SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] સત્ય તેનું સ્થાન હોઈ તપ, દમ, કર્મ ઉપાંગસહ વેદો એ તેનાં પાનનાં સાધન છે. [ રર મમ બેલ્યાઃ બ્રહ્માએ પૂર્વ તરફના મુખેથી વેદ, પશ્ચિમ મુખમાંથી યજુર્વેદ, ઉત્તર દિશાના મુખેથી સામવેદ તથા દક્ષિણ દિશાના મુખેથી અથર્વવેદ સર્યા. શસ્ત્ર એટલે હેતાનું કર્મ, ઇજ્યા એટલે અવર્ષનું કર્મ, રસુતિ એટલે ઉગાતાનું કર્મ પ્રાયશ્ચિત્ત એટલે બ્રહ્માનું કર્મ એ પણ અનુક્રમે પૂર્વ, વા પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં મેં વડે સર્જા; બાદ પુનઃ આયુર્વેદ, ધનુર્વેદ, ગ ધર્મવેદ અને અર્થવેદ વા સ્થપતિ એટલે શિપવિદ્યા કિવા અર્થવેદની અંતર્ગત આવેલું વિશ્વકર્માનું શાસ્ત્ર; તે અનુક્રમે પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ મુખ વડે સર્જેલાં છે; તેમ જ ઈશ્વર અને સર્વજ્ઞ એવા બ્રહ્માએ પાંચમા વેદરૂપ ઇતિહાસ, પુરાણ, ઉપપુરાણે પણ પોતાનાં ચારે મુખથી સજ્ય છે. વળી તેણે ઘોડશી તથા ઉફથી એ બે યજ્ઞ પૂર્વ તરફના મુખેથી, આપ્તર્યામ તથા અતિરાત્ર એ બે યજ્ઞ પશ્ચિમ તરફના મુખેથી, પુરીષ તથા અગ્રિષ્ટામ એ દક્ષિણ તરફના મુખેથી અને વાજપેય અને ગેસવ એ ય ઉત્તર તરફના મુખેથી સર્યાં છે. ધમના ચાર પાદો તથા આશ્રમની ઉત્પત્તિ બ્રહ્માએ પૂર્વ તરફનાં મુખેથી અધ્યાત્મવિદ્યા, દક્ષિણ મુખેથી દયા, પશ્ચિમ મુખેથી તપ અને ઉત્તર મુખેથી સત્ય, એ ધર્મના ચાર પાદે સર્ષો તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ એ ચાર આશ્રમને તેમની વૃત્તિ સહિત પૂર્વાદ મુખેથી સજેલા છે; તેમ સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને બહતું એ મુજબ ચાર પ્રકારનું બ્રહ્મચર્યવ્રત પણ પૂર્વાદિ મુખેથી સર્યું. ચાર પ્રકારનું બ્રહ્મચર્યવ્રત જઈ દીધા પછી ત્રણ દિવસ ગાયત્રી શીખતાં સુધી જે બ્રહ્મચર્યવ્રત પાળવું તે સાવિત્ર, અનુષ્ઠાનાદિ વ્રતનું આચરણ કરતાં બ્રાહ્મણે વર્ષ સુધી પાળવાનું બ્રહ્મચર્ય તે પ્રાજાપત્ય, વિદ્યાભ્યાસ સુધી અર્થાત ગુરુને ત્યાં જઈ વેદવિદ્યા ભણતાં સુધી પાળવાનું બ્રહ્મચર્ય તે બ્રાહા તથા જિંદગી પર્યતનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય એ બૃહદબત કહેવાય છે. ઉપજીવિકાઓની ઉત્પત્તિ અને પ્રકાર વાર્તા એટલે શાસ્ત્ર વિરોધ નહિ કરે તેવા ખેતી વગેરેના ધંધા, સંચયવૃત્તિ એટલે યજ્ઞ કરાવવો અને ભણાવવું ઇત્યાદિ વૃત્તિથી નિર્વાહ કરવો તે તથા શિછ એટલે ખેતરોમાં પડેલાં ડુંડાં અને પાલ વગેરે ઉપાડી લીધા બાદ જે દાણુઓ વેરાયેલા હોય તે રી |ી લઈને તે વડે ગુજરાન ચલાવવું તે. આ ચાર બ્રાહ્મણની ઉપજીવિકાએ પણ બ્રહ્માના પૂર્વાદિ દિશાઓના મુખો વડે સજાયેલી છે; વમાનસ એટલે ખેડ્યા વગર પાકે તે ઉપર નિર્વાહ કરનારા; વાલખિલય એટલે નવું અને મળ્યા પછી જાનું ત્યજી દેનાર; ઔદુંબર એ સવારમાં ઉડીને પોતે જે દિશા પહેલા દેખે તે દિશામાં જઈ ત્યાંથી જે કાંઈ પાન, ફૂલ, ફળ, આદિ મળે તે ઉપર ગુજરાન ચલાવનારા અને કેન૫ એટલે પડેલાં સૂકાં ફળપાન ખાઈ પિતાનું ગુજરાન કરનારા, એ પ્રમાણે ચાર પ્રકારના વનવાસમાં રહેનારા વાનપ્રસ્થ; કુટીચક એટલે પોતાના આશ્રમને ઉચિત એવાં કર્મ કરનારા, બહુદક એટલે કર્મને ગૌણ સમજનારા તથા મુખ્યપણે જ્ઞાન સંપાદન કરનારા, હંસ એટલે જ્ઞાનના અભ્યાસમાં જ લાગેલા, તેમજ પરમહંસ એટલે નિષ્ક્રિય અર્થાત કર્મથી પર થયેલા તત્વનિષ્ઠ, એ ચાર પ્રકારના સંન્યાસીઓ પણ બ્રહ્માના પૂર્વાદિ મુખેથી જ ઉત્પન્ન થયા છે. વિદ્યાની ઉત્પત્તિ રપાન્યાક્ષિકી એટલે મેક્ષેપગી અધ્યાત્મવિદ્યા, ત્રયી એટલે ધર્મના સાધનરૂપ ત્રિવેઃ માંડેનાં નિયમવાક બતાવનારી વિદ્યા, વાર્તા એટલે નિર્વાહ સંપાદન કરવાના સાધનરૂપ વિદ્યા તથા દંડનીતિ એટલે રાજ્ય તથા • યમાં શરુ એટલે હેતાનું કર્મ તે નદીનું, ઈન્યા એટલે અધવનું કર્મ તે યજુર્વેદીનું, અતિ એટલે જાગાતાનું કર્મ તે સામવેદીનું અને પ્રાયશ્ચિત્ત એટલે બ્રહ્માનું કર્મ એ અથર્વવેદીનું છે, ૧૫
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy