SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] અતિશય કલ્યાણકારી એવું જે પેાતાનુ ચૈતન્યસ્વરૂપ છે તેને હું જોઈ રહ્યો છું. [૭૫ વિચાર્યું" કે આ મોટા પડિત તેા છે, પણ એમણે વાંચીને વિચાયુ નથી; એવા વિચાર કરી તેણે ધીરેથી કહ્યું કે, મને લાગે છે કે એવા ચેાગ આવવાની આપને માટે હજી વાર છે. બ્રાહ્મણના મનમાં ક્રાધ ઉત્પન્ન થયા, પરંતુ તેણે મનમાં વિચાયું કે આપણી ખરાબર તૈયારી નથી એવી રાજાની ભાવના થયેલી હેાય એમ લાગે છે. તે ફરીથી એક વખત ભાગવત જોઈ ગયા અને રાજા પાસે જઈ ને કહ્યું કે મેં ફરીથા જોયું તે મારી ભાગવત સંભળાવવાની પૂ તૈયારી છે, એમ મને લાગ્યું. રાજા ખેાલ્યા, મને હજુ સંશય છે, મારી ખાતરી થશે ત્યારે હું તે પ્રમાણે કરીશ. બ્રાહ્મણને મનમાં ધણા ક્રોધ આવ્યા કે મારું ભાગવત સાંભળ્યા પહેલાં જ રાજા આવા આગ્રહ ધારણ કરે છે, પણ પાતે વિચારવાન હોવાથી ક્રોધ શમાવી ફરીથી રાજાના ગૂઢ વચનને વિચાર કરવા લાગ્યા, તેા તેને તેમાંનું સાચુ રહસ્ય જણાઈ આવ્યું. પોતે એકાંતમાં બેસીને આત્માના અપરેક્ષ અનુભવ પ્રાપ્ત કર્યો. સત્ર સમભાવના થઈ. તે લેાકામાં નિત્યપ્રતિ ભક્તિ અને પ્રેમથી ભાગવતની કથાનું પાન કરાવતા, આમ પેાંતે નિષ્કામ બની કેવળ જગતકલ્યાણને માટે કાઈની પાસેથી એક પાઈની પશુ અપેક્ષા રાખ્યા સિવાય ભાગવતનેા સાચેા અ` કે “ સર્વ ભૂતમાત્રમાં સમાનતા પ્રાપ્ત કરવી, સર્વ ભૂતાનું હિત એક આત્મસ્વરૂપમાં જ સમાયેલુ' છે, અહંકારથી રહિત થવુ, કાઈ તે દુ:ખ દેવું નહિ, ફસાવવું નહિં, તેમ જ સત્ય, અહિંસા, અસ્તેયાદિ ગુણાને આશ્રય કરવા ત્યાદિ છે.” તે વડે લેાકાને સન્માર્ગે વાળવાને પ્રયત્ન કરતા હતા. સમદર્શી, જીવન્મુક્ત મહાત્મા તરીકે તેની કીર્તિ સર્વાંત્ર ફેલાઈ, પરંતુ તેથી તેને તેા કઈ હ ન હતા. આમ હશે!કાદિથી રહિત બની સમતા પ્રાપ્ત કરેલા તે આત્મસાક્ષાત્કારી જીવન્મુક્ત મહાત્માની કાતિ રાજાને કાને પહેાંચી. તેએ મહાત્માના દર્શને ગયા અને તેમને કહ્યું' કે, મહાત્મન! હવે આપ કૃપા કરીને મારા ઉપર અનુગ્રહ કરીશ. મહાત્મા માલ્યા, હે રાજન! મારી આ સ્થિતિને માટે તા તમેા પાતે જ કારણરૂપ છેા. તાત્પર્યં કે, જ્યાં સુધો અનેક પ્રકારના ઝઘડાએ ચાલે, લેાકેા પાસેથી પાતાના સ્વા` સાધવાની વૃત્તિ અંતઃકરણમાં, હાય, કુટુંબનું પાલનપેાષણ કરવા માટે જ શાસ્ત્રાને ઉપયેગ થતા હાય, જેએની અંદરખાનેથી વાસના નષ્ટ થયેલી ન હોય, તેવાએ શાસ્ત્ર સમજ્યાના ગમે તેટલા દાવા કરે તે તે એક શાસ્ત્રવ્યાપાર જ કહેવાય. શાસ્ત્રને ખરા અર્થ તે તે જ સમયેા છે કે જે ઉપર કહ્યા પ્રમાણે સમવૃત્તિમાં સ્થિર થયા છે. આ જ તમામ શાસ્ત્રનું સાચું રહરય સમજ્યાનું ચિહ્ન છે. આ પ્રમણે મે ક્રમે ક્રમે નિત્યપ્રતિ શાસ્ત્રનાં ચૌદ વિદ્યાનાં પ્રસ્થાના કે જેને અંતર્ભાવ વેદનાં મહાવાકયેાના અમાં જ થાય છે, એવે સર્વ શાસ્ત્રના સારરૂપ તત્ત્વાર્થી, દૂધમાંથી જેમ માખણ કાઢવામાં આવે તેમ પ્રસ્તુત સમયે જગમાન્ય થયેલી ભગદ્ગીતાને નિમિત્તરૂપ બનાવી, તમામ શાસ્ત્રાનુ દહન કરી સાત અહારાત્ર અને આ સૂર્યોદય સુધી તે વૈક સભા વચ્ચે પ્રકટ કર્યો હતેા. તસ્માત્ હું સગૃહસ્થેા ! આ ઉપરથી ભગવદ્ગીતામાં કયા યેાગ છે અને તેનેા શા ઉદ્દેશ છે તે તમે। હવે સારી રીતે સમજી શક્યા હરોા, માટે ખાટા વાદવિવાદ છેડી દઈ સમતા પ્રાપ્ત કરશે! એટલે જ ગીતાના સાચા અર્થ તમે। બરાબર સમજ્યા છે. એમ કહી શકાશે. હે રાજન! આ રીતે કહી તેઆને શાંત કર્યાં. આ મુજબ મેં તમારા પ્રશ્નોના ઉત્તરી કથા. હવે અમારે હિમાલયના પ્રવાસે જવાનેા વખત થવા આવ્યેા છે. કિરણાંશ ૨૯ લેાકેાની જિજ્ઞાસા રાજા માલ્યા, મહાત્મન! આપની અમૃતતુલ્યવાણીથી તૃપ્તિ થતી નથી. જોકે અમારા સર્વ સંશયેા છેદાઈ ગયા છે, પરંતુ વિષ્ણુલેાકની સભામાં ભગવાનની પ્રેરણાવશાત્ ભગવદ્ગીતા કે જે આજકાલ લેાામાં વધુ પ્રચારને પામેલી છે, તેને નિમિત્તપ કરીને તેના આધારે સર્વ વેદ, વેદાંગાદિ વિદ્યાના ચૌદ પ્રસ્થાના કે જે સર્વાંના શાસ્ત્રસજ્ઞામાં સમાવેશ થાય છે, તે દ્વારા વેદનાં મહાવાક્યાને સાચે સદેશ આપે દૈવી પ્રેરણા તથા ભગવાનની આજ્ઞા અનુસાર પ્રકટ કરવાના છે તે સર્વ જાણુવાની અમારી બધાની તીવ્ર પૃચ્છા છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy