SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] यन्मनसा न मनुते येनार्मनो मतम् । [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૮ કલ્પના પણ નથી. પરંતુ જેમ ઘરનું અસ્તિત્વ આકાશ વિના કદાપિ હોઈ શકે જ નહિ અને ઘરમાં રહેવા છતાં પણ આકાશ તો તદ્દન અસંગ હોય છે, તે કદી ઘર હોવાની ઇચ્છા પણ કરતું નથી, તેમ ન હો એમ પણ ઇરછતું નથી અને તેમ કહેવાવાળા કેઈક હશે એવું પણ જાણતું નથી, ઘર પડે ત્યાં રહે તેની સાથે આ આકાશને કંઈ લાગતું વળગતું નથી તેમ આ તત્વનું પણ સમજો. આકાશ જેમ વાયુ આદિ ચારે મહાભૂતો તથા તેમાંના સર્વનું અધિષ્ઠાન છે તેમ આ તત્વ જ સર્વનું અધિકાન છે. તેના સિવાય કશાનું અસ્તિત્વ હોઈ શકે જ નહિ. છતાં તે તદ્દન અલિપ્ત, અસંગ, નિવિકાર, નિરાકાર, અવ્યય, બેપણું એકપણું કિવા તે બેને જાણનારો સાક્ષી ઇત્યાદિ તમામ ભાવોથી રહિત, ફૂટસ્થ, અચળ એવું છે. વાસ્તવિક રીતે તે જયાં વાર્થ, લક્ષ્યાર્થ અને તત્વાર્થ એમ ત્રણેયની મર્યાદા પરિપૂર્ણ થાય છે એવું આ પરમતત્વ છે. એ રીતે તેનું અનિર્વચનીયપણું બતાવવાના ઉદ્દેશથી જ ઉપર બતાવેલી વ્યાવહારિક શબ્દોની રચના તેને માટે શાસ્ત્રકારોએ કરેલી છે એમ જાણવું. એટલે વ્યવહારમાં જેમ ચૂપ થઈ જાઓ, એમ કહેતી વખતે જે ભાવ હેય છે, તેમ આ છે', “નથી” અથવા તેવું કહેનારો “સાક્ષી' ઇત્યાદિ તમામ ભાવો જ્યાં નથી એવા પ્રકારનો નિ:શેષભાવ દર્શાવે એટલો જ તેનો ઉદ્દેશ છે, એમ સમજવું. આ તત્વની કલ્પનાને માટે તેને તત, સત, બ્રહ્મ, આત્મા, ચિતન્ય, ચિદાકાશ, પરમેશ્વર, અક્ષરપુરુષ, ભગવાન, જ્ઞાન, સ્વયંચિત, સમ, મહેશ્વર તુરીય, મહત્વાતંત્ર્યવાન, પરાચિતિ, પ્રકાશનિબિડ, અવ્યય, અમૃતત્ત, આનંદ, બિંદુ, સંવિત, મોક્ષ, શુદ્ધવિદ્યા ઇત્યાદિ નામોની પર્યાય સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. આ “પદ' સંકેતદર્શક હોઈ કેવળ તવાર્થથી જ કલ્પી શકાય તેવું છે અને જ્યારે અંતઃકરણમાં ઊઠતી “હું” “” એવી ર્તિને વિલય થઈ જાય છે ત્યારે જ તે અનુભવી શકાય છે. આ સિવાય બીજી કોઈ પણ રીતે તે સમજવામાં આવતું નથી. આની કલ્પનાને માટે વૃક્ષ એ વૃક્ષાંક ૧ એકમાં તેને નિર્દેશ કરે છે. હવે જેમ આકાશને આ આકાશ છે એમ કહેવું એ પણ તેની પોતાની દૃષ્ટિથી નહિ પરંતુ બીજાની દષ્ટિએ છે, તેમ અનિર્વચનીય એવા આ આત્માને આત્મા એમ કહેવું એ પણ વાસ્તવિક રીતે તેના ઉપર મિથ્યા આરોપ કરવામાં આવ્યો છે. આટલું કલંક પણ તેમાં રહેવા ન પામે તેટલા માટે તેથી પણ પર એવો ભાવ દર્શાવવાના ઉદ્દેશથી આ બ્રહ્મ વા આત્મા (વૃક્ષાંક ૧) ની પણ ઉપર સૌથી આરંભમાં પરમ, પુરુષોત્તમ, પરબ્રહ્મ, પરમાત્મા, ક્ષરાક્ષરથી પર, ઉત્તમપુરુષ ઇત્યાદિ પર્યાય સંજ્ઞાઓ વડે તેને નિર્દેશ કરેલ છે. જેને માટે વૃક્ષમાં “” એવો નિર્દેશ છે (જુઓ વૃક્ષ ૪ માં ). હું ભાવની ઉત્પત્તિ વૃક્ષાંક (૩) ત્રણની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓઃ આકાશમાંથી અકસ્માત જેમ વાદળની કિંવા વાયુની ઉત્પત્તિ થવા પામે તેમ અનિર્વચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧)માંથી આ સર્વ સામાન્ય એવા “હું” ભાવની ઉત્પત્તિ વંધ્યાના પુત્રની જેમ એકાએક વિવર્તરૂપે થવા પામેલી છે. વંધ્યાના પુત્રની જેમ કહેવાનું કારણ એ કે વંધ્યાને કદાપિ પુત્ર હોઈ શકે જ નહિ અને પુત્ર થયો હોય તો વધ્યા જ નથી, તેમ આત્મા (વૃક્ષાંક ૧) માં “હું” એવા ભાવની ઉત્પત્તિ થવી કદી પણ શક્ય જ નથી એ અજાતભાવ બતાવવા પૂરત છે, તથા વિવર્તરૂપે ઉત્પત્તિ થવા પામેલી છે એમ કહેવાનું કારણ એટલું જ કે દોરીને ભ્રમ વડે સર્યું છે એમ જાણવું અથવા પાણીને તરંશ છે કિંવા સુવર્ણને દાગીના છે એમ કહેવું તે વિવર્ત કહેવાય. તેને ઉદેશ તે ફક્ત એટલો જ કે, જેમ દાગીનાને સોનું કિંવા તરંગને પાણી જ કહેવું જોઈએ કેમકે સોનાને કિંવા પાણીને જ અનકમે દાગીના તથા તરંગ એવી સંજ્ઞાઓ આપવામાં આવેલી છે તેમ આત્મા અને હું એ બંનેમાં અભિન્નતા કિંવા એજ્યભાવ બતાવો એ જ એક આશય તેમાં છે. સારાંશ એ છે, જેને આત્મા કહેવો જોઈએ તેને જ “હું” એમ કહેવામાં આવે છે, એવું સમજાવવાનો ઉદ્દેશ જેમાં હેય છે તેને આ વિવત છે, એવી સંજ્ઞા વડે શાસ્ત્રમાં સંબોધેલું છે. આ હું' એ વૃક્ષાંક ૩માં બતાવેલ છે. આને ત્વમ, શુદ્ધ “હું નું પ્રથમનું પ્રતિબિંબ, શુદ્ધ ચૈતન્યને પ્રથમને બાહ્ય આભાસ, અવિદ્યા, મૂળમાય, આદ્યશક્તિ, મહાશ..., સાંખ્યકાર પ્રકૃતિ, વેદાંતીઓ માયા, આવરણ, પ્રથમ મર્યાદા, નિયતિ, મહાતમ, અપરા પ્રકૃતિ, તપસ, તમસ,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy