SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] જે વિદ્વાન નચિકેતાનું ધ્યાન કરે છે [ ૩૯ स्पर्शान्कृत्वा बहिर्वाह्याऽश्चक्षुश्चैवान्तरे भ्रुवोः । प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥ २७ ॥ यतेन्द्रियमनोबुद्धिर्मुनिमोक्षपरायणः । विगतच्छाभयकोधो यः सदा मुक्त एव सः ॥२८॥ भोक्तार यज्ञतपसां सर्वलोकमहेश्वरम् । सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्ति मृच्छति ॥२९॥ પ્રાણોપાસનાથી પણ મેક્ષ મળી શકે છે. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! તને અત્યાર સુધી જ્ઞાન કિંવા સાંખ્ય અને ભકિતયોગ ઇત્યાદિ માર્ગો સંક્ષેપમાં કહેવામાં આવેલા છે. તે માર્ગો વડે જ ફક્ત મેક્ષ પ્રાપ્ત થાય છે, એમ સમજીશ નહિ; પરંતુ જે અંતરમાં મોક્ષની ઈચ્છા રાખીને પ્રાણોપાસના કરે છે તે પણ મુક્તિને પામે છે, એમ જાણવું. આ રીતે પ્રાપાસક એગીએ બાહ્ય સ્પર્શીને બહારના બહાર જ રહેવા દઈ અંતઃકરણમાં એક આત્મા અથવા બ્રહ્મ સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેતાં, કેવળ આત્મસ્વરૂપમાં જ સ્થિત રહેવું તથા નેત્રની દૃષ્ટિ એટલે ચક્ષુઓને ભ્રકુટી અર્થાત બે ભ્રમરની મધ્યમાં સ્થિર રાખવી, તેમ જ પ્રાણુ અને અપાન એ બંનેને અંદર નાકના અગ્ર ભાગમાં જ્યાં ભ્રકુટી છે તે સ્થાને સમાન રાખી ત્યાં જ સ્થિર કરવા. અર્થાત પ્રાણુ અપાન વાયુને અંદર નાકની ભૂકીને સંધિસ્થાનથી નીચે ઊતરવા નહિ દેતાં તથા હદયમાંથી ઊર્વ ચઢનારા શ્વાસને નાકદ્વારા બહાર નીકળવા નહિ દેતાં અંદર બે ભ્રમરોના મધ્યસ્થાનમાં એટલે ભ્રકુટિ, અર્ધમાત્રા કિવા તૃતીય નેત્રનું સ્થાન પણ કહે છે તેમાં એટલે સંધિ કિંવા કુંભકમ સમ વા સ્થિર કરવા તથા પ્રાણુ અપાન ચાલુ હોય તે વખતે પણ તે આત્મસ્વરૂ૫ છે એવા પ્રકારની દ ભાવના રાખી તે બેની વચ્ચે ભ્રકુટીમાં થનાર મધ્યસંધિમાં ધ્યાન રાખી સમાન એવી આ અનિર્વચનીય આત્મરિથતિમાં નિશ્ચળ બની તેમાં જ સ્થિર થવું જોઈએ, આ રીતની પ્રાણોપાસના વડે જેમણે ઇન્દ્રિય, મન તથા બુદ્ધિને જીતેલાં છે તથા ઈચ્છા, ભય અને ક્રોધ જેમનાં જતાં રહ્યાં છે, એવા નિત્યપ્રતિ મેક્ષમાં જ રમણ કરી રહેલા મુનિ સર્વદા મુક્ત જ છે. બહારના સ્પર્શોને બહાર રાખવા ઉપરના કથનમાં બહારના પર્સોને બહાર જ રાખીને એમ કહેલું છે, તેની સ્પષ્ટતાને માટે થોડા વિવેચનની જરૂર જણાય છે. ઉદાહરણને માટે સુવર્ણ અને તેનાં કડાં કુંડળ વગેરે દાગીનાઓ લે. આ કડાં કુંડલાદિમાંથી જો સુવર્ણ કાઢી લેવામાં આવે તે કડાં કુંડલાદિ નામરૂપનું અસ્તિત્વ તદ્દન નિરર્થક જ ઠરે છે. આ ન્યાયે સુવર્ણમાં કડાં કુંડલ આદિનો અંશ પણ હેત નથી, એથી સુવર્ણથી કડાં કુંડળ આદિ બહાર એટલે ભિન્ન થયાં. વારતવિક રીતે તે તે મિથ્યા કરે છે. તેમ આત્મામાં નામરપાદિનો કિચિન્માત્ર પણ અંશ નથી: આથી અંતઃકરણમાં આત્માતિરિક્ત ઇતર કોઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે તથા આત્મા સિવાયની જે જે વૃત્તિનું ઉત્થાન થાય તે તે સર્વ આત્માથી ભિન્ન હેઈ આત્મામાં તે સાક્ષી સહિત અહેમમાદિ અન્ય કોઈપણ વૃત્તિને લેશમાત્ર પણ અંશ નથી. એવા પ્રકારના બાહ્ય વિષયોને બહારના બહાર રહેવા દઈ, અંતઃકરણમાં આત્મા વિના બીજી કોઈપણ વૃત્તિનું ઉત્થાન કિવા સ્પર્શ પણ થવા નહિ દેવ; તેનું નામ જ બાહ્ય વૃત્તિઓને બહારની બહાર રહેવા દેવી, એમ કહેવામાં આવેલું છે. આમ બાહ્ય વિષયોને ૧ પુસ્તક વાંચીને પ્રાણપાસના કદી પણ કરવી નહિ, પરંતુ એમાં જે તજજ્ઞ હોય એવા ગુરુની આજ્ઞાથી તેમની સાત્રિમાં જ કરવી. પ્રાણપાસના વા યોગ સંબંધી વઘુ સ્પષ્ટતા આગળ અધ્યાય ૧ માં અાવશે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy