SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦] तमब्रवीरप्रीयमाणो महात्मा [સિદ્ધાન્તકાલ ભ૦ ગીઅવે ૫/૮ થડે સમય તેઓને ઉપદેશ પણ સાંભળ્યા. તેમણે કહ્યું, “તમે હવે થોડે થોડે ખાવાને અભ્યાસ કરે ખાવાથી શું બગડે છે? જ્ઞાનીએ તે ખાઈપીને મોજમજ પણ કરી શકે છે વગેરે.” લાંબો સમય વ્યતીત થવાને પરિણામે તથા સાધુઓના મંડળમાં ઘણું વખત સુધી ખાવાપીવાની તથા મોજશેખ અને ભોની જ ચાલી રહેલી ચર્ચાઓ સાંભળી મને સફેજ હસવું આવ્યું. તે જોઈ તેઓ જરા ક્રોધે ભરાયા; એટલામાં સહેજ રમૂજ ભાવે મેં તેને કહ્યું કે, આપ જે સાધુ પુરુષોને મારે માટે લાંબો વખત સુધી આટલી બધી તસ્દી લેવી પડી તે માટે હું આપને ઘણો જ આભારી છું. સિવાય આપે જે બોધ આપવા નો કપ કરી તે માટે પણ આપનો ઉપકાર માન ઘટે, પરંતુ આવો ઉપકાર માનવારૂપ બોધ વગર માગે મને મળે છે તેથી પરમાત્માનો પાડ માની તેના આ કૌતુકનું મને અંદર ખાને સજ હસવું આવ્યું, એટલું જ. જો કે મારે આપને આ સંબંધમાં કાંઈ ખાસ કહેવાનું નથી, તેમ હું કાંઈ આપના જે વિદ્વાન પંડિત અથવા તે વ્યાખ્યાતા પણ નથી, પરંતુ ઈશ્વરની પ્રેરાયો ગાંડાલા જે બે શબ્દો બોલવાનું સૂઝશે તે કહું છું. બ્રાહ્મણ શરીરથી બનેલા મહાત્માઓની સ્થિતિ મારી માન્યતા એવી છે કે, બ્રાહ્મગુનું શરીર સર્વ શરીરો આવી ગયા બાદ સૌથી છેટે આવે છે, એટલે જેઓને બ્રાહ્મણનું શરીર મળ્યું હોય તેઓને પૂર્વજન્મમાં ક્ષત્રિ, વૈશ્ય તથા શદ્વાદિ દરેક શરીરો પ્રાપ્ત થઈ ગયેલાં જ હોય છે. તે તે શરીરો વખતે તેઓએ શુ છાજેતુથી માંડીને કેડ મેણ મોટે રાજા મહારાજાઓ વગેરે પયતના અધર્યો ભોગે ભોગવેલા હોય છે. આ રીતે સર્વ ઉપભોગો ભેળવ્યા બાદ સર્વની - અંતે જ બ્રાહ્મ શું શરીર આવે છે; આથી જે મહાત્મા છે. બ્રાહ્મનું શરીર આવ્યા બાદ આત્મસ્વરૂપને પામેલા. હોય તેવાઓની વ્યાવહારિક ભાગોમાં આસકિત હતી નથી; તે એ તે પ્રારબ્ધવશાત જે સમયે જે મળે તેમાં સંતોષ માનીને પ્રાપ્તમાં ઉપેક્ષાવૃત્તિ ૫ગુ બનાવતા નથી અને જે નહિ પ્રાપ્ત થાય તેની અપેક્ષા પણ રાખતા નથી. આ રીતે સંતોષવૃત્તિમાં સ્થિત થયેલા પૂર્ણ મહાત્માઓ અંતરમાં શીતળ અને તદ્દન શાંત હોય છે; પરંતુ જેઓ બ્રાહ્મણાદિ શરીરો વ્યતિરિક્ત અન્ય શરીરોથી મહામાપદને પ્રાપ્ત થતા હોય તેઓને કદાચ હવે ભવિષ્યમાં શરીર આવે કે ન આવે તેટલા માટે આ શરીરાદિ વડે ભોગો ભોગવી લેવા. પરમાત્માએ આ સર્વ ભોગો ભોગવવાને માટે જ ઉત્પન્ન કર્યા છે, નહિ ભોગવે તે દુર્ભાગી વગેરે પ્રકારની વાસના કદાચ હેઈ શકે ! પરંતુ મારું માનવું છે એવું છે કે, જેઓ સાચા મહાત્માઓ હેય તેઓ અવી મુદ્ર બાબતમાં બેટ વિચાર કરી પોતાનો અમૂલ્ય સમયે શા માટે વ્યતીત કરે? આત્મસાક્ષાત્કાર થયા પછી જો કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે ઇત્યાદિ શરીરોનો સંબંધ હેત નથી. પરંતુ જ્યારે મહાત્માને નામે આવા અનેક પ્રકારના વાદવિવાદ ચાલેલા જોવામાં આવે છે ત્યારે તેવા જ્ઞાન બંધુઓને માટે મારે આ યુક્તિનો આશ્રય લઈ કથન કરવું પડે છે, તે માટે હું ક્ષમા ઇછું ! ” આ સાંભળી તેઓને ધણે ક્રોધ આવ્યો. તેઓએ પૂછયું: “જ્ઞાનબંધુ એટલે શું?' તેમને પ્રશ્ન સાંભળી કહ્યું કે, આ સંબંધમાં શ્રી યોગવાસિષ્ઠ નિર્વાણુ પ્રકરણમાં મહર્ષિ વસિષ્ઠજીએ કહેલું મનનીય વિવેચન આ પ્રમાણેનું છેઃ શુભાશુભ જ્ઞાનબંધુતા શ્રીવસિષ્ઠ કહે છેઃ હે રામ! ખાસ કરીને ધ્યાનમાં રાખ કે, એક તો પૂરા જ્ઞાની બનવું સારું, પણ કદાપિ જ્ઞાનબંધુ નહિ થવું એટલે મેહને લીધે સ્વાર્થપરાયણ બની કેવળ ઈદ્રિયોની તૃપ્તિ અર્થે બેંગલંપટપણાથી જ્ઞાનને બહાને સતકર્મો વિષે લોકોની શ્રદ્ધાનો જે થકી નાશ કરી દે તેમ જ પિતાને અને બીજાઓને પણ ખરાબ કર્મોના બંધનમાં નાખી અધઃપતન કરાવે તેવા થવું એ કદી પણ યોગ્ય નથી. જે કશું ન જાણતા હોય તેને હું હજી કાંઈક શ્રેષ્ઠ માનું છું, પરંતુ જ્ઞાનબંધુપણું જરા પણ સારું નથી. શ્રી ામ પૂછે છેઃ જ્ઞાનબંધુ કેને કહેવો અને જ્ઞાનીબંધુ કોને કહેવો ? વળી નાનીબંધુપણામાં અને જ્ઞાનબંધુપણામાં શું શું ફળ રહેલું છે કે વસિષ્ઠ બોલ્ય: જે પુરુષ કારીગર લોકની પેઠે માત્ર પોતાની આજીવિ માટે જ અધ્યયન કરે છે તથા મનમાં તેવો ઉદ્દેશ રાખીને કથાઓ, કીર્તનો, પુરાણે અને વ્યાખ્યાન વગેરે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy