SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] તવમરવા વોડલીતિ ! [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અર/૩૮ અજ્ઞાન ફેલાવા પામેલું છે, એટલું જ નહિ પણ સાંખ્યનું નામ આવે એટલે તે દંતવાદી અને તેના મૂળ કર્તા કપિલમુનિ હેઈ તેમના સિદ્ધાંતની સાથે જાણે પોતાને કશો સંબંધ જ નથી, એમ કેટલાકે વગર સમજો મિથ્યા અહંકાર વડે માની બેસે છે; પરંતુ અમો અદ્વૈતવાદી છીએ એવું માનનારાઓ પણ થડે વિચાર કરશે તે તેઓને જણાશે કે, આત્મા અત છે એવું કેવળ વાણુ વડે પોતે કહે તો એ શું દ્વત થતું નથી કે? આમ વાણીથી કહેવું એ પણ સાંખ્ય યુક્તિને અંગિકાર કર્યા સમાન છે. અર્થાત્ આ અદૈતતત્ત્વ અજ્ઞાનીઓને સમજાવવાને માટે દૈતની આરોપિત દષ્ટિને અંગિકાર કરવામાં આવે એવી જે યુક્તિ તે સંખ્ય હેઈ, તે યુક્તિનો આશ્રય કરનારાં શાસ્ત્રો તે સાંખ્ય તથા તે આધારે આ જ્ઞાન લોકેમાં પ્રકટ કરનારા આચાર્યો તે સાંખ્યાચાર્યો કહેવાયા. તેવા આચાર્યોમાં આ કપિલ મહર્ષિ મુખ્ય છે, આથી કપિલ મહર્ષિ વેદાંતતત્વ સમજતા ન હતા કિંવા આત્માનુભવી ન હતા, એમ કહેવું તે ખરેખર મૂઢતા જ ગણાય. તેમણે તે ફક્ત અનિર્વચનીય એવું આ આત્મતત્વ અજ્ઞાની એવા વ્યાવહારિક કે સરળતાથી સારી રીતે જાણુી શકે એટલા માટે પૃથક્કરણ કરી વીશ તો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ રીતે વીશ તોઠારા સમજાવવાને માટે તેઓને દરેક મવંતરમાં આવા અવતાર થાય છે એટલું જ ઉદેશ એ કે, ભગવાન કપિલ મહર્ષિ વેદમાર્ગનું અવલંબન કરનારા હોઈ પૂર્ણ અદ્વેત પદમાં સ્થિત થયેલા એવા બ્રહ્મજ્ઞાની હતા, તેમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી, જેની બુદ્ધિમાનને ઉપરના વિવેચન પરથી ખાતરી થશે. તાત્પર્ય એ કે, વેદાંતશાસ્ત્ર સમજાવવાને માટે જ્ઞાન, સાંખ્ય વા સંખે એ એક આઘ યુતિ છે. તેથી આત્મજ્ઞાન કિંવા સાંખ્યશાસ્ત્ર સમજાવનારાં પુરાણ સહ ઉપપુરાણો, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુફત, જ્યોતિષ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, વેદ, એ પ્રમાણે વિદ્યાનાં જે ચૌદ પ્રસ્થાને કહેવાય છે તે સર્વે વેદાંત તનું પ્રતિપાદન કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી આપનાર લેવાથી સાંખ્ય અને વેદાંતશાઓ જ છે. વેદાંત સમજાવવાની યુક્તિઓ અજ્ઞાની લેકને વેદાંત* સમજાવવાને માટે પ્રકૃતિપુરુષને વિવેક અને તેની સંખ્યા સંબંધમાં કપિલ મહર્ષિની જેમ બીજા કેટલાક આચાર્યોએ પણ પ્રયત્ન કરે છે, તે સંબંધમાં થોડો વિચાર કરવાની આવશ્યકતા છે. તેમાં પણ કપિલની જેમ કર્વ (કણાદ), ગૌતમ, પતંજલિ, જમિનિ અને વ્યાસ કે જેઓ અનુક્રમે વૈછિ, ચાય. ચોગ તથા " અને બ્રહ્મમીમાંસા ઇત્યાદિ વિજ્ઞાનના પ્રણેતાઓ છે. તેઓનો પણ સમાવેશ થાય છે. તેઓએ વેદાંતશાસ્ત્ર સમજાવવાને માટે (૧) સાંખ્યદર્શન (કપિલ), (૨) વૈશેષિક દર્શન (કણાદ), (૩) ન્યાય દર્શન (ગૌતમ), (૪) યોગ દર્શન (પતંજલિ), (૫) કર્મ યા ધર્મ મીમાંસા દર્શન (જૈમિનિ) અને બ્રહ્મમીમાંસા કિયા વેદાંત દર્શન (વ્યાસ), એ તેના મુખ્ય છ દર્શનશાસ્ત્ર હેઈ તેઓએ આ બધું અતિ કુશળતાથી અને યુક્તિપૂર્વક સમજાવેલું છે. મૃગજળના પૂરથી થયેલ હોનારત કેઈ કહે કે એક મૃગજળ હતું, તે હજારો લેકએ પીધું, તેમાં સ્નાનાદિ કર્યા, તે જળ વડે વસ્ત્રો વગેરે ભીંજાઈ ગયાં તથા તે અમૃત જેવા મધુર, સ્વાદવાળું હતું, તેથી ઘણું જ તૃપ્તિ થઈ અને ભયંકર પૂર વડે તેગે આખા જગતને ડુબાડયું. આ કથામાં પ્રથમ માત્ર મૃગજળ જ હતું એ વાત નિશ્ચિત હોવાથી આગળનું સર્વ કથન જેમ નિરુપયોગી જ હોય છે, તેમ એક વખતે આત્મા, બ્રહ્મ, પુરુષ, ચૈતન્ય, સત, તત (રક્ષાંક ૧) ઇત્યાદિ સંજ્ઞાઓ કે જેનો અર્થ અનિર્વચનીયતા એટલો જ છે; તેણે માયા, પ્રકૃતિ કિંવા અવિદ્યા ઇત્યાદિ એટલે જે કાંઈ છે જ નહિ તેનો અંગિકાર કરી તેને આશ્રયે અનેક અઘટિત અને અદ્દભુત કાર્યો કર્યા, એ વર્ણને અર્થ આકાશે જેમ ઘરને પાડી નાખ્યું કિવા દેરી ઉપર આપેલ સપના દશથી મૃત્યુ થયું એમ કહેવા સમાન જ છે. ઉદેશ એ કે, આ પ્રમાણે અનિર્વચનીય એવું પરમ પઢ જ અનેક પ્રકારની યુકિતઓ વડે વેદનો અંત મહાવાકમાં થતો હોઈ તે સમજાવવા માટે રેતિ નેતિ” એટલે અનિર્વચનીયતા એ જ તેને અંતિમ ઉપદેશ છે. તે તત્વને દાંત કહે છે તયા તે સમજવનારાઓને વેદાંતી કરવામાં આવે છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy