SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ] થયા પુરતાતા પ્રતીત નિરિત્ર: [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૪/૧૮ વળગી રહે છે તથા સંસારના દુઃખો વ્યાવહારિક સાધનોઠાર મટશે એમ સમજીને આખો જન્મારો મેડમાં ને મોહમાં પશઓની જેમ ભાર વહન કર્યું જાય છે, પરંતુ વિવેકીએ તો દૈત એ અતિ દુઃખરૂપ હોઈ તે વડે થનારી જન્મમરણની પરંપરા એ મહાન અશુભ છે એમ સમજી તેમાંથી મુકત થવાને માટે પ્રયત્ન કરે છે, તેથી અને અશુભમાંથી મુક્તિ થશે એમ કહેવામાં આવેલું છે. હવે કર્મ કેને કહે છે? અકર્મ કેને કહેવું તથા વિકમ એટલે શું? તેનું રહસ્ય જાણવું જરૂરી છે, કમની ગતિ અતિ ગહન છે, એટલે કે કર્મનું તત્ત્વ જાણવું ઘણું જ કઠણ છે. કર્મ, અકર્મ અને વિકર્મ કોને કહેવું? તે સંબંધમાં શ્રી વ્યાસાચાર્યજીએ શાસ્ત્રમાં આ પ્રમાણેને નિર્ણય કહ્યો છે. કર્મ, અકર્મ અને વિકર્મ એટલે શું ? આવિહેત્ર નામના છઠ્ઠા યોગેશ્વર કહે છે કે, હે રાજા! વેદમાં જે કરવાને માટે આજ્ઞા છે તે કર્મ, જે કરવાને માટે વેદ ના પાડે છે તે અકર્મ, તથા વેદે જે કરવાનું કહ્યું છે તે ન કરવું તે વિકર્મ કહેવાય છે. આ કર્મ, અકર્મ અને વિકમ એ ત્રણે વેદના નિશ્ચયથકી જ સમજાય તેવાં છે, લોકમાંથી એટલે વ્યવહારાદિકની દૃષ્ટિથી તે સમજાતાં નથી. વેદ કોઈ મનુષ્ય ઉત્પન્ન કરેલા નથી પરંતુ ઈશ્વરથી પ્રગટ થયેલા છે, વ્યવહારદષ્ટિએ પુરુષના વાકયમાં અર્થ સમજવો હોય તો તે વકતાના અભિપ્રાય ઉપરથી સમજી શકાય છે, પરંતુ ઈશ્વરના વાકયમાં તે પૂર્વાપરને વિચાર કરવા આદિથી જ તાત્પર્ય ધારી શકાય તેમ છે. છતાં પણ આ ઈશ્વરનું વાકય અનુભવગમ્ય હોવાથી તે ધારી શકવું અતિશય કાણું પડે છે, કેમકે તે વાય કિવા લક્ષાર્થથી પણ પર એવા તત્વાર્થને જ વિષય થાય છે; માટે આ કર્મ આદિકના વિષય સંબંધમાં તે મોટા મોટા વિદ્વાને કે જેઓ આત્માનુભવી હોતા નથી તેઓ પણ મૂંઝાય છે, તો પછી બીજાઓની તો વાત જ શી કરવી? તમે અત્યારપયત અબુદ્ધ અર્થાત અજ્ઞાની હોઈ આ વિષયમાંનું ગૂઢ રહસ્ય સમજવા અસમર્થ હતા, તેથી સનકાદિએ આજસુધી તમને તે સંબંધમાં ઉત્તર આપ્યો ન હતો. પક્ષવાદ એટલે શું? વેદ પરોક્ષવાદી છે. અજ્ઞાનીઓની દષ્ટિને વિચાર કરીને જે મૂળ વિષય સમજાવવાનો હોય તેને મૂળ આશય ગુપ્ત રાખી પ્રકટમાં યુક્તિઓ દ્વારા તેને બીજા પ્રકારથી કહેવામાં આવે તેનું નામ પરોક્ષવાદ સમજો આ ધોરણે વેદમાં કર્મો કરવાની જે આજ્ઞા કરી છે તે કર્મો છોડાવવા સારુ જ છે, એટલે કે વિધિવાકયમાં પ્રવૃત્ત કરવાને માટે જ નિયમવાકયોની રચના વેદમાં કરેલી છે; માટે વેદ પરોક્ષવાદ રૂપ છે. જેમ પિતા પિતાના નાદાન છોકરા માટે દવા પાવાના સમયમાં ખાંડને લાડુ દેવા લાલચ આપીને દવા પાય છે અને વળી પાછો ખાંડનો લાડુ પણ આપે છે પરંતુ તેના અમ કરવા ઉપરથી દવા પીવાનું ફળ કાંઈ લાડુ મળ્યો એ નથી પણુ આરોગ્ય થવું એ છે; તેમ વેદ પણ મનુષ્યને આભપ્રાપ્તિના ઉદ્દેશ તેને તેના સ્વભાવાનુસા માટે પ્રવૃત્ત કરી વચગાળે કેટલાક સ્વર્ગાદિક લોકોની ફળપ્રાપ્તિની લાલચ આપે છે અને કર્મ કર્યા પછી કહ્યા મજબ તે તે ફળાને પણ આપે છે; પરંતુ આમ કરવામાં તેને ઉદ્દેશ વર્માદિક ફળો મેળવવાં એ નથી, પરંતુ કમંપાશથી છૂટી આત્મપ્રાપ્તિ થાય એ જ એક છે. આ રીતે અજ્ઞાની બાળકને ફેસલાવવા જેવાં વેદમાં આવેલાં નિયમવાક્યો દ્વારા વેદે કહેલા પક્ષવાદમાં કામકર્માદિ વચનોને માટે સમજવું. આમ હોવાથી વેનું તાત્પર્ય જાણવું કઠણ છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે, કર્મો છોડી દેવા એ જ પુરુષાર્થ હોવાથી પ્રથમથી જ કર્મો છોડી દેવાં. અથત કર્મોનો આરંભ જ કરો નહિ, કારણ કે જ્યાં સુધી અંકિ જિતાઈ નહિ હોય અર્થાત આત્માનું અપરોક્ષ ડાન થયું ન હોય, તે પહેલાં વેદોકત એટલે વેદ કહેલાં કર્મો જે કોઈ પુરુષ કરે જ નહિ તે તે પુરુષ વિકર્મદેવને લીધે એટલે કે, વેદે એ કહેલા કર્મો નહિ કરવારૂપ અધર્મથી વારંવાર જન્મમરણને જ પામ્યા કરે છે એટલા માટે નિષિદ્ધ કર્મોને ત્યાગ કરીને જ્ઞાન થતાં સુધી વેદોક્ત કર્મો કરવાં અને તે પણ કરામતથી કિવા સ્વીદિ ફળના ઉદ્દેશથી નહિ, પરંતુ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાં,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy