SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] તે પ્રાણનો પણ પ્રાણ ને ચક્ષુનું પણ ચક્ષુ છે. [ ૯૩ આત્માને સાક્ષાત્કાર થયા પછી જ જીવ કૃતકૃત્ય અને જ્ઞાતય થઈ જીવન્મુક્ત સ્થિતિને પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે જીવન્મુક્ત સ્થિતિની પ્રાપ્તિ થતાં સુધી તેની દઢતા થવા માટે જે કમ અથવા માગે છે, જેને ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં વેગ -એવા નામથી સંબોધેલ છે, તેના આશ્રયની સાધકને જરૂર હોય છે. એટલે પ્રાપ્તવ્ય યેય જે સુખશાંતિ અથવા જીવન્મુક્તિ તે પ્રાપ્ત થતાં સુધી, આ સર્વ દ્રષ્ટા, દર્શન અને દય; જ્ઞાતા, જ્ઞાન અને ય; કત, કરણ અને કાર્યો વગેરે ત્રિપુટી તથા તે સેવના સાક્ષી આ બધું આમરૂપ જ છે, એવા પ્રકારે નિત્યપ્રતિ જે અભ્યાસનો માર્ગ તેને યોગ એ સંજ્ઞા શાસ્ત્રોમાં આપેલી હોઈ શ્રીભગવદ્ગીતામાં પણ તેને જ અવલંબન કરેલું છે. અર્થાત આત્માના અપરોક્ષજ્ઞાનરૂ૫ બેયની પ્રાપ્તિ થતાં સુધીનો જે પ્રયત્ન, માર્ગ વા અભ્યાસક્રમ તેને યોગ કહે છે. આ રીતના નિશ્ચયાત્મક યોગ વડે આત્મસ્વરૂપમાં સ્થિરતા થઈ ત્યારે જ અર્જુનને મેહ નષ્ટ થયો. એટલે આમાં ભક્તિ, જ્ઞાન, કિવા કર્મોદિ સાંપ્રદાયિક અથવા પ્રચારાત્મક ઝઘડાઓ વધારનારા યોગનો સંબંધ નથી, પરંતુ આત્મરવરૂપની પ્રાપ્તિ કરાવી આપવી એ જ ગીતાનું અંતિમ ધ્યેય હેવાનું સ્પષ્ટ થાય છે અને તે થેયને સમજાવવાને માટે ભગવાને શાસ્ત્રમાન્ય એવી આચાર્યપદ્ધતિનું અવલંબન કરેલું છે. | ગીતામાં કર્મગ કે પ્રારબ્ધવાદ? ગીતા અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને માટે જ કહેવામાં આવેલી છે એમ કહેનારાઓ અ૦ ૧૮ લેક ૫૯ થી ૬૧ તથા અ. ૧૧ શ્લોક ૩૨ થી ૩૪ તરફ લક્ષ આપે. તેમાં તે પ્રારબ્ધવાદની નિશ્ચિતતા બતાવેલી છે. મિથ્યા અહંકારનો આશ્રય કરીને જે તે હું યુદ્ધ નહિ કરું એમ માનતા હોય તે તારું તેમ માનવું તદ્દન નિરર્થક છે. જો કે તું મોહ વડે યુદ્ધ કરવા ઇચ્છતો નહિ હશે, તે પણ પરવશ થઈને તારો સ્વભાવ જ તારી પાસે યુદ્ધ કરાવશે. કારણ જેમ કેઈ મનુષ્ય યંત્ર ઉપર ગોઠવેલી લાકડાની પૂતળીઓને નચાવે તેમ ઈશ્વર સર્વ ભૂતના હદયમાં રિથત રહી તેઓને નચાવી રહ્યો છે. આ વિવેચન શું સૂચવે છે? આમાં તે નિયતિ કિવા પ્રારબ્ધવાદની તદ્દન સ્પષ્ટતા કરેલી છે. તેથી અજુન યુદ્ધ કરવાનું છોડીને ભાગી જશે અને તેથી તેને યુદ્ધ કરવા લગાડ જ જોઈએ, એવી સહેજ પણ ભગવાનને ચિંતા હોય એમ દેખાતું નથી. ઊલટું તેઓને તે પાકી ખાતરી જ હતી કે આ તો આને સ્મશાનવૈરાગ્ય ઊપજેલ છે. નિયતિના નિયમાનુસાર તે યુદ્ધ કરવાનો જ છે, પરંતુ તેને મોહ ઊપજેલો હતો તેથી તે મેહની નિવૃત્તિને અર્થે આત્મજ્ઞાન આપી આવેલી સંધિને યોગ્ય ઉપયોગ કરી લીધો છે. આ રીતે ભગવાનની આય” લીલાના એકંદર પ્રસંગેનો વિચાર કરતાં ભગવાનનું ધ્યેય કેવળ એક ભગવદ્ગીતાના પ્રસંગ ઉપરથી પ્રવૃત્તિનું હતું અથવા ઉદ્ધવગીતા ઉપરથી નિવૃત્તિનું હતું અથવા તેમના આયુષ્યના જુદાજુદા પ્રસંગમાં તેમનું ધ્યેય જુદું જુદુ હતું એમ ઠેરવવું વધુ પડતું ગણાશે. પરંતુ અધિકાર તથા પ્રસંગે વિશાત ભિન્ન ભિન્ન જિજ્ઞાસુઓને જેવી તેમની તયારી અને યોગ્યતાનો વિચાર કરી પ્રત્યાદિ શાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણેની કોઈ પણ વ્યક્તિને આશ્રય કરી તદનુસાર તત્ત્વબોધ જોઈ એ એ જે શાઅનિયમ છે તે નિયમનું પાલન જ તેમાં થયેલું જોવામાં આવે છે. કિરણશ ૩૫ આત્મજ્ઞાન પ્રાપ્તિને અનુકૂળ પ્રસંગ આત્મજ્ઞાનને બોધ આપવાને માટે પ્રસંગ પણ અનુકુળ હોવો જોઈએ, જયાં સુધી મનુષ્ય વ્યવહારમાં મિથ્યા અહંકાર ધારણ કરીને કાર્યો કરે છે, ત્યાં સુધી તેને માટે આત્મજ્ઞાનને ઉપદેશ નિરર્થક નીવડે છે. તે તેને કદાપિ ગળે ઊતરતો નથી, પરંતુ પ્રત્યેક મનુષ્યને પોતાના જીવનવ્યવહાર દરમિયાનમાં આયુષ્યમાં કેટલાક એવા પ્રસંગે આવે છે કે જ્યાં તેને અહંકાર ઊતરી તેટલા સમયને માટે તે તે તદ્દન નિર્ગવ, દીન અને ગરીબ થઈ શોકસાગરમાં ડૂબી જઈને કરગરી પડે છે. આવે વખતે તેના મેહની નિવૃત્તિને માટે આત્મજ્ઞાન વગર બીજું કોઈ પણ સાધન હોતું નથી. અજુનના જીવનમાં આ પ્રસંગ તેવા પ્રકારનો જ હતો. તેની સ્થિતિ તેવા પ્રકારની અત્યંત દીન થઈ ગઈ હતી. તે સમર્થ અને શરીર હો હતા, જગતમાં તેના જેવો
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy