SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] તજ અગનન્સ જિમ મામતિ . . [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ રાઉટ મહર્ષિ કપિલ અને સાંખ્ય સાંપ્રત સાંખ્ય અને વેદાંત સંબંધમાં ઘણા ઝઘડાઓ ચાલુ છે. પિતાને વેદાંતીઓ કહેવરાવનારા કેટલાક તો સાંખ્યનું નામ આવ્યું કે તદન ત્યાજ્ય છે, એમ સમજીને જાગે તેથી અભડાઈ જતા ના હોય તેમ માની તે થકી દૂર રહે છે અને સાંખ્યના આચાર્ય મહર્ષિ કપિલ મુનિનું નામ સાંભળતાં વેંત જ ગભરાટમાં પડી જાય છે. તેવા મહર્ષિ કપિલને સિદ્ધાંત સારી રીતે સમજી શકે તેટલા માટે તેમણે પોતે જ કહેલ સાંખ્ય, લકિત અને યોગના સિદ્ધાંતો કે જે ભગવદગીતાના કર્તા વેદગ્યાસાચાયૅ પિતે જ રચેલા સર્વમાન્ય એવા ભાગવત પુરાણમાં આવેલા છે, તે પૈકી આધારને માટે આવશ્યક એવો કેટલોક ભાગ લોકોની ગેરસમજ દૂર થવાના ઉદેશથી અને આપવામાં આવે છે કે જેથી તેમના સિદ્ધાંત ભક્તિમાગી એ કિંવા વેદાંતી એના સિદ્ધાંતથી સહેજ પણ ભિન્ન નથી, એમ સારી રીતે સમજાયાથી દુરાગ્રહ ટી બંનેની એકવાક્યતા સિદ્ધ થવાને ઘણી સરળતા થશે, એટલું જ નહિ પરંતુ પરમાત્મસ્વરૂપનું પક્ષજ્ઞાન થવાને માટે તેમણે રચેલી સાંખ્યયુકિત વગર સામાન્ય સમાજમાં બીજું કોઈ સાધન નથી; તે પણ સારી રીતે ધ્યાનમાં આવશે. આ માટે વધુ વિવેચન કરવા કરતાં શ્રીમદ્દ ભાગવતમાંથી કેટલાક આધારશે અને ટાંકવામાં આવે તો તે અસ્થાને ગણાશે નહિ, એમ લાગવાથી તે નીચે આપ્યા છે. સૂત કહે છે : હે વિદુર ! સાંખ્ય અર્થાત વેદાંત જ્ઞાનનો ઉપદેશ કરવાને માટે સવગુણમય અંશથી પરબ્રહ્મ ભગવાન કપલ રૂપે જમ્યા છે. આ જ્ઞાની લોકોના સ્વામી, સાંખ્યવિદ્યા અર્થાત્ તત્વજ્ઞાનના આચાર્યોમાં અગ્રણી અને કુળની કીર્તિને વધારનારા એવા કપિલ મહર્ષિને નામે ઓળખાશે. કર્દમ ઋષિના પ્રશ્ન ઉપરથી શ્રીકપિલદેવ કહે છે કે, હે મુનિ ! વેદ સંબંધી તથા લોક સંબંધી કાર્યોમાં મારું બોલવું જ સર્વને પ્રમાણ છે. એટલા માટે મેં તમને વચન આપ્યું હતું તે સત્ય કરવા ખાતર આ અવતાર ધારણ કર્યો છે. સંસારની દુષ્ટ વાસનાઓમાંથી છૂટવાને ઇચ્છનારા સામાન્યવર્ગના મંદ બુદ્ધિમાનને આત્મવિચાર કરવામાં જેનો અવસ્થ ઉપયોગ છે એવાં તત્ત્વોની સંખ્યા કરવાને વાસ્તે આ મારે અવતાર છે. આ આત્મજ્ઞાનનો અનાદિ માર્ગ ધણા લાંબા કાળથી નાશ પામી ગયો છે તેને પાડો સજીવન કરવાને માટે મેં આ દેહ ધારણ કર્યો છે. સર્વ કર્મો આત્મરૂપ સમજી આમવરૂપ એવા મને અર્પણ કરવાથી જન્મમરણમાંથી મુક્ત થઈ શકાય છે. આત્મસ્વરૂપ જવાને માટે હું આત્મસ્વરૂપ જ છું એમ સમજી મારી ભકિત કરો, કારણ કે હું દેહધારી નહિ પણ સર્વ પ્રાણુઓને અંતર્યામી સ્વયંપ્રકાશ એ પરમાત્મા છું. એવા મને તમે પોતાના મનથી પાતામાં જ જોઈ શક રહિત થઈ મોક્ષ પામશે. અહંભાવ સહિત સર્વ વાસનાત્મક કમેને જડમૂળમાંથી ઉખેડી જીવન્મુક્તિ પ્રાપ્ત કરાવી આપે એવી બ્રહ્મવિદ્યા હું મારી માતાને આપીશ, કે જેથી તે સંસારમાંથી તરી જશે. (બી ભ૦ કં૦ ૩/૨૪ જુઓ). કપિલના સાંખ્ય સિદ્ધાંત દેવતિનો કપિલને પ્રશ્ન : હું નવવિદ્યાના પાર દેખાનાર મહાત્મા ! દુષ્ટ ઈક્રિયાની લાલસાથી હું બહુ થાકી ગઈ છું, માટે આ દેહાદિકમાં “હું અને મારુ” એવા પ્રકારને આગ્રહ આત્મસ્વરૂપ એવા તમેએ જે જે છે તે મને તમારે જ મટાડે જઈએ, આપની પાસે હું પ્રકૃતિ અને પુરુષનું સ્વરુપ એટલે કે. આત્માનાત્મવિવેક જાણવાની ઇચ્છાથી શરણે આવી છું. આ પ્રશ્ન સાંભળીને શ્રીભગવાન કપિલ કહે છે: મનુષ્યોએ કલ્યાણ માટે બ્રહ્મવિદ્યામાં નિષ્ઠા રાખવી એ જ એક ખરો ઉપાય છે કે મારે સિદ્ધાંત છે. એ બ્રહ્મવિદ્યાથી સુખદુ:ખાદિ તમામ ૬ (ન)નો અત્યંત નાશ થાય છે. | # શાસ્ત્રમાં અને લોકમાં ચાલી રહેલો વ્યવહાર અને તેને ઉદ્દેશ તથા વદના નિયમ અને વિધિવાને ભાવાર્થ સમખવવામાં આવે છે, તેથી અત્રે લેક અને વેદ સંબંધમાં એમ કહેવામાં આવ્યું છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy