SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] જે શ્રેત્રનું શ્રોત્ર, મનનું મન, વાણીની પણ વાણી છે; [ ૯૧ સમજે કે આગગાડી ન હોય અને બળદ, ઘોડા વગેરે સાધનો જ ભાર વહેવામાં ઉપયોગ થતો હોય તે તેઓની દષ્ટિએ સાંપ્રત કાળમાં ચાલતો તમારાં સર્વ વ્યવહાર ખોટો જ ગણાશે, કારણ કે જે પાછલો ઇતિહાસ માટે આજે અમે ઠેરવીશું તે રિથતિ ભવિષ્યમાં અમારા કાર્યોની પણ થશે, તેનો વિચાર દીર્ધદષ્ટિવાળા બુદ્ધિમાને જ કરે ! સારાંશ, આમ ખોટી શંકાઓ તથા નિરર્થક વિચાર પરંપરાનું કંઈ પ્રયજન જણાતું નથી. શું ગીતા એ નવલકથા છે કે રૂપક છે? કાળની ગતિ સાથે જગતમાં હંમેશાં સર્વત્ર પરિવર્તન થયા જ કરે છે. પાંચ દશ વર્ષ પૂર્વેની પરિસ્થિતિ સાથે આજની પરિસ્થિતિની તુલના કરશો તો જણાશે કે તેમાં પણ કેટલું બધું પરિવર્તન થવા પામેલું છે. તો પછી શમારે પાંચ હજાર વર્ષો પૂર્વેની રિથતિને આજના જગતની પરિસ્થિતિ સાથે સરખાવવાનો પ્રયત્ન કરનારાઓને ખરેખર અજ્ઞાનીઓ જ કહેવા પડશે, વળી જે કઈ આ પ્રસંગને નવલકથા અથવા રૂપક લેખતા હોય છે તે સમજી શકશે કે નવલકથા એ એક લેખકના મનની ક૯૫ના છે. તેવી ક૯૫નામાં પ્રત્યક્ષતાની અથવા અનુભવની ગંધ પણ હોતી નથી, તે તે રૂમ અથવા મનોરાજ્યની પેઠે નિરર્થક હોવાથી તે બદલ ઊહાપોહ કરવાનું પણ કંઈ પ્રયોજન રહેતું નથી. તેને માટે તે ફક્ત પોતપોતાની દૃષ્ટિએ તે વિચારો સારા અગર નઠારે છે એટલું માનીને જ દરેકે સંતોષ માનવો જોઈએ. જેમ દરેકને પોતપોતાના મને રાજ્યના હક કાયમ હેય છે તેમ આની પણ સ્થિતિ થાય. તેમાં કોઈ એકબીજા ઉપર ટીકા કિવા આક્ષેપ કરી ન શકે. કારણ મૂળમાં તે તે એક લેખકની કલ્પના અને તે ઉપર બીજી અનેક અટકળો કરવી, એ તો વખત ન જતો હોય તેવાઓને શેખચલ્લીના વિચાર જેવી કામગીરી ગણાય, કારણ કે તે થકી અનુભવરૂ૫ ફળની નિષ્પત્તિ થાય એ સંભવિત નથી. આવી રીતની શંકાઓ કરવી એ પોતાનું કાર્ય વિસરી જવા સમાન છે. તાત્પર્ય કે મહાભારત તે ઐતિહાસિકગ્રંથ હોઈ તેમાં ઉદ્ભવેલ પ્રસંગ પણ વ્યવહાર દષ્ટિએ યોગ્ય જ છે. આમાં શંકા જેવું કંઈ નથી. ટીકાઓથી અભ્યાસકેમાં થયેલો ગભરાટ આ ભગવદ્દગીતામાં કર્મ, જ્ઞાન, યોગ, સાંખ્ય કે ભક્તિ ઇત્યાદિ માર્ગો પ્રતિપાદન કરેલા છે. તે ઉપર ટીકાકારોના વિચારો જોતાં ગીતાના અભ્યાસ તથા જિજ્ઞાસુઓને અભ્યાસમાં મદદરૂપ નીવડવાને બદલે ઊલટી તેઓને ગભરાટમાં મૂકી દે તેમ છે. તેમાં વળી અનુભવીઓના વિચારોમાંથી તસ્વાર્થ શોધન કરવાને બદલે બિનઅનુભવીઓ એટલે અનુભવ વગરના લૂખા તર્કવાદીઓ પિતાની સંશયનિવૃત્તિ થવાને બદલે સંશયરૂપ વમળમાં સપડાઈ સાથે સાથે ઇતરોને પણ તેમાં ડુબાડતા ગયા છે. વળી જેઓ કર્મ, વેગ, ભક્તિ, સાંખ્ય કિવા જ્ઞાન ઇત્યાદિ માગે ભિન્ન ભિન્ન છે એમ સમજે છે, તેઓને રવાનુભવ કેવા પ્રકારને હી, તેની કપનો તો તત્ત્વજ્ઞાનના અનુભવીએ જ જાણી શકે. કારણુ, અનુભવ વગરના લૂખા તકવાદીઓ દુરાગ્રહથી પોતપોતાને મત જ શ્રેષ્ઠ છે એમ પ્રતિપાદન કરવામાં મિથ્યા વિતંડાવાદ કરે છે, જે ખરેખર દયાને પાત્ર જ લેખાય. આપણે સરળ અને સયુક્તિક પદ્ધતિ દ્વારા વિચાર કરી દુરાગ્રહ રહિત થઈ ગીતામાંથી તત્ત્વદહન કરવું જોઈએ. કિરણાંશ ૩૪ નિવૃત્તિ કે પ્રવૃત્તિ માર્ગ? શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ માટે પ્રોત્સાહન આપેલું છે અને તે માટે આત્મજ્ઞાનરૂપ સાધનને આશ્રય લીધો છે. બીજી બાજુ એ જ શ્રીકૃષ્ણ ભગવાને પરમ ભક્ત ઉદ્ધવને સંન્યાસધર્મને ઉપદેશ આપેલ છે (જુઓ ભાગવત સ્કંધ ૧૧). આ રીતે બંનેને જુદો જુદો ઉપદેશ આપવાનું શું કારણ? તેના સમર્થનમાં કદાચ એમ કહેવામાં આવે કે અર્જુન ક્ષાત્રતેજ સંપન્ન હેઈ યુદ્ધ માટે તૈયાર થઈ ઉભેલો ક્ષત્રિય હતા તથા ઉદ્ધવ પિતાના કૌટુંબિક પૈકીને યાદવ હતા તેથી તેમ કર્યું હશે, પરંતુ આ ઉત્તર કાંઈ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy