સર્વ સ્થળમાં કાષ્ટને, સ્ત્રીને, પર્વતને, ખડને, અમિન, હિમન અને આકાશને બ્રહ્મરૂ૫ જ દેખું છું; તેથી વિનરહિત થઈને જીવું છુ. આજ મને શું મળ્યું અને પાછું કાલે શું મળશે એવી રીતને ચિતારૂપી જવર મને બિલકુલ નથી; તેથી હું વિતરહિત થઈને જીવું છું હે મુનિ ! આ બંધુ, આ મિત્ર, આ શત્ર, આ મારો છે. આ પારકે છે હત્યદિ કાઈ પણ હું જાતે જ નથી; તેમ હું શરીર છું એવું કદી સ્વને પણ ભાન થતું નહિ હે.વાથી મને રેગાદિ જેવું કાંઈ છે જ નહિ. હંમેશા આત્માની દઢ ભાવના હેવાથી જ હું લાંબો સમય થયો જીવું છું. હું વિનરહિત શી રીતે જીવું છું? ચિતન્ય કે જે સર્વરૂપ છે, સર્વ પદાર્થોના અધિષ્ઠાન૩૫ છે, આ અતથી રહિત છે અને જેમાં દુઃખનું નામ - નિશાન પણ નથી, તે હું છું એમ જાણું છું; તેથી હું નિવિદને જીવું છું. હું આડાર કે વિહાર કરતાં, બેસવાં, ઊઠતાં શ્વાસ લેતાં કે સૂતા પણ બહુ દેહ છું' એમ કદી જાણ નથી; તેવી ચિરંજીવી છું. અષાની પઠે રલે હું આ સંસાર સંબંધી તમામ કાર્યો જા શે હોય જ નહિ! એવું જાણું છું; તેથી વિખરહિત થઈને રહું છું. પિતપોતાના સમય પ્રમાણે પ્રાપ્ત થયેલા અર્થ અને અનર્થોને શરીરમાં રહેલા બને હાથની જેમ સમાન જ ગણું છું, એટલે આ ડાબો હાથ ગુદાદ્વારાદિ મેલને સાફ કરે છે તથા જમણે ભજનના
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy