SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦ ] અાવાસ નનૈવિખું વર્ષ – [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીર અ૦ ૩/૧૫ મ લેમમાંથી ઔષધિ (આ નામને એક વાયુ છે) અને ત્યારબાદ હદયકમળ, હદયકમળમાંથી મન, મનમાંથી ચંદ્ર, આ રીતે વિરાટ સ્વરૂપના શરીરમાં ઇકિયોના આત્મરૂપ અષ્ટા એટલે ઈશ્વરની ઇરછારૂપ ઉત્પન્ન થયેલા દેવતાઓ આયતન અર્થાત પોતપોતાના સ્થાનકે પ્રતિ પ્રાપ્ત થયા; બાદ તેઓ અશનાપિપાસા એટલે સુધાતૃષા વડે વ્યાકુળ થયા, તેથી આ બધા દેવતાઓ અષ્ટા ઈશ્વરને કહેવા લાગ્યા કે, અમારી ક્ષુધાતૃષાની નિવૃત્તિને અર્થે અન્નને સંપાદન કરો એટલે અમને અન આપ કે જેનું અમો ભક્ષણ કરીએ, આથી તે ભ્રષ્ટાએ પ્રથમ ગાયનું શરીર ઉત્પન્ન કર્યું. આ સ્થાનની પ્રાપ્તિ કરનારને ગોલોકની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. ગાયને શરીર સર્વ શરીરોથી પ્રથમ ઉત્પન્ન થયેલું હોવાથી ગાય અતિ પવિત્ર મનાય છે. તે ગાયનું શરીર જોઈ દેવતાઓ ભ્રષ્ટ પ્રતિ કહેવા લાગ્યા કે, આ શરીરને ઉપરના દાંત હોતા નથી, માટે તે દેહ ભોગને યોગ્ય નથી (ચમરી ગાય જુઓ); ત્યારે ભ્રષ્ટાએ અશ્વની આકૃતિ ઉત્પન્ન કરી. તેને જોઈ દેવતાઓ બોલ્યા કે, આને ઉપરનાં દાંતો છે, પરંતુ આ શરીર પણ અમને ભોગ માટે ઉપયોગી નથી. આમ ગાય આ આરંભમાં સૌથી પ્રથમ પંકિતમાં ઉત્પન્ન થયેલા હોવાથી અશ્વમેધ યજ્ઞકાર્યમાં અને તેમ દરેક કાર્યમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. વિરાટના સ્થલ એવા સમષ્ટિ શરીરની ઉત્પત્તિ દેવતાઓનું ઉપર મુજબનું કથન સાંભળીને અષ્ટાએ દેવા માટે પુરુષશરીર દર્શાવ્યું તે જોઈ દેવતાઓએ ઘણું સારું થયું એમ કહ્યું. આ જ વિરાટ પુરુષની શરીરધારી પ્રથમ સ્થૂલ ઉત્પત્તિ છે. આ શરીર પુણ્યકર્મના હેતુરૂપ હોવાથી તે વિષે પ્રવેશ કરવા જે જે દેવોને જે જે સ્થાન સ્ત્રષ્ટાએ જણાવ્યું, તે મુજબ સર્વ દેવતાઓએ ઉપર કહ્યા પ્રમાણેના પિતા પોતાના સ્થાન પ્રતિ પ્રવેશ કર્યો. અગ્નિએ વાણીરૂપ થઈ મુખમાં, વાયુદેવે પ્રાણરૂપ થઈ નાસિકામાં, આદિત્ય ચક્ષુરૂપ થઈ નેત્રનાં છિદ્રોમાં, દિશાઓએ શ્રોત્રરૂ૫ થઈ કર્ણના છિદ્રમાં, ઔષધિ વનસ્પતિ દેવએ લેમરૂપ થઈ ત્વચા વા સ્પર્શેન્દ્રિયમાં, ચંદ્રમાએ મનરૂપ થઈ હદયમાં, મૃત્યુ કિવા યમે અપાનરૂપ થઈ નાભિમાં તથા જળે રેતરૂપ થઈ શિશ્નમાં પ્રવેશ કર્યો. તથા ક્ષધાપિપાસને ઉપરના દરેક દેવમાં અકેક ભાગ મળે તેવી યોજના કરી. તાત્પર્ય, ભ્રષ્ટાએ આ રીતે દેવ અને મનુષ્યને રચી તેમને માટે યજ્ઞાદિ કાર્યો ઉત્પન્ન કર્યા અને તે દ્વારા પોતપોતાની પરસ્પર અભિવૃદ્ધિ કરે,એમ કહ્યું (જુઓ છાંદેગ્ય તથા બૃહદારણ્યક ઉપનિષદ). રાવણ વન gg gtવાર પ્રજાતિ अनेन प्रसविष्य॒श्वमेष धोऽस्त्विष्टकामधुक् ॥ १० ॥ देवाभावयतानेन ते देवा भावयन्तु वः । परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥ ११ ॥ યજ્ઞાદિ દ્વારા દેવતાઓને કેમ સંતુષ્ટ કરવા? ભગવાન કહે છેઃ હે અર્જુન! પૂર્વ કપમાં દેવતાઓને ઉત્પન્ન કર્યા બાદ બ્રહ્માએ વેદાઝાનુસાર યાની ઉત્પત્તિ કરી તથા તે યજ્ઞના અધિકારવાળી એવી પ્રજાને સજીને તેમને કહ્યું કે, હે મનુષ્યો ! આ યજ્ઞાદિ કર્મો વડે તમે વૃદ્ધિને પામો અને તે કર્મો તમને તમારી ઈચ્છાનુસાર ફળ આપનારી એવી કામધેનુરૂપ બને; એટલે આ યજ્ઞાદિ કર્મો તમને તમારી ઇચછાનુસાર ફળ આ૫નાર થાઓ. આ યજ્ઞાદિ કાર્યો વડે તમો દેવોને સંતુષ્ટ કરે કે જેથી તેઓ તમને તમારા મનોરથ પ્રમાણે ઈષ્ટ ફળ આપશે. આ રીતે પરમ શ્રેયને એટલે જેની પ્રાપ્તિ થવાથી પુનઃ કદી પણ દુઃખ થતું નથી તે ભાવને પ્રાપ્ત થતાં સુધી પરસ્પર એકબીજાને સંતુષ્ટ કરતા રહે; આથી પણ અંતે પરમ શ્રેય એવા મેક્ષને પ્રાપ્ત થશે. તાત્પર્ય કે, આ કમ થતાં થતાં ચિત્તશુદ્ધિ થઈ સુવિચાર ઉત્પન્ન થશે અને અંતે પરમ કલ્યાણને માર્ગ મળી પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy