SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨૨ ] છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ મિ. [પ્રથમવૃત્તિનું નિવેદન હિન્દુ પતિ કમ નષ્ટ ન થઈ? સૈકાઓના આધુનિક ઇતિહાસ ઉપર નજર નાખે તે જણાશે કે એક વખત એ હતું કે રામન જાતિનું નામ સાંભળતાં જ યુરોપની સમગ્ર પ્રજા થરથરતી હતી અને બેબીલોનીયનના ડરથી ધ્રુજતી હતી; એ પણ એક જમાનો હતો કે તેમાં ઈજીશિયનોને જ દમામ ચાલતો હતો અને એક કાળમાં મીકેની ધાક સમસ્ત યુરોપમાં ફેલાયેલી હતી જર્મનોની વાત તો તાજી જ છે. આવી કેટલીક જોરાવર ગણાતી જાતિઓ કાળરૂપી ખપરમાં કયાંયે હોમાઈને ખાખ થઈ ગઈ તેને આજે ૫તો ૫ણું નથી. જ્યારે હિં જાતિ કે જે આ બધી જોરાવર ગણાતી જાતિઓ તેમજ કાસ્પિયન, ઝોક, બટુક, હિરાત અને તિબેટમાંની આગલી જાતિઓથી હજારો વર્ષો પૂર્વે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં પ્રતિમંત્રોની લહરિમાં અવગાહન કરતી હતી, તે અષાપિ સુધી જેવી છે તેવી જ ટકી રહી છે; તે હજારો વર્ષોથી પરદેશી એમાં એકસરખાં આક્રમણ ચાલુ હોવા છતાં પણ હજી જીવે છે, તેનું કારણ શું? તેની જે તપાસ કરવામાં આવે તે આનું મુખ્ય કારણ નિર્દોષ એવું તેનું ધર્મ સાહિત્ય, તેનો પ્રચાર તથા ધર્મપાલન અને શીલવર્ધન છે. એ વેદવેદાંત અને શ્રતિસ્મૃત્યાદિ સમગ્ર મહાન ધર્મશાસ્ત્રસાહિત્યનું મંથન કરી તેનું હદય ગીતામાં પરમયોગેશ્વર શ્રીકૃષ્ણચંદ્ર એવી અજબ જેવીએ એટલું બધું સુંદર રીતે ગોઠવી દીધું છે કે એના જે હિંદુધર્મ, હિંદુજાતિને ઉગારી હિંદ દેશની પ્રતિષ્ઠા તેમ જ મહત્તા વધારનાર, જગમાન્ય થવા પામેલ બીજો એક પણ ગ્રંથ આજે જગતમાં નથી, ગીતા છતાં અમારી ગુલામી ! આમ હોવા છતાં પણ આજે અમારી સ્થિતિ કેવી છે? આજે હિંદુ જાતિ ગુલામ છે, દરિદ્ર છે, છિન્નભિન્ન છે, અને પાશ્ચાત્ય ધૂત જાતિઓની દષ્ટિએ તે તે લુલી, લંગડી, અને આંધળી, પાંગળી ગરીબડી ગાય જેવી છે. સાંપ્રત અમારી આવી લાચાર સ્થિતિ બનવાનું મુખ્ય કારણ "અમારું જ્ઞાન પુરતમાં જ રહ્યું છે. પાલનમાં કે વર્તનમાં નથી.” અમે એ ચારિત્ર્ય વા શીલ ગુમાવી દીધું છે, એ ખરેખર શરમની વાત છે. આજે જ્યારે સમસ્ત જગત, ગજ કેશરીની ગર્જના સમી એ ગતિ તરફ મીટ માંડી રહ્યું છે અને તેમાંનો દિવ્ય સંદેશ અપનાવવાને માટે પ્રયત્નશીલ છે ત્યારે અમો તેનો ઉપયોગ વિતંડાવાદ વધારવા અને કર્તવ્યહીન બનવા તરફ જ કરી રહ્યા છીએ. આ ગરવી ગીતાનો અનુવાદ છએ ફારસીમાં, અબુલેહે અરબીમાં, સ્લેમને લેટીનમાં, ડિમિટ્રીયશે ગ્રીકમાં, બનું? ફેન્ચમાં, લોરિજરે જર્મનમાં સ્તાનિસલ્સગેરીએ ઈટાલીઅનમાં, તથા ટોમ્સન, આર્નોલ્ડ, ડેવીસ, બીસેન્ટ, તથા ચોર્સ વિહિકન્સને અંગ્રેજી ભાષામાં કર્યો છે. અને ઘણી ખરી નીતિશન્ય જાતિઓમાં આ સદાચારશાસ્ત્રને પ્રકાશ ફેલાવવા પ્રયત્ન કર્યો છે. આમ જ્યારે આ ગ્રંથને જુએ છે ત્યારે તે બધી પ્રજાઓ શરમિંદી બની જઈ હિંદુ જાતિને આંતરિક મસ્તક નમાવે છે, પણ સાથે સાથે તેમની આવી દયાજનક પરિસ્થિતિ જોઈ ઉપરથી હસે છે. ચાર્લ્સ વિકિન્સનના ગોતાના અનુવાદની ભૂમિકા તે સમયમાં હિંદના વાઈસરોય વૅન હેસ્ટિંગ્સ લખી છે તેમાં તે મુકતકંઠે લખે છે કે “કઈ પણ જાતિને ઉન્નતિના શિખરે ચઢાવવામાં માતાને ઉપદેશ અદ્વિતીય છે. અમેરિકાને સર્વશ્રેજી સાહિત્યકાર એમર્સન તે ગોતાના પુસ્તકને હંમેશા પોતાની દૃષ્ટિ સામે જ રાખતા ગીતાનાં પારકાએ કરેલા ગુણગાનને મેહ આ રીતે જ્યારે પાશ્ચાત્યાદિ અન્ય જાતિઓ ગીતાના ઉપદેશ પ્રમાણે પિતાના નવયુગની રચના કરવા પ્રયત્નશીલ છે ત્યારે અમો ફકત ગીતા ઉપરનાં આ બધાં ગુણગાન વડે સંતોષ માની બાપદાદાના બડજાવ ઉપર જ નિર્ભર થઈ કર્તવ્યહીનતામાંજ મગરૂરી માની બેઠા છીએ અને સાચો માર્ગ શોધતા નથી. આ સ્થિતિ ધરમાં અખૂટ ધન દાટેલું હોવા છતાં ભીખ માગવા જેવી નહિ તો બીજું શું કહેવાય? માટે જે * “ ગીતાના કેટલાંક ગુણગાન એ શીર્ષક નીચે ગીતાદેહનની સમાપ્તિ થયા પછી છેવટે કેટલાક અભિપ્રાય આપેલા છે. તે જિજ્ઞાસુએ ત્યાં જેવા,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy