SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર) પ્રકાશકનું નિવેદન –બીજી આવૃત્તિબક્ષીત પરમપૂજ્ય મહર્ષિવર્ય મહાત્માશ્રી કૃષ્ણાત્મજજી મહારાજશ્રીએ “ગીતાહન વા તન્યાર્થીપિકા) નામક આ પવિત્ર ગ્રંથ લખી જગતને પરમ કલ્યાણકારી સંદેશો આપ્યો છે. “ ગીતાદોહન'ની આ બીજી આવૃત્તિ પ્રગટ કરતાં મહને ખૂબ જ આનંદ થાય છે. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તેમજ પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્મા શ્રીકાત્મ જ મહારાજની કૃપાથી સિદેશ લિમિટેડ આ મહાન વિશ્વવંદનીય, ધાર્મિક બહઈ ધર્મ ગ્રંથનું દ્વિતીય સંસ્કરણ જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી શકે છે. આ માટે પરમકૃપાળુ પરમાત્માને અને બ્રહીત પૂજ્ય સ્વામીશ્રી કૃષ્ણભજઇને હું અનંત આભારી છું. ( ગીતાદહનની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં જ માત્ર ચાર માસમાં એની તમામ નકલે ખપી ગઈ હતી, અને જનતા તરફથી આ પરમ પવિત્ર ધર્મગ્રંથ માટેની સતત માગણીઓ ચાલુ રહ્યા જ કરી. આ હકીકત પરમ પૂજ્ય સ્વામીશ્રીને જણાવતાં તેઓશ્રીએ જતે ખૂબ જ શ્રમ લઈ પ્રથમ આવૃત્તિમાં એમ સુધારા વધારા કરી અમને “ગીતાદહનની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની શુભાશીષસહ સપ્રેમ રજા આપી. આ ગ્રંથની બીજી આવૃત્તિનું કાર્ય શરૂ થયેલું જોયા પછી પરમપૂજય સ્વામીશ્રી બ્રહ્મીભૂત થયા. પૂજ્ય સ્વામીશ્રીના દેહવિલયથી અમને તેમજ તેમના વિશાળ ભક્તમંડળમાં ખૂબજ શોકની લાગણી ફેલાઈ ગઈ અને કાર્ય થોડુંકે વિલંબમાં પડ્યું. ગીતારોહન એટલે વેદનું હદય. આપણા સમગ્ર ધર્મગ્રંથોન દાહન. આ ગ્રંથની ઉપયોગિતા કેટલી બધી છે, એ તો એની પ્રથમ આવૃત્તિ પ્રગટ થયા પછી જ ધર્મપ્રેમી જનતાની સતત માગણી ૫રથી સમજી શકાય તેમ છે. જીજ્ઞાસુઓ જે ધર્મગ્રંથ માટે ખૂબ જ આતુર હતા, એ ગ્રંથ પરમાત્માનીં કૃપાથી આજે ફરી જનતા જનાર્દનના કરકમળમાં રજૂ કરી શકું છું એથી હને અત્યંત આનંદ થાય છે. આ ગ્રંથ તૈયાર કરવામાં મહર્ષિવર્યના શિષ્યો અને હારા સ્નેહી શુભેચ્છકોએ ખૂબ જ શ્રમ ઉઠાવ્યો છે, એ માટે હું સર્વને આભારી છું. અમદાવાદ યોગાશ્રમના સંચાલક શ્રી મનુવર્યજીએ આ બીજી આવૃત્તિનાં પ્ર વગેરે તપાસવામાં પ્રેમપૂર્વક જવાબદારી ઉપાડી લઈ ભક્તિભાવથી જે સેવા આપી છે તે માટે તેમને હું મારી છું. આ ઉપરાંત પ્રફે વગેરે તપાસવામાં શ્રા. પુરુષોત્તમ જીવરામ જોષી, ગેડલ) શ્રો. વિષ્ણુપ્રસાદ નંદલાલ પાઠક, શ્રો. પ્રતાપરાય ઉપાધ્યાય, શ્રો. ગણપતરાવ શંકરરાવ હબલે અને યોગાશ્રમ તથા હરિજન આશ્રમના ભક્તોની સેવા અમૂલ્ય છે. ઉપરાંત શબ્દાનુમણિકાના કામમાં હરિજન આશ્રમના અધ્યાપક વગે” ઘણી મદદ કરી છે, આ માટે હું સર્વેને આભારી છું. શ્રી કૃષ્ણાત્મક વાકસુધા વા સ્વયપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા અને સલાહકાર સમિતિના મુખ્ય સંચાલક અને મહારા મિત્ર શ્રી. નાનુભાઈ ખડભાઈ દેસાઈ એડવોકેટ, તેમજ સમિતિને તેમના સહકાર માટે ખાસ આભારી છું. - ટૂંકમાં આ ગ્રંથના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે અપત્યક્ષ જે જે બંધુઓએ સહકાર આપ્યો તે સર્વને હું અંતઃકરણથી આભાર માનું છું. આ ગ્રંથ તૈયાર કરવા પાછળ “ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ (“સંદેશ લિમિટેડ?)ના કામદાર ભાઈઓએ પણ પ્રેમ અને ઉત્સાહથી કાર્ય આપ્યું છે તેની હું કદર કરું છું. - આ ગ્રંથ તૈયાર કરવા પાછળ શક્ય એટલી ખૂબ જ કાળજી લેવામાં આવી છે તેમ છતાં એમાં કાંઈપણ ક્ષતિએ રહી જવા પામી હોય તે વાચક બંધુઓ ક્ષમ્ય દૃષ્ટિએ જોશે એવી હું આશા રાખું છું. છાપકામની રહી ગયેલી ત્રુટિઓ તરફ મારું ધ્યાન ખેંચવામાં આવશે તે ત્રીજી આવૃત્તિના પ્રકાશન સમયે એ માટે યોગ્ય થશે. - સમસ્ત જનસમાજના કલ્યાણાર્થે પ્રગટ થતે આ બમધ ધાર્મિક અંધ, પરમ પૂજ્ય મહર્ષિવર્ધના એક જ્ઞાનાનધિસમે હાઈ એમની આ કપા પ્રસાદી જનતાને સત્ય માર્ગનું દર્શન કરાવી માનવીને સાચા તવ્યનું જ્ઞાન આપશે એમ હું ચોક્કસ માનું છું. - પરમ પૂજ્ય સ્વામીશ્રીની આ કલ્યાણકારી કપાપ્રસાદી સાદર કરતાં મને આનંદ થાય છે. ભાવિક જનતા આ ધર્મમંથને પ્રેમથી સત્કારશે એવી આશાસક પ૨મ કૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માના ચરગુકમળમાં નમ્ર ભાવે નમન કરી વિરમીશ, * * * લિ. નમ્રસેવક સંવત ૨૦૦૫ નંદલાલ ચુનીલાલ બોડીવાળા વિજયાદશમી ના જયશ્રીકૃષ્ણ મેનેજિંગ ડીરેકટર, તા. ૧–૧૦–૧૯ ') ધી સસ લિમિટ”
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy