SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] આત્મભાવે જોઈને તથા જાણવાથી અત્યંત શાંતિ મળી શકે છે. [૩૧૫ બનેલી છે, જે હંમેશા આત્મપરાયણ જ રહે છે અને એ રીતે કાયમને માટે જે આત્મનિષ્ઠ બનેલો છે, તથા આ પ્રકારના આત્મરૂપ જ્ઞાન વડે જેનાં તમામ પાપો નષ્ટ થયેલાં છે, તે તદ્દન નિર્મળ અંતઃકરણવાળે પવિત્ર પુરુષ જન્મમરણના ફેરામાંથી છૂટીને મેક્ષને પામે છે. विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥१८॥ હે રાજન ! આવા જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં વિદ્યા તથા વિનયાદિ ગુણોથી સંપન બ્રાહ્મણ હો, ગાય હે, હાથી છે, કૂતરો છે કે કુતરાને મારીને તેને રાંધી ખાનાર અત્યંત નીચ એવો ચંડાળ છે, તે પણ તે સર્વે સમાન જ હોય છે અર્થાત ઉપર પ્રમાણે જેને સર્વત્ર એક આત્માની જ ભાવના થયેલી છે, જેની દષ્ટિમાં આત્મા સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ, તેવા પુરુષની દૃષ્ટિમાં સર્વ સમ જ છે; કેમ કે તે આ શુદ્ધ બ્રાહ્મણ, આ ગાય, આ હાથી, આ કૂતરો કે આ ચાંડાળ છે ઈત્યાદિ કોઈ પણ પ્રકારની દૈતવૃત્તિઓનું અંતઃકરણમાં કદી ઉત્થાન જ થવા દેતો નથી અને કદાચ રકુરે તે તે આત્મવરૂપ જ છે, એવા પ્રકારે તત્કાળ દાબી દઈ તેને અદ્વૈત એવા એક આત્મસ્વરૂપ જ બનાવી દે છે. આ રીતે આત્માતિરિક્ત બીજું કાંઈ પણ જે દેખતો જ નથી, તે જ ખરા શુદ્ધ અંતઃકરણનો તથા સમદષ્ટિવાળો છે, એમ જાણું (જુઓ ઉપાસનાકાંડ કિરણાંશ ૨૮ “કૂતરાની ઉપાસના” એ મથાળું). આત્મા, બ્રહ્મ અને પિતામાં અભિન્નતા જેવી હે પાર્થ ! આત્માને અપક્ષ અનુભવ પ્રાપ્ત કરી આત્મરૂપ બનેલે સમદષ્ટિવાળા જીવન્મુક્ત પુરુષ બ્રહ્મા, વિષ્ણુ, સ્ત્ર, ઇંદ્ર, વરણુ, અગ્નિ, પ્રજાપતિ, સૂર્ય, ચંદ્ર, યમ, સ્ત્રી, પુરૂ, ઝાડ, પવન, પશુ, પક્ષી, સ્થાવર, જંગમ, જડ, ચેતન ઇત્યાદિ તમામને તે પોતાનું જ સ્વરૂપ છે એમ જુએ છે, હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભાવો વડે પ્રતીત થતું જગતાદિ તમામ દશ્યજાળ પિતાનું જ સ્વરૂપ હાઈ પિતાથી અન્ય કાંઈ છે જ નહિ એ રીતે પોતામાં જગતમાં અને બ્રહ્મ વા આત્મામાં જે અભિન્નપણું દેખે છે તે જ ખરો સમદશી પુરુષ કહેવાય છે. પોતે બ્રહ્મ અને આત્માના એકપણાને વિષય કરનારી તદન વિક૫રહિત એવી જે ચિન્માત્રવૃત્તિ તે જ ખરી પ્રજ્ઞા કહેવાય છે. આવી પ્રજ્ઞા જેમાં સર્વદા હોય તે જ ખરો સમદર્શી છે. દેહ અને ઇંદ્રિયમાં હું અને મારાં એવો ભાવ અથવા આ કોઈ તેથી જુદા જ છે એ ભિન્નભાવ જેને કદી પણ સ્પર્શ કરી શકતા નથી તે જ ખરો સમદશ છવમુક્ત કહેવાય છે. પુરુષો વડે પૂજાય યા દુજનેથી પીડાય છતાં તે બંને મારાં જ સ્વરૂપ છે, એવું જાણું જે હંમેશાં સમભાવમાં રહે છે તે સમદર્શી કહેવાય છે. જીવન્મુક્ત અંતરમાં શાંત હોય છે વિષયી મનુષ્યનું મન જેમ હંમેશાં વિષયમાં જ આસક્ત હેય છે તેમ સમદશી બ્રહ્મવિદ્દનું મન નિત્યપ્રતિ બ્રહ્મમાં જ તરબોળ રહે છે. તેને માટે આત્માની એક અદ્વૈતભાવના એ જ ભક્ષ્ય હેઈ દૈતભાવના એ અભક્ષ્ય છે. આ જીવન્મુક્ત પુરુષ મને રાજ્ય અને બાહ્ય તૃષ્ણાઓથી તદ્દન રહિત હેઈ દેહની અંતર બહાર કેવળ એક બ્રહ્મનો જ અનુભવ કરનાર હોવાથી સમદર્શી કહેવાય છે. દ્રષ્ટા, દર્શન અને દક્ષ્યાદિ ત્રિપુટીઓને આત્મરૂપ દેખતે, તમામ પ્રકારની વાસનાઓથી તદ્દન રહિત બનેલો તથા કેવળ એક આત્માનુસંધાનમાં જ સ્થિત રહેલે પુરુષ ઉપર ઉપરથી રાગ, દ્વેષ અને ભયાદિને પ્રાપ્ત થયો હોય તેવો દેખાતે હોવા છતાં પણ તે અંતરમાં તે આકાશની જેમ સ્વચ્છને સ્વચ્છ જ હોય છે. મનની તમામ ભાવનાઓને ત્યજી કેવળ એક સર્વાત્મભાવમાં જ સંતોષને પામતો હેવાને લીધે ચિત્તના ધર્મોથી રહિત એવા ચિન્માત્રરપ પરમ અને પવિત્ર પદમાં સ્થિત રહી ફક્ત એક અવિચળ પદમાં સ્થિતિ કરીને રહેલો હેઈ જે લેભથી તદ્દન રહિત બનેલો છે તે પુરુષ જ સમદશી કહેવાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy