SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨]રેડનાર જાતવેર પ્રતિજ્ઞાની િનિરં ચક્ષમિતિ તથતિ ોન. [ સિદ્ધાન્તકાછડ ભ૦ ગીવ અ૦ ૨/૩૯ ૫૫+૧૦+૪=૨૪ એ રીતના કુલ ચોવીશ તો એ પ્રકૃતિનાં જ બનાવેલાં કહેવાય છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ (૫) પાંચ મહાભૂત; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ (૫) પાંચ સૂક્ષ્મ તન્માત્રાએ; કાન, વફ, નેત્ર, રસના ને નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને હાથ, પગ, મોટું, શિશ્ન અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો એમ (૧૦) દશ ઈદ્રિય તથા અહંકાર (2ક્ષાંક ૮), ચિત્ત (વૃક્ષાંક ૯), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦ ) અને મન (વૃક્ષાંક ૧૧), એ (૪) ચાર મળી કુલ ચોવીસ તો છે. અંતઃકરણ અથવા કાળ નામનું એક પચ્ચીસમું તવ છે (શ્રી ભાર રક ૦ /૨૬ જુઓ). આત્મામાં સંસાર છે જ નહિ કપિલદેવજી કહે છે. આત્મા આકાશની જેમ દેડમાં છે તે પણ તે નિર્ગુણ હોવાથી અર્જા છે અને અકર્તા હોવાથી નિર્વિકાર છે; તેથી જેમ પાણીમાં દેખાતે સૂર્ય પાણીમાં રહેવા છતાં શીતળ થઈ જતો નથી, તેમ આત્મા ઉપર જણાવ્યા પ્રમાણે પ્રકૃતિજન્ય દેહમાં હોવા છતાં સુખદુઃખાદિ વડે કિંચિત્માત્ર પણ કદી લેપાત નથી. એ આત્મા પ્રકૃતિના ગુણ એટલે દેહાદિકમાં આસક્તિ પામેલો હોય એમ ભાસે છે, ત્યારે તે દેહાદિક જ “” છું એવા અહંકારથી મૂઢ બનીને “હું' કર્તા છું એવું અભિમાન ધરે છે અને તેવા અ.ભમાન વડે પરવશ થતાં, ૬. બત થઈ ને કમરૂ૫ અપરાધને લીધે સારાનરસા અને મિશ્રિત અવતારે વા જન્મો પામી દુઃખ ભોગવ્યા કરે છે. વાસ્તવિક રીતે જોતાં આત્મામાં સંસાર છે જ નહિ, છતા મિયા વિષયનું ચિંતન કરનારાઓને તે કદી મટતો નથી. આત્મારામ પુરુષને પ્રકૃતિ કદી પણ મોહવશ કરી શકતી નથી. જેમ જાગૃત નહિ થનાર મનુષ્યને સ્વપ્ન ઘણા અનર્થો કરે છે, પરંતુ જાગેલા માણસને તે કાંકી કરી શકતું નથી, તેમ તત્ત્વને જાણનારા અને આત્મસ્વરૂપ એવા મારે વિષે મનને જોડનારા આત્મારામ પુરુષને પ્રકૃતિ કદી પણ મોહ પમાડી શકતી નથી. (શ્રી ભા. કં૦ ૩/૩૦ જુઓ )". આ મહર્ષિ કપિલને સાંખ્યમાર્ગ તને સંક્ષેપથી કહ્યો તે ઉપરથી બુદ્ધિમાન જાણી શકશે કે તેમના અને વેદાંતના સિદ્ધાંતમાં મૂળભૂત કાંઈ પણ ભેદ નથી. હવે તેમણે કહેલા ભક્તિમાર્ગ સંબંધે વિચાર કરીશું. કપિલ અને ભક્તિમાર્ગ દેવહૂતિ કહે છેઃ હે પ્રભો! પ્રકૃતિ, પુરુષ, મહત્તવ વગેરેનું ખરું સ્વરૂપ જે વડે જાણી શકાય એવું તેનું લક્ષણ આપે સાંખ્ય કિવા વેદાત પરિમા અથવા તત્વજ્ઞાન સમજાવવાની રીત પ્રમાં ભક્તિમાનું વર્ણન વિસ્તારથી કહે. કપિલદેવ કહે છેઃ હે માતા ! ભિન્ન ભિન્ન પ્રકારની રુચિવાળા અનેક માર્ગોના લેકેને લીધે આભક્તિયોગ પણ પ્રકારને થવા પામેલ છે. મનુષ્યના તમ, રજ અને સત્વરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવને લીધે દરેકનાં ફળ સંબંધે સંકલ્પો જુદા જુદા હોવાથી ભક્તિમાં પણ અનેક પ્રકારો ગણાય છે. () કેઈને પીડા કરવાની ઇરાથી, (૨) કપટ કરવાની ધારણાથી અથવા (૩) પુરાયોત્કર્ષ (બીજાની ચડતી) સહન નહિ થઈ શકવાથી ધિ વશ થઈને ભેદદષ્ટિનું અવલંબન કરી જેમાં મૂર્તિ વગેરે દ્વારા મારી ભક્તિ કરે છે, તે ત્રણે પ્રકારના ભક્તો તમોગુણ કહેવાય છે; (૧) વિષયોની, (ર) યશની કિંવા (૩) એશ્વર્યાની ઈચ્છા રાખી ભેદદષ્ટિ વડે મૂર્તિઓમાં મારી પૂજા કરવામાં આવે છે તે ભક્તિ રજોગુણી કહેવાય છે; તથા (1) પાપના ક્ષયને માટે, (૨) કર્મનું અર્પણ કરીને કેવળ ઈશ્વરને પ્રસન્ન કરવા સારુ અથવે (૩) કર્મો બરાબર રીતે થઈ શકે તેટલા માટે ભેદદષ્ટિ વડે એટલે હું તથા ઈશ્વર બંને જુદા જુદા છીએ એમ જા ને તેઓ મૂર્તિ દ્વારા મારી ભક્તિ કરે છે; એવા આ ત્રણે પ્રકારના ભકતો સત્વગુણી કહેવાય છે. આમ નવધાભક્તિમાં સત્ત્વ, રજ અને તમ ગુણ ભેદવશાત ભેદ કરીએ તો સત્તાવીશ થાય છે, તથા તે દરેકમાં પણ ફળની ઇરછાના ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ ત્રણ ભેદો કરીએ તો આ પ્રમાણે ભકિતમાર્ગમાં ૮૧ એકાશી ભેદો પડી શકે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy