SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮] ૧ વાર પિતાં તત જશ્ન માં તિ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅા ૪/૨ રીતે ચરાચરમાં આત્મભાવના કરવી. અંતઃકરણમાં બીજી કઈ વિષષત્તિનો સંકલ્પ જ ઊઠવા નહિ દે, આમ દરેક ઇદ્રિ તથા તેના વિષયોને સંક૯પથી રહિત કરી આત્મસ્વરૂપ જ બનાવી દેવા, અંતરંગમાં વૃત્તિઓ કિંવા સંકલ્પ ઊડવા નહિ પામે તેવી નિત્ય દક્ષા રાખતી એ જ વાસ્તવિક ઇંદ્રિયેનું નિયમન સમજવું. જ્ઞાન એટલે આ સર્વ બ્રહ્મ અથવા આત્મરૂપ છે એમ જાવું તે તથા વિશાન એટલે આ બધું બ્રહ્મ જ છે એવા પ્રકારે દૃઢ નિશ્ચય થઈ તે સિવાય બીજું કાંઈ અનુભવમાં આવે જ નહિ એવું અનુભવાત્મક અપરોક્ષજ્ઞાન થવું તે, એ જ સાક્ષાત્કાર કહેવાય, આ જ્ઞાન અને વિજ્ઞાનની વ્યાખ્યા સંબંધે ભગવાન, શ્રીકૃષ્ણ નીચે પ્રમાણે કહે છે: જ્ઞાન અને વિજ્ઞાનની વ્યાખ્યા શ્રીભગવાન કહે છે: હે ઉદવ! પુરુષ, કૃતિ, મહત્ત, અહંકાર, પાંચ તન્માત્રા, અગિયાર ઇન્દ્રિ, પંચમહાભુત અને ત્રણ ગુણ એ અઠ્ઠાવીશ તો બ્રહ્માથી તે સ્થાવર સુધીનાં સઘળાં કાર્યોમાં અનુસૂત છે. અર્થાત કાર્યકારણુરૂપ સધળું જગત પોતાના પરમ કારણરૂપ એવા બ્રહ્મથી અભિન્ન છે એમ જે વિચારથી જોવામાં આવે છે તે વિચાર એ જ જ્ઞાન કહેવાય, એવો મારો નિયમ છે. આ પ્રકારનું જ્ઞાન થાય તે સમયમાં પણ જેમ એક આમાથી અનુપૂત થયેલા સઘળા પદાર્થો જુદે જુદે રૂપે જોવામાં આવ્યા હોય તેવા ને તેવા રહેવા છતાં પણ એ પદાર્થો બીન કેઈ સ્વરૂપે જોવામાં ન આવે તે કેવળ એક આત્મતત્ત્વ રૂપે જોવામાં આવે ત્યારે તે જ્ઞાન જ એવા નામથી કહેવાય છે. એટલે વિવેકદષ્ટ વડે આ સર્વ એકરૂ૫ એનું બ્રહ્મ જ છે, એમ કેવળ બદિવડે નિશ્ચયાત્મક જાણવું એ જ્ઞાન અને તે સાક્ષાત અનુભવ આવવો એટલે એક બ્રહ્મ વિના બીજું કાંઈ દેખવામાં જ ન આવે એવા પ્રકારનો જે પ્રત્યક્ષ અનુભવ એ જ વિજ્ઞાન, જ્ઞાન એટલે પરાક્ષ અને વિજ્ઞાન એટલે અપરોક્ષ, દિશાની અપરોક્ષ થયેલી ભાંતિ જેમ ધારેલી દિશામાં કેવળ પરાક્ષ જ્ઞાનથી મટતી નથી તેમ આ સંસારરૂ૫ બ્રાતિ કે જે અપરાક્ષ છે બ્રહ્મના પક્ષ જ્ઞાનથી મટે તેવી નથી. જેને આ સર્વ બ્રહ્મરૂપ છે એવું ફક્ત પરોક્ષજ્ઞાન થતું હોય છતાં તે જ્યાં સુધી અહંના વિલય કરી તેમાં એક સ્વરૂપ બની અપક્ષ અનુનવ નહિ કરે ત્યાં સુધી તેની ભ્રાંતિને નાશ કદાપિ થતો નથી; એટલે આ સર્વ બ્રહ્યા છે એવું કેવળ મેં વડે બોલવાથી જ કાંઈ જગત૨૫ ભાંતિ કદી મટતી નથી, પણ તે પ્રમાણે સર્વત્ર સાક્ષાત્ બ્રહ્મ દખી તેમાં જ તન્મય બની અપક્ષ અનુભવ કરવો જોઈએ, ત્યાંસુધી કેવળ માં વડે આ બ્રહ્મ છે એમ માનવામાં આવે છતાં અંદરખાને તો તેનો દૈતભાવ નિશ્ચિત સિલક રહેવા પામેલ હોય છે; આથી વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાનવાળા જીવભુત પુરુષની દષ્ટિએ જાગ્રત થતાં જેમ સ્વપ્નને તેમ આ સંસારના તો કાયમને માટે બાધ થયેલો હોય છે; એટલે પરોક્ષજ્ઞાનને જ્ઞાન તથા અપરોક્ષજ્ઞાનને વિજ્ઞાન એમ કહેવામાં આવે છે (શ્રી ભા ૦ ૧૧, અ ૧ ૦ ૧૧ થી ૧૫); માટે હે અર્જુન ! આમ જાણી જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરનાર પાપી એવા કામને ઉપર જશુાવ્યા પ્રમાણે નિશ્ચય વડે તે હણ કામને હણવામાં પુરુષાર્થની જ આવશ્યકતા છે. જેમ રાજાની આજ્ઞાથી તેને પ્રધાન રાજકારભાર ચલાવતે હેય તથા અનેક પ્રકારના કાયદાઓ લો હેય, છતાં તે કાયદાઓ તે ફક્ત પ્રજાને જ લાગુ પડે છે, રાજાને નહિ; તેમ નિયતિ એટલે માયા અથવા ઈશ્વરી શનિના સત્ત, રજ અને તમ આદિ ગુણેના નિયમે આત્માને લાગુ પાડી શકાતા નથી, પરંતુ જ્યાં સુધી રાજા પિતાને માલિકી હક્ક ભૂલી જઈ પ્રધાનના હાથ નીચે દબાયેલું રહે છે ત્યાં સુધી પોતે સ્વતંત્ર હોવા છતાં પણ પરતંત્ર જેવો બની દુઃખ ભોગવે છે, તેમ વાસ્તવિક રીતે તે પોતે આત્મસ્વરૂપ હોવા છતાં હું પ્રતિરૂ૫ છું એમ માની લઈ પરતંત્રતામાં રહે છે ત્યાં સુધીને માટે પોતે સ્વતંત્ર હવા છતાં પણ દુઃખને અનુભવ કરે છે, પણ જ્યારે હું આત્મરૂપ એવું ભાન થાય ત્યારે તને શું નિયતિ રોકી શકશે ખરી કે? હવે આત્મજ્ઞાન પણ પ્રારબ્ધવશાત થશે, એવી જો તું શંકા કરે તો તે પણ તદ્દન વ્યર્થ છે, કેમકે આત્મજ્ઞાન તે સ્વતઃસિદ્ધ હેઈ નિયતિ પણ તેની સત્તાથી જ આ બધું મિથા એવું કાર્ય કરી રહેલી ભાસે છે, તે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy