SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ન : 1 *- * * * * * * : ગીતાહન ] મવશ જીર ધાન્યની જેમ નષ્ટ થાય છે ને ઉપજે છે. પિતાથી વરિષ્ઠ એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨)ને જણાવે છે; આથી નિયતિ પોતે જેમાં ઈશ્વરનો અંશ વધુ પ્રમાણમાં હોય છે તેવા ઈધરાંશ વડે જન્મતઃ જ આત્મજ્ઞાનથી યુક્ત થઈ જગતમાં અવતરે છે. આ પ્રમાણે નિયતિનું જગતમાં જે અવતરણ થાય છે તે ક્રમે ક્રમે સ્થાવર, જંગમ, પક્ષી, પશુ વગેરે યોનિઓ લઈ સર્વના અંતે મનુષ્ય યોનિમાં જન્મ થવો જોઈએ એવો જે આ બ્રહ્માંડ મળે નિયતિક્રમ નિશ્ચિત કરેલ છે તે ક્રમનો નિયમ કાંઈ તેને લાગુ પડતો નથી; તેથી જ્યારે જ્યારે જગતમાં નિયતિએ જ કરાવેલા વેદાદિ ધર્મનો ઉછેદ થવા પામે છે, અને આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા એવા અપરોક્ષાનુભવથી સાધુઓનું રક્ષણ કઠણ બને છે, તથા દેહાધ્યાસીઓનું પ્રમાણ વધે છે, અને આ રીતે જગતમાં દુષ્કર્મોની જ વૃદ્ધિ થાય છે, તેમજ ચોતરફથી નિયતિના ઠરેલા ધર્મોનું પાલન થવામાં જગત અસમર્થ બને છે ત્યારે ત્યારે ધર્મનું સ્થાપન તથા સાધુઓના રક્ષણના અર્થે આ ઈશ્વર (વૃક્ષાંક ૨) પોતે સ્વસ્વરૂપમાંથી ચોરાસી લાખ યોનિઆના ક્રમની અપેક્ષા નહિ રાખતાં સીધો મનુષ્યાદિ જે યોનિમાં તેને અવતાર ધારણ કરવાની જરૂર જણાય તેવી ગમે તે યોનિમાં અવતાર ધારણ કરે છે; અવતારોને યોનિક્રમની અપેક્ષા ન હોવાથી તેને અનિજ કહેવામાં આવે છે અને તેઓ પોતાનું નિયત કાર્ય સમાપ્ત થયા પછી તુરત જ પોતાના રવસ્વરૂપમાં વિલીન થઈ જાય છે. પૂર્ણાવતાર અને અંશાવતાર વચ્ચેનો ભેદ એ ન્યાયે કાર્ય પૂર્ણ થયા પછી પણ જે અવતારોને વિદેહમુક્ત થતાં સુધી શરીરથી અત્રે રહેવું પડે છે તે અંશાવતાર તથા પિતાનું અવતાર કાર્ય સંપૂર્ણ થયા પછી જેઓ વિદેહમુકત બની તતકાળ વરવરૂપમાં વિલયને પામે છે તે પૂર્ણાવતાર કહેવાય છે. આ મુજબ દરેક યુગમાં વરાહ (યજ્ઞ), સિંહ, રામ અને કૃષ્ણ એ ચાર પૂર્ણ અવતારે તથા મય, ક૭૫, પરશુરામ ઇત્યાદિ છે અપૂર્ણ એટલે અંશાવતારો થાય છે. વાસ્તવિક તેઓ જ્ઞાનદષ્ટિએ અપૂર્ણ હોતા નથી, પરંતુ તેઓને કાર્ય સમાપ્તિ બાદ પણ અહીં રહેવું પડે છે; જેમકે પરશુરામ લો. તેમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હતું છતાં પણ શ્રીરામચંદ્રનો બાણ વડે તેમનો સ્વર્ગમાર્ગ અર્થાત દેવયાનમાર્ગ બંધ થઈ ગયેલ હોવાથી તેઓને આ ચાલુ પૃથ્વીને પ્રલય થતાં સુધી અન્ને ચિરંજીવ રહેવું પડેલું છે; સારાંશ, અવતારકાર્યની સમાપ્તિ બાદ પણ જે પૃથ્વી પર રહેવું પડે છે તે વ્યવહારદષ્ટિએ ગૌણ ગણાય, આ રીતની વ્યવહારદકિટથી શાસ્ત્રોએ તેને અંશાવતારમાં ગણેલા છે. આત્મદષ્ટિએ આ ભેદ નથી. મનંતરને અવતારો તે પૂર્ણ ગણાય છે. વાસ્તવિક આત્મદષ્ટિએ તે તેમની ગ્યતા એક જ છે, અંશાવતારે કે પૂર્ણાવતાર એ બંનેમાં કાંઈ તાત્વિક ભેદ નથી. હવે શાસ્ત્રમાં અવતારો, તેમના કાર્યો તેમજ નિયતિની નિશ્ચિતતાના સંબંધમાં જે કહેવામાં આવેલું છે તે જે અત્રે સંક્ષેપથી આપવામાં આવે તે વધુ ઉચિત ગણાશે, માટે પ્રથમ નિયતિ સંબંધે વિચાર કરીશું. નિયતિ વસિષ્ઠ કહે છે: એક પરમાણુના લાખમાં ભાગમાં પણ હજારે જગતે જાણે સાચાં જ નહિ હોય! તેવી રીતનાં જણાય છે, તેમ જ એક નિમિષનાં લાખમાં ભાગમાં પણ હજારો ક સત્ય હોય તેમ જોવામાં આવે છે. તે પરમાણુમાં દેખાતાં જગત મથેના પરમાણમાં પણ પુનઃ સાચાં જેવાં અનેક જગત દેખાય છે, આ રીતે જમત મળે પરમાણુ ને પરમાણુમાં પુનઃ જગત, તેમાં ફરીથી પરમાણુ અને તેમાં પુનઃ જગત, આ મુજબ હજારો સૃષ્ટિઓ સત્ય જેવી જણાય છે; પરંતુ વાસ્તવિક તો તે સર્વ ભ્રાંતિ જ છે. જેમ જળની કવતા પિતા વિષે વમળને ધારણ કરે છે તેમ આ ઈશ્વરીય સત્તા એટલે નિયતિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં રહેલી સૃષ્ટિની પરંપરા પિતાની અવ્યક્ત શકિત (વૃક્ષાંક ૪)માં ધારણ કરે છે. જેમ કાંઠા ઉપર ઊગેલાં ઝાડે અથવા કુલના ઢગલાવાળી વેલની નદીમાં પડેલી છાયા કિંવા આ પ્રદેશમાં રહેલી મગજળની નદી મિથ્યા છે, તેમ આ સર્ચ એટલે જગતમાં પરમાણ, પરમાણમાં જગત ઇત્યાદિ પરંપરાની શોભા પણ સાવ મિયા જ છે, તે પરંપરા તે ઈજાળ વિા સ્વપ્નામાં જોવામાં આવતા ગંધર્વનગરની પે ક ક મ :52. - 1 - - - - - - - - - * . - * * * - -- - * , * I*, -
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy