SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪] જીતાયામનુરિઝરચાÉ– [સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧૨ મને પાસના કિવા પ્રાણોપાસના એ બંનેને ગમાર્ગ જ કહે છે, પરંતુ વ્યવહારમાં પ્રાણ પાસના માટે યોગમાર્ગ એ શબ્દ તથા મનપાસના માટે રાજયોગ વા રાજમાર્ગ એ શબ્દ વધુ પ્રચલિત છે. એગમાર્ગ(પ્રાણપાસના)ને જ શાસ્ત્રકારો કર્મયોગ કહે છે. કેમ કે કર્મ થવાં એ પ્રાણનું કાર્ય છે. શરીરની હલનચલનાદિ તમામ ક્રિયાઓ પ્રાણવાયુના આધારે જ થાય છે. આથી પ્રાણવાયુનો વિલય કરવાની ક્રિયા કરવી એને જ મુખ્યત્વે કમર એવી શાસ્ત્રમાં સંજ્ઞા છે. અત્યાર સુધી (અધ્યાય ૨ થી ૫)માં જ્ઞાન અને કર્મયોગ એવી સંજ્ઞાથી જે બે ભેદે અમે નિઃશેષ અને સર્વાત્મભાવના અભ્યાસની યુકિતરૂપે કહેવામાં આવેલા છે; તે મનોપાસનાની અંતર્ગત આવેલા સાંખ્ય વા જ્ઞાન માર્ગની દષ્ટિએ છે, તે ધ્યાનમાં રાખવું. આ પ્રાણે પાસનાની અંદર સ્થાન, આસન, મુદ્રા, દેશ, કાળ અને ક્રિયા વગેરેની ઘણી જ આવશ્યક્તા હોય છે. હવે હું તને પ્રથમ સાધકે કરવાના અભ્યાસની પદ્ધતિ સંક્ષેપમાં કહું છું સાધકે કરવાની અભ્યાસની રીતિ સાધકે બને ત્યાં સુધી રાત્રીના છેલ્લા પહેરે એટલે બ્રાહ્મમુહર્તમાં ઊઠી પરમાત્માનું ધ્યાન કરવું. જમણા પગને ડાબા સાથળ ઉપર ને ડાબા પગને જમણુ સાથળ ઉપર ચત્તા રાખી વીરાસન નામના આસન ઉપર અથવા પદ્માસન, સિદ્ધાસન, સહજાસન ઈ.યાદિ પોતાને અનુકુળ હોય એવું ગમે તે આસન લગાવી, હડપચીને છાતી સાથે અડાડી, નેત્રો બંધ કરી ચિત્તને સત્ત્વગુણમાં સ્થિત રાખી (જોડી) શરીરને તદ્દન સ્થિર કરી અત્યંત નિશ્ચલ થઈને બેસવું. આ રીત કિંવા પિતાને જે આસન અને મુદ્રાને અભ્યાસ હોય તે પ્રમાણે બેસવું, બાદ મન સહિત દરેક સૂકમ અને ભૂલ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પરાવૃત્ત કરી કેવળ એક આત્મામાં જોડવી (આત્માકાર કરવી). આસન અતિ ઊંચું પણ નહિ ને અતિ નીયું પણ નહિ, એવું હોવું જોઈએ. સૌથી પ્રથમ દર્ભાસન, તે ઉપર મૃગચર્મ, તે ઉપર કબલનું આસન અને સૌથી ઉપર ધૌત વસ્ત્ર (સુતરનું) બિછાવવું. આ પ્રકારના આસન ઉપર બેસી સાધકે બે કે ત્રણ પ્રાણાયામ કરવા. તે સમયે હદયમાં દીપકની જેમ રહેલા પરમાત્માનું ધ્યાન કરવું. એ મુજબ સાધકે અંતઃકરણને તદ્દન શુદ્ધ કરી કેવળ એક પરમાત્મામાં જ ધારણા કરી કંટાળ્યા સિવાય ત૮૫ થતાં સુધી દઢ નિશ્ચયથી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો. પ્રાણાયામમાં પડતા છ પ્રકારે અભ્યાસને લીધે પડતા છ ભેદો વડે પ્રાણાયામ છ પ્રકારના કહ્યા છે. (૧) સંઘમ, (૨) વિદ્યુમ, (૩) સગર્ભ, (૪) અગર્ભ, (૫) લક્ષ્ય અને (૬) અલક્ષ્ય; આ તેમાં પડતા મુખ્ય ભેદે છે. (૧) અભ્યાસની શરૂઆત કરવામાં આવે તે વખતે જે પ્રાણાયામમાં શ્વાસ એકદમ ભરાઈ જાય છે તેવા અત્યંત ટૂંકા પ્રાણાયામને સામ કહેવામાં આવે છે; (૨) આમ ધીરે ધીરે અભ્યાસ થવાથી શ્વાસને વધારે વાર રોકી શકાય અને ચિત્તની ચંચળતામાં પણ કંઈક અંશે સ્થિરતા થવા પામે તે વિદ્યમ પ્રાણાયામ કહેવાય; આ બંને પ્રાણાયામ કનિષ્ઠ કોટીના ગણાય છે. કેમકે તેમાં ચિત્તની વ્યાકુળતા હોય છે. ત્યારબાદ અતિશય અભ્યાસ વડે ચિત્ત સ્થિર થતાં જે પ્રાણાયામ સિદ્ધ થાય છે, તે મધ્યમ પ્રાણાયામ કહેવાય છે, તેમાં (૧) સગર્ભ અને (૨) અગર્ભ, એવા બે પ્રકારો છે. જેમાં ૩છે યા ઈષ્ટ દેવતાનો મંત્ર જાપ સાથે ચાલુ હોય છે તે સગર્ભા અને મંત્ર જાપ વગરનો પ્રાણાયામ અગર્ભ છે. આ પમ પ્રાણાયામની સિદ્ધતા થયા પછી અતિશય અને દઢ યત્નપૂર્વકનો અભ્યાસ થતાં જેમાં શ્વાસ લાંબો વખત સ્થિર થઈ શકે, તેને અંદર ને અંદર પ્રહણ કરવો, રોકી રાખ કે છોડવાની ક્રિયા ઇચ્છા પ્રમાણે કરી શકાય; શ્વાસોસ દીર્ઘકાળ પર્યત ટકી શકે તથા ચિત્ત અત્યંત સ્થિર થઈ શકે છે, તે ઉત્તમ પ્રકારને પ્રાણાયામ કહેવાય છે. તેમાં ૫ ૧) લક્ષ્ય, અને (૨) અલક્ષ્ય, એવા બે ભેદ છે. જેમાં વૃત્તિને પ્રયત્ન વડે તદાકાર બનાવવી પડે છે તે લક્ષ્ય અને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના સ્વભાવિક રીતે જ વૃત્તિ પરમાત્મસ્વરૂપમાં સ્થિત રહે છે, તે અલક્ષ્ય પ્રાણાયામ છે. આ પ્રાણાયામ એ જ એમનું અંતિમ લય છે. આ બેયની પ્રાપ્તિ કરનારને યોગી કહેવામાં આવે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy