SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] ઇન્દ્ર! બ્રહ્મ નિશ્ચલ છતાં મન દ્વતાવે ને અતભાવે જ્ઞાનાસાનથી તેને જ સ્મરે છે. [ ૨૧૭ ઉત્પન્ન કરનારાં નીવડે તે તેવાં અનિષ્ટ તત્તને દૂર કરવાને માટે તેને શાસ્ત્રઆધારે સંયુક્તિક વિરોધ કરવાની પ્રથા વ્યવહારમાં હોઈ અજ્ઞાની લેકેને આત્મસ્વરૂપનું સમ્યફ જ્ઞાન થાય ત્યાંસુધી આ ક્રમ ચાલુ હોય છે. આ પ્રકારે અંતે જે વડે લોકોને આત્મજ્ઞાન થઈ તેઓ દુઃખરૂપ એવા સંસારના મોહમાંથી છૂટકાયમી સુખ અને શાંતિનો અનુભવ કરે તે માટે તેઓને તત્વશાસ્ત્ર એટલે વેદમાં બતાવેલી યુક્તિઓનો આશ્રય સમજાવવામાં આવે છે. આ પ્રકારનો સ્તુત્ય ઉદ્દેશ જેમનામાં હોય છે તેવા નિઃસ્વાથી જ જગતને સાચો રાહ બતાવવાને માટે અધિકારી છે. પંથાભિમાન વડે થતી ટીકાઓ આત્મતત્વ વ્યતિરિક્ત એટલે અનુભવથી સિદ્ધ એવા આત્માના અપક્ષ સાક્ષાત્કાર સિવાય કેવળ પંથાભિમાનાદિનું અભિમાન રાખી થતા ઉપદેશે તો અધિકાર અથવા અજ્ઞાનતાનું જ લક્ષણ છે. તેવા ઉપદેશકે અથવા માર્ગદર્શક સાચા હિતેચ્છુઓ નથી, પણ મિથ્યાભિમાની અને દંભીઓ કહેવાય છે. કેમકે તેમના ઉપદેશની વ્યાપ્તિ તે કેવળ પોતપોતાના પંથેનું પ્રચારકાર્ય કરવા પૂરતી સ્વાથ અને મર્યાદિત જ હોય છે. જે વડે અનુભવસિદ્ધ એવું સત્યત અર્થાત આત્મસ્વરૂપનું અનુભવયુક્ત ભાન થાય એવા ગ્રંથો, માર્ગદર્શક અથવા ટીકાકારે જ સાચા ઉપદેશક કિવા હિતેચ્છુઓ છે; બાકી પંથાભિમાનના પ્રચારકે કિંવા ઉપદેશ તેમ જ તેમના પ્રચારમંથનું વાચન કિવા અવલોકન તે તદ્દન નિરુપયોગી જ છે. આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી આપવાને ઉદ્દેશ રાખી સત્યાસત્ય તત્ત્વના નિર્ણયને માટે કરવામાં આવતો ઉપદેશ કિંવા ટીકાઓ જ પરિણામે બોધનું કારણ નીવડે છે; કેમકે તેની વ્યાસ કોઈપણ પ્રકારનો સ્વાર્થ સાધવાની દૃષ્ટિએ હતી નથી. પરંતુ ફકત બોધ પૂરતી જ હોય છે. અમુક પંથ કિવા મતનું અભિમાન રાખવાની પ્રવૃત્તિ થવાનું મુખ્ય કારણ તે અજ્ઞાન એ જ એક છે અને તે તે મોહ કિવા આસક્તનું ઘોતક છે. તેઓને ઉદ્દેશ આમપ્રત્યય એટલે સ્વાનુભવ લેવાને કદી પણ હાત નથી. શ્રેષ્ઠ પુરુષના માર્ગને જ લોકો અનુસરે છે અમુક પંથ ક્રિવા અમુક મતના અમો અભિમાની છીએ, એવો મત રાખવે એ તે પિતાનું કાર્ય વિસરી જઈ લોકોને ફસાવ્યા સમાન છે, માટે સત્ય એવા આત્મતત્વનું સ્વાનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવું એજ એક બેય જીવનમાં ઊતરવું જોઈએ. તાત્પર્ય કે, જ્યાંસુધી ઉપદેશક કિવા માર્ગદર્શકને આત્મસ્વરૂ૫નું સ્વાનુભવયુક્ત જ્ઞાન થયેલું હેતું નથી ત્યાં સુધી તે ઉપદેશક કિવા માર્ગદર્શક થઈ શકતો નથી, પરંતુ આત્મસ્વરૂપનું રવાનુભવયુકત જ્ઞાન પ્રાપ્ત કરી લઈ જે જીવન્મુકત પુરુષ અજ્ઞાની એવા ગાડરિયા પ્રવાહમાં તણાયેલા લોકોને યોગ્ય માર્ગે ચઢાવવા માટે કર્મનું આચરણ કરે છે, તે જ ખરો લોકસંગ્રહી વા નિષ્કામ કમાણી કહેવાય કારણ કે, અજ્ઞાની લો કે જેને શ્રેષ્ઠ માને છે, તેવા પુરુષના ચરણને પ્રભાવ જ તેઓ ઉપર પડે છે; એટલું જ નહિ, પરંતુ તે જેને પ્રમાણ માને છે, તે અનુસાર જ અજ્ઞાની લોકે વર્તે છે; માટે શ્રેષ્ઠ પુરુષે દુરદેશીપણું રાખી લેાકાની બુદ્ધિ ચલાયમાન ન થાય તેવું કર્મ આચરવું યોગ્ય છે. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन । नानाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥ २२ ॥ यदि यह न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः । मम वानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ २३ ॥ उत्सोदेयुरिमे लोका न कुर्या कर्म चेदहम् । सङ्करस्य च कर्ता स्यामुपहन्याममाः प्रजाः ॥ २४ ॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy