SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] જ ગીત શાહો સાવરિષ્ઠો ઠ. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૬/૧૪ પ્રાપ્ત થઈ શકે છે. તીવ્ર વૈરાગ્યાદિ વડે એ મુમુક્ષતા ક્રમે ક્રમે તીવ્ર થતી જાય છે. વિષય ઉપરની પ્રીતિ નષ્ટ કરનારે વરાગ્ય તે વિષયો પર દેવદષ્ટિ વડે જ ઉત્પન્ન થાય છે અને એવા વૈરાગ્ય વડે જ પુરુષને અત્યંત તત્પર કરનારી તીવ્ર મુમુક્ષના ઉપન થાય છે. હે પરશુરામ! એવી તીવ્ર મુમુક્ષતાની પ્રવૃત્તિ વડે જ આત્મજ્ઞાનરૂપ ઘણું અદભુત ફળ મળી પુરુ કૃતકૃત્યતા પ્રાપ્ત કરી શકે છે. પુન: સંશયો આ સાંભળીને પરશુરામનું મન ફરીથી સંશયમાં પડયું. તેથી તેણે પ્રશ્ન પૂછ્યોઃ “ભગવન ! સત્સંગ એ મોક્ષનું મુખ્ય સાધન છે, એમ આપે પહેલાં કહ્યું અને હવે વળી ઈશ્વરનો અનુગ્રહ જેટ એ એમ કહે છે, સિવાય દેશદષ્ટિ કરવાનું ૫ગુ કહો છો, તે પછી એ ત્રણે કારમાંથી મુખ્ય ક૬? અને તે પ્રાપ્ત કેવી રીતે થાય છે પોતાની મેળે તે કાંઈ પણ થવાનું નથી, એ વાત નિશ્ચિત છે; તેથી તે સવિતર કહે.' મેક્ષનું મુખ્ય સાધન દયાળ શ્રી ગુરુ દત્તાત્રેય બોલ્યા: પરશુરામ ! મોક્ષનું મુખ્ય સાધન કહું છું, તે તું શ્રવણ કરુ. જે પરમ ચિત દેતા પિનાના સામર્થ્ય વડે પોતાના સ્વરૂપમાં જગતરૂ૫ ચિત્ર ભાયમાન કરે છે એ જ ચતન્યરૂપ એવા પરા પ્રથમ હિરણ્યગર્ભ નામક દેહ ધારણ કરીને અનાદિ અવિદ્યાથી મલન થયેલા છના ક યાણને માટે સર્વ મનોરથની પૂર્ણતા કરનારો વેદરૂપ જ્ઞાનનો મહાસાગર સૌથી આરંભમાં પ્રગટ કર્યો છે. છાને સ્વભાવઃ જ અનેક પ્રકારની વિચિત્ર છાઓ એટલે વાસનાઓ હોય છે. તેમનું હિત શા ઉપરથી થશે, એ વિચાર કરીને તેણે જુદાં જુદાં ફળ આપનારાં કાયમેં નિર્માણ કરેલાં છે. એ પ્રમાણે દરેક જીવ સારાં અથવા નઠારાં કાંઈને કાંઈ પણ કર્મો સ્વભાવથી જ કર્યા કરે છે, તે પછી કેટલાંક કર્મોના ફળ જ્યારે આગળ ઉપર પાકે છે ત્યારે અનેક યોનિઓમાં કરતાં કરતાં તેને મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. પછી વાસનાને વશ થઈને તે કામકર્મો કરવા તરફ જ દેરાય છે. બાદ તે કામના પૂર્ણ રીતે સફળ થવાની ઇચ્છાએ તે ઈશ્વર બાબતનાં શાસ્ત્રોનું અવલોકન કરે છે અને કામકર્મોનાં ફળો સાંભળીને તેવા કર્મો કરવા તરફ તે પ્રવૃત્ત થાય છે. તેમાં જ્યારે કવચિત એકાદ સમદોષને લીધે તે ફળપ્રાપ્તિને ખૂબે છે ત્યારે તેને સખત આઘાત થાય છે. એ આઘાત થયા પછી શું કરવું એ સમજવાને માટે તે કોઈ પણ પુરુષનો સમાગમ કરે છે. તે વખતે સમયાનુસાર પરમેશ્વરનું માહાતમ્ય સાંભળ્યાથી પૂર્વ પુર્ય ઉદય પામી તેને પરમેશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થાય છે અને ત્યાર બાદ મોક્ષ મેળવવા તરફ તેની પ્રવૃત્તિ થાય છે. સારાંશ કે પૂર્વ પુણ્યના બળ વડે સત્સંગતિ પ્રાપ્ત કરી લેવાથી પુરુષ મોક્ષમાર્ગની આ ત દુર્લભ એની સપાન પંક્તિ સંપાદન કરે છે; તેથી મેક્ષપ્રાપ્તિને માટે સંગ એ જ મુખ્ય છે, એમ સિદ્ધ થયું. કવયિત ઉત્કૃષ્ટ પુણ્યબળ વડે અથવા ઉત્કૃષ્ટ તપશ્ચર્યા થવાથી પણ અકસ્માત આકાશમાંથી ફળ પડે તેમ એકાએક સુવિચાર ઉત્પન્ન થઈ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી જોવામાં આવે છે. જ્ઞાનીઓની જુદી જુદી રિથતિના કારણે હે પરશુરામ! એવાં જુદાં જુદાં અનેક કારણે ને લીધે થનાર જ્ઞાનપ્રાપ્તિ જુદી જુદી હેય છે. તે જ પ્રમાણે ઓછીવત્તી બુદ્ધિ, જૂતાધિક વાસના અને થોડું ઘણું સાધન ઈ-વદિ વડે ૫ જ્ઞાનીની સ્થિતિ જુદી જુદી થાય છે. જેમની બુદ્ધિ ઉપર વાસનાઓનાં પડળ સ્વભાવથી જ આછાં હોય છે, તેમને થોડાં સાધન વડે જ સંપૂર્ણતઃ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમાં સ્વભાવથી જ આવી શુદ્ધ વાસના (ભાવના) હેતી નથી, તે પૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત થવા સારુ ઘણા વખત સુધી સાધન કરવું પડે છે અને જેમનું મન સ્વભાવથી જ અશુદ્ધ વાસનાઓથી તદ્દન ભરપૂર હોય છે, તેમને જ્ઞાત થવા છતાં પણ તે ઢંકાઈ ગયા પ્રમાણે જ થાય છે, છતાં તે છે પણ જે સાધન ચાલુ રાખે તો વખા જતાં તેમનું તે જ્ઞાન પરિપકવ થાય છે. આ પ્રકાર હોવાથી જ્ઞાનોની સ્થિતિ જુદી જુદી હોવાનું વ્યવહારમાં જોવામાં આવે છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy