SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] બાદ એ વાયુને કહ્યું: હે વાયુ! આને જાણે. આ યક્ષ કોણ છે? વાયુએ કહ્યું ઠીક. [ ૧૭૧ મહાન ભયમાંથી મુક્તતા હે અર્જુન ! તું ઉત્તમ બુદ્ધિશાળી છે, વળી આવા કટોકટીના સમયે તારે અભ્યાસને માટે પણ અવસર નથી, માટે મેં તને ઉપર બે પ્રકારની નિષ્ઠા એટલે આત્મઅભ્યાસની યુક્તિ કહી, કે જે યોગનિષ્ઠા એટલે આત્મપદવિશ્રાંતિના અભ્યાસમાર્ગમાં તારી બુદ્ધિ સ્થિર થતાં જ તું આ યુદ્ધરૂપી કર્મ કરવા છતાં પણ તેમાં લેપાઈશ નહિ, એટલું જ નહિ પરંતુ ત્યાર પછી કઈ પણ કર્મ કરવા છતાં તેનાં બંધને તને કદી રપર્શી શકશે નહિ; વળી આ બુદ્ધિગનો આશ્રય થયો એટલે તેમાં કદી કઈ કમને આરંભ પણ થતા નથી, સ્થિતિ પણ હેતી નથી અને નાશ પણ થતું નથી, અર્થાત કર્મો કરવાથી તેમાં કદી કાંઈ દેશ પણ ઉત્પન્ન થતું નથી અને નહિ કરવાથી કર્મ કે તેના ફળનો નાશ પણ થતું નથી. એવા પ્રકારના આયોગ એટલે બુદ્ધિયોગરૂપી અભ્યાસ યુક્તિનું કિંચિત્માત્ર જે અવલંબન થાય તે તે મહાન ભય અર્થાત મોટાં સંકટોમાંથી પણ રક્ષણ કરે છે. શું યુદ્ધ નહિ કરવાથી પણ ચાલશે? અત્રે એવી શંકા થવા સંભવ છે કે, કર્મ નહિ કરવાથી પણ હરકત આવતી નથી, એવું આ બુદિગની અભ્યાસયુક્તિમાં જે શ્રીભગવાનનું કથન હોય તે પછી “તું યુદ્ધ કર, યુદ્ધ કર” એમ સ્થળે સ્થળે શા માટે કહેવામાં આવ્યું હશે? આ સંબંધમાં આગળ ઉપર પ્રસંગવશાત યોગ્ય વિવેચન આવશે, છતાં અને સંક્ષેપમાં જણાવવાની જરૂર જણાય છે. અને જ્યારે શિષ્યભાવને અંગીકાર કર્યો ત્યારે મોહ નિવારણને માટે ભગવાને પ્રથમ તેને આત્મસ્વરૂપનો નિર્ણય કહ્યો અને સાંખ્ય એટલે જ્ઞાનનિષ્ઠા પ્રમાણે આ સર્વ આભરવરૂપ છે એવો નિર્ણય કરી તું યુદ્ધ કરીશ તો તને તેથી પાપને સ્પર્શ લાગશે નહિ એમ જણાવ્યું. જે અજુન ઉત્તમ અધિકારી હતી તે ભગવાનને પાગળ ઉપદેશ કરવાની જરૂર જ ન રહેત, પરંતુ ઉપદેશનો એવો નિયમ છે કે, સર્વ ભાવે શરણે આવેલા એકનિષ્ઠ શિષ્યને તેની તમામ શંકાઓનું સમાધાન થઈ તેને મેહબ્રમ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય ત્યાં સુધી ઉપદેશ આપવાની આવશ્યકતા હોય છે. પણ તેને આ સંશય અયોગ્ય એટલે આત્મનિષ્ઠા વ્યતિરિક્ત ન હોવો જોઈએ; આથી શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ તેને સાંનિષ્ઠા પ્રમાણે આત્મસ્વરૂપનો નિર્ણય કહ્યો, બાદ આ ધર્મયુદ્ધ હોવાથી વ્યવહાર દૃષ્ટિએ પણ તે કલ્યાણકારી છે; માટે જે તેને ત્યાગ થાય તે તે ઊલટું પાપ ઉત્પન્ન કરે છે, એ રીતે કમે આત્માના અને વ્યવહારના એમ બંને ધર્મો સમજાવ્યા. આત્મપદમાં વિશ્રાંતિને માટે જે અભ્યાસમાગે પ્રથમ બતાવવામાં આવેલા છે, તે પૈકી બીજા પ્રકારને અભ્યાસક્રમ જ અત્રેના પ્રસંગે યોગ્ય હેવાથી “હું અને આ સર્વ આત્મરૂપ છે? એવા પ્રકારની નિશ્ચયાત્મક બુદ્ધિને આશ્રય લઈ કર્મ કરવામાં આવે છે તે બંધનકારક થઈ શકતાં નથી, એમ કહેવામાં આવેલું છે. શ્રીભગવાન અને અભ્યાસક્રમની યુક્તિનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંતમાં કાંઈ છુપાવી ન શકાય. સત્ય તત્ત્વ છુપાવી નહિ રાખતાં તે સર્વાગ જેવું ને તેવું જ પ્રકટ કરવું જોઈએ; કારણ કે લોકોમાં સત્ય અને યથાર્થ જ્ઞાનને પ્રચાર કરવાની જવાબદારી જેઓને શિરે હોય છે, તેઓએ કેવળ એક સત્ય તત્વની જ ઓળખ રાખવી પડે છે. છુપાવેલું જ્ઞાન તો નિરર્થક હેઈમેહવાળું જ ગણાય. અર્જુનને મોહ થયેલો હતો, પણ શ્રીકૃષ્ણ ભગવાનને કાંઈ મોહ થયેલ નહતો, કે જેથી તે સિદ્ધાંત સમજાવતી વખતે મોહવશ થઈ બોટાં તનું પ્રતિપાદન કરે, તેવું કરનારા દાંભિક કિંવા સ્વાથી ગણાય; આથી બુદ્ધિયોગની અભ્યાસયક્તિના સિદ્ધાંતમાં શ્રીકૃષ્ણ ભગવાને આ યોગને આશ્રય લઈ કર્મો કરવાથી કંઈ લાભ નથી અને નહિ કરવાથી કાંઈ હાનિ પણ થતી નથી, એવી રીતે ઠંધ રહિત આત્મસ્થિતિમાં સ્થિર થવાનું જણાવ્યું છે. વળી સ્થળે સ્થળે “તું યુદ્ધ કર” એમ જે શ્રીકૃષ્ણ ભગવાને જણાવ્યું છે, તે તે અજુને પ્રથમ પૂછવું છે કે, મારે આ સમયે શું કરવું ઉચિત છે તે કહે, તેના ઉત્તર રૂપે આત્મામાં કર્મ કરવાં કિંવા નહિ કરવાં એ બંને બાબતો એકસરખી જ છે એ ખરું, પરંતુ આ સમયે પ્રાપ્ત થયેલું યુદ્ધકર્મ નહિ કરું એવું જે તું કહે તો તે પણ એક મહ ગણાશે અને તેથી આત્મસ્વરૂપમાં સ્થિર થવારૂપ સમતા પણ પ્રાપ્ત થશે નહિ. જો પ્રથમથી જ તું યુદ્ધ માટે આવ્યો ન હોત તો તને યુદ્ધમાં ફરજિયાત
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy