SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪] સાજા કુમના વથા તમjતો માલમ જો [ સિદ્ધાનાકારા ભ૦ મી. અ૦ ૪/૧૫ આ મનુબ લેકમાં કર્મના ફળની સિદ્ધિ તાત્કાલિક થાય છે જુઓ કે, વ્યવહારમાં પણ મનુષ્ય મહેનત મજુરીરૂપ કર્મ કરે એટલે તેનું ફળ અર્થાત બદલ તે તુરતાતુરત સાંજે મજૂરી રૂપે મેળવે છે; નોકરી કરનારને મહિને પૂરો થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. અમુક કામ પૂરું થવાથી અમુક મળશે એવી શરતથી કામ કરનારાઓને તેની શરત પૂરી થાય ત્યારે ફળ મળે છે અથવા દલાલીનું કામ કરનારને તે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થયેલી અનુભવવામાં આવે છે. પરંતુ આ વ્યવહારસિદ્ધિઓ તે પૂર્વ જન્મના કૃત્ય (પ્રારબ્ધ) ઉપર આધાર રાખે છે. જેમણે પૂર્વ જન્મમાં જોવા જેવા પ્રકારે દેવતાઓની ઉપાસના કરી હોય તેઓને તેવા તેવા પ્રકારે દેશ, કાળ અને ક્રિયારૂપે ફળને અનુભવ આવે છે. તાત્પર્ય કે, આ મનુષ્યલોકમાં કર્મફળનો અનુભવ તત્કાળ આવે છે, આથી લોકો કર્મફળની ઈરછા મનમાં રાખી વિવિધ પ્રકારે દેવતાઓનું વજન કરે છે અને કર્મની પરિપકવતાનુસાર તે તે કર્મનું ફળ યથા સમયે પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ કે, આ પ્રકારે ફલાદિરૂપે તેઓને જે જે કાંઈ અનુભવમાં આવે છે તે પણ વાસ્તવિક જેમની તેમની ભાવનાનુસાર હું કે જે તત કિંવા આમા (વૃક્ષાંક ૧) છું, તેની પર્યાયે થનારી ઉપાસના વડે જ છે. અર્થાત દેવતાઓને ઉદેશીને થનારી વિવિધ પ્રકારની ઉપાસનાઓ પણ વાસ્તવિક તો અવ્યય અને અદ્વિતીય એવા એક આત્માની જ થાય છે. આમ આત્મસ્વરૂપ એ “હું” જ કર્મ, ઉપાસના, તેનું ફળ, ઉપાસ્ય દેવતા તથા ભાવના અને ઉપાસક ઇત્યાદિ અનેક પ્રકારે પ્રતીત થતું હોઉં એ વ્યવહારમાં અનુભવ આવે છે. પરંતુ જ્ઞાનદષ્ટિએ તે તેમાં અદ્વિતીય એવા એક આત્મા સિવાય બીજું કાંઈ પણ સંભવતું નથી તથા અજ્ઞાનદષ્ટિએ જાણે ઉપાસક, ઉપાસના, અનેકવિધ પ્રકારના કર્મો, દેવતા, ઉપાસનાનું ફળ ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે અનુભવમાં આવતું હોય એમ ભાસે છે, એટલું જ. चातुर्वर्ण्य मया सुष्टं गुणकर्मविभागशः। सस्य कर्तारमपि मां विद्धयकर्तारमव्ययम् ॥१३॥ .. હું સવને કર્તા છું પણ ખરે અને નથી પણ ખરે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ મુજબની વર્ણાશ્રમધર્મની વ્યવસ્થા ગુણ તથા કર્મના વિભાગો પ્રમાણે મારી માયાના આશ્રય વડે ઈશ્વરસ્વરૂપ (વૃક્ષાંક ૨) એવા મેં જ કરેલી છે, એટલે જાણે માયાના ભેદને પામીને આ બધા દૈત પ્રપંચન વિસતાર ખરેખર જ થવા પામ્યો નહિ હોય ! એવી રીતે મિથ્યા માયાના આશ્રય વડે ઈશ્વરસ્વરૂપે મેં જ આ બધી ચાતુર્વર્યાદિની રચના કરેલી છે; પરંતુ તે “હું” તે વાસ્તવિક રીતે જેમાં કિંચિત્માત્ર પણ વિકાર નથી, જે તદ્દ અસંગ, નિષ્ક્રિય, નિર્વિકલ્પ, અવિનાશી, અજ, અવ્યય તથા અનિર્વચનીય એવા તત, બ્રહ્મ અથવા આત્મ(વૃક્ષાંક ૧)રૂપ છે, એમ જાણ અર્થાત્ હું એટલે કે આત્મામાં આ બધું છે પણ ખરું અને નથી પણું ખરું; આકાશની જેમ તે સર્વમાં છે પણ ખરો અને નથી પણ ખરો. જેમ આકાશથી જ બીજાં ચાર મહાભૂતની ઉત્પત્તિ તથા અસ્તિત્વ છે છતાં આકાશ સર્વથી તદ્દન અલિપ્ત છે તેમ આત્મસ્વરૂપ એ હું (વૃક્ષાંક ૧) આ વર્ણાશ્રમાદિને કર્તા છું અને તે છતાં મારામાં ગુણ, કર્મ ઇત્યાદિ કશાને કિંચિત્માત્ર પણ લેશ સંભવતા નથી. સારાંશ કે, આત્મામાં હેવું, નહિ હેવું, કરવું, નહિ કરવું ઇત્યાદિ દૈત ભાવો તથા તેને સાક્ષીભાવ એ પિકી કાંઈ પણ હેતું નથી; આથી છે, નથી અને તે સર્વથી પર, વિકારોથી રહિત, અવ્યય આત્મસ્વરૂ૫ એવો હું છું, એમ જાણ; એમ અહીં શ્રીકૃષ્ણ ભગવાને સૂચવેલું છે. ઉદ્દેશ એ છે કે, જેમ સુવર્ણના દાગીના કરવાનું કાર્ય સુવર્ણકારનું છે, તેના માલિકનું નહિ; તેમ આ ચરાચર રચનાનું કાર્ય ઈશ્વરનું છે, આત્મા તે તદ્દન નિઃસંગ છે એમ સમજવું. હવે સુવર્ણ અને તેના દાગીના એ વાસ્તવિક સુવર્ણ જ છે એમ જાણ્યા બાદ તેવું જાણનારે તેને સાક્ષી કિંવા ઉત્પત્તિ કરનારા અને તેની જાણવાની અપેક્ષાને તેમ જ જાણવાપણાનો અનાયાસે જ વિલય થવા પામે છે, તેમ આ સર્વ આત્મરૂપ છે એમ જાગ્યા પછી જેમ સુવર્ણમાં દાગીનાનો અંશ પણ મળતાં નથી તેમ વણઝમના અમે, ગુણ અને મેના વિવેચન માટે કિરણ ૯ પાન ૭૪ જુઓ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy