SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] તસ્થાવરમાં િ ને. [ સિદ્ધાન્તકાણ ભગી. અ૨/૬પ તું, આ, તે, મારું, તારું ઇત્યાદિ રૂપે મિથ્યા પ્રતીત થનારાં દસ્પાદિને લેશ પણ અંશ નથી; હું તે કેવળ અસંગ, અખંડ, એક, આનંદરૂ૫, સર્વના દ્રષ્ટાનો પણ દ્રષ્ટા તથા સર્વ રસને પણ રસ એ આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છું. આ પ્રમાણે પસંદ એટલે આ સર્વથી પર એવા પિતાના સ્વરૂપને જેનારે અને પિતામાં જ સર્વ દશ્યાદિને સમાવી લઈ એક રૂપ બનેલા આત્મારામ પુરુષના તે સર્વ વિષયો અને તેમાંના રસો એટલે આસકિન એ રીતે બંનેનો વિલય થયેલ હોય છે. यततो यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।। इन्द्रियाणि प्रमाीनि हरन्ति प्रसभं मनः ॥ १० ॥ तानि सर्वाणि सयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६ ॥ ઇકિની પ્રબળતા અને તેને વશ રાખવાની યુક્તિ હે અર્જુન! જેઓને આ સર્વ આત્મસ્વરૂપ છે, એવું પક્ષ જ્ઞાન થયેલું હોય છે તેઓ જ્યારે અપક્ષ અનુભવ અર્થાત સાક્ષાત્કારને માટે પ્રયત્ન કરે છે, ત્યારે એ વિવેક પુરુષને મનને પણ હે કુંતિપુત્ર! આ બળવાન એવી ઇકિય બળાત્કારે એટલે તેની ઈચ્છા નહિ હેવા છતાં પણ પિતતાના વિષયો ભણી ખેંચી જાય છે, તાત્પર્ય એ કે, આવા અભ્યાસ કરનારા વિવેકીઓનું લક્ષ્ય તત એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં જ્યાં સુધી તદ્દન નિશ્ચલ થયેલું હતું નથી, ત્યાં સુધીને માટે તે આ તમામ વિષમાંથી દૈત ભાવ છોડી દઈ કેવળ એકામ બુદ્ધિ વડે સમતા રાખી આ સર્વ પિતાનું જ સ્વસ્વરૂપ છે, એવા અવધાનમાંથી કિંચિત્માત્ર પણ હઠે તો આ બળવાન ઇન્દ્રિયો તેને પોતાના સ્વસ્વરૂપથી ભ્રષ્ટ કરી પોતપોતાના વિષયો ભણી જ ખેંચી જાય છે. આમ થયા પછી થોડા સમય બાદ ફરીથી તે અભ્યાસક સારાસાર વિચાર વડે તેને પિતાના સ્વરૂપમાં સમેટી લે છે. તાત્પર્ય કે, આત્મસ્વરૂપમાંથી સહેજ પણ લય આમ તેમ જાય તે વિવેકી (સાચા) અભ્યાસકની સ્થિતિ પણ જે આ પ્રમાણેની થવા પામે છે, તે કેવળ બાહ્ય ઇધિનું દમન કર્યા કરે અર્થાત કત વત ઉપવાસાદિ જ કર્યા કરે, તો તેથી તેની આસક્તિને નાશ કેવી રીતે થાય? અર્થાત આસક્તિના નાશને માટે કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિત રહેવું જોઈએ, તેમાં જે કિંચિત્માત્ર પણ દૈતના અંશનો પ્રવેશ થાય છેઆ સર્વને મથી નાંખનારી એવો પ્રબળ ઇંદ્રિય તેને પોતપોતાના વિષયો કિંવા રસમાં બળાત્કારે ખેંચી જાય છે, એટલે કે તેવા પુરુષો કદી પણ વિષયોમાંથી નિવૃત્તિને પામતા નથી; એટલા માટે સુહમતન્માત્રા સહ સર્વ ઇંદ્રિષિ, તેના વિષયો તથા તે વિષયના રસો ઇત્યાદિ તમામ ભાવેને ત્યાગ કરી સર્વત્ર એક આત્મસ્વરૂપ જ વ્યાપેલું છે, એવા પ્રકારની ઐકયRપની ભાવનામાં દઢ થઈ મ૫ર: અ સર્વથા પર આત્મવરૂપ એ જે “હું (વક્ષાંક ૧) કે જેમાં કર્તા, કરણ, કર્મ, તથા તેનાં ફળને એકતા તેમજ તે ફળના હેતુરૂપ એવો તેને સાક્ષી; અથવા વિષય, તેના રસ અને તેને ભેગવનારે, તથા વિષયના રસમાં પણ રસ આપનાર એવા તેના હેતુરૂપ સાક્ષી; ઇત્યાદિ કઈ પણ ભાવનો તલમાત્ર પણ સ્પર્શ નથી, એવો અસંગ આત્મરૂપ છે, તેમાં જ પરાયણ થઈને રહેવું. આ મુજબને મારો અનન્ય ભક્ત અર્થાત અન એટલે નહિ તથા અન્ય એટલે બીજે, અર્થાત જ્યાં હં૫ આત્મા એટલે પિતાથી પર બીજે કઈ છે જ નહિ એવું જાણનારે ભકત જ અનન્ય ભક્ત કહેવાય; તે ભક્ત જ આ સર્વને વશ રાખી ચિત્ત બેસે છે. આ રીતે જેની ઇંદ્રિયો વશ થઈને વર્તે છે, તેની બુદ્ધિ સ્થિર થઈ છે, એમ સમજવું, અન્ય એટલે બીજો કોઈ નહિ અને ભક્ત એટલે જ્યાં જુદાપણું કિંવા દ્વની ભાવનાને લેશ નથી તે, આ રીતે બનેના અર્થો એક જ છે એમ વિચાર કરતાં જણાઈ આવશે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy