SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] હે પૂષા, એક, સૂર્ય, પ્રાજાપત્ય ! રસ્મિન સમૂહ છે તે જ તમારું વાસ્તવિક રૂપ છે; [ ૭૩ પ્રથમ મેલને વધારે મહત્ત્વ આપવું પડે છે. જે મેલ સાફ હોય તો જ મનુષ્ય આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ગુદાકારને મોઢાનું કામ સુપ્રત કરવામાં આવે તો તે વડે કદી આરોગ્ય પ્રાપ્ત થવું શકય નથી; તેમ જ ના સંબંધમાં પણ સમજે. આ હલકું કામ છે અને આ ભારે છે એ વ્યવહાર મિથ્યા હોઈ તે બંનેની દષ્ટિએ હિતાવહ નથી, પરંતુ બંનેનો વિનાશ કરાવનારો છે. ખાવાનું કામ સારું અને મેલ કાઢવાનું ખરાબ એમ જે કહેવામાં આવે તો એમ બને કે સારું નરસું કહેનાર મનુષ્યો ગુદાદ્વારને કાપી નાખે, અથવા તો બંધ કરી દે. તેમ જ નાકમાંથી લીંટ. કાનમાંથી પરુ, મોઢામાંથી કફ અને લાળ વગેરે નીકળે છે એ બધું ખરાબ ગણાય અને જે તે બિનજરૂરી હોય તે ખરાબ કહેનારે તે બધાંને નાશ કરી નાખવો જોઈએ અને જો આમ થાય તો પછી તે પોતે જ પોતાનો વિનાશ કરી લે. આટલું બધું સ્પષ્ટ અને નિત્યપ્રતિ અનુભવમાં આવનારું તત્ત્વ પણ સામાન્ય જનો ન સમજે અને જે વર્ણ તથા આશ્રમાદિ વ્યવસ્થાને વિનાશ થાય તો પછી સર્વ સમાજ જરૂર નષ્ટ થાય. સમાજ નષ્ટ થતાં દેશ નષ્ટ થાય અને દેશ નષ્ટ થતાં આખા રાષ્ટ્રને પણ વિનાશ થાય, તેમાં નવાઈ શી? અર્થાત જેણે તેણે પોતપોતાની મર્યાદામાં રહી વર્ણાશ્રમોચિત સ્વધર્માનુસાર પ્રાપ્ત થયેલાં કર્મો મનમાં સહેજ પણ રાગદ્વેષાદિને સ્પર્શ સ્વા નહિ દેતાં અત્યંત દક્ષતાપૂર્વક, અતિશય સંતેષ, ઉલ્લાસ અને આનંદથી કરવાં, એ જ ઔદ્યોગિક, ભૌતિક, રાષ્ટ્રીય તથા ધાર્મિક ઉત્કર્ષ અને આત્મોન્નતિનું મુખ્ય બીજ છે, તથા તે તો જ્યારે ઉપર કહ્યા પ્રમાણે મનુષ્યો પોતાનું માનસ કેળવીને સમતા પ્રાપ્ત કરે તો જ સાધ્ય કરી શકે છે. સમતાની પ્રાપ્તિ થવી એ જ ધર્મને ઉદ્દેશ છે વ્યવહાર, પ્રપંચ, રાજકીય અથવા ધાર્મિક સંબંધમાં જે જે વિતંડાવાદ આજે જગતમાં ચાલી રહેલા ) જોવામાં આવે છે તે સર્વનું મૂળ બીજ તે ભગવાને કહેલા સ્વધર્મ પાલનની અશકિામાં છે. એટલે કે સર્વાત્મભાવ રાખી વ્યવહારમાં જેમને જે જે પ્રાપ્ત કિવા અપ્રાપ્ત થાય તેમાં તેણે સંતોષ રાખવો એવા પ્રકારને સમતારૂપ જે ધર્મ તેનું પાલન કરવાની માનવીઓની અશકિત એ જ વિખવાદનું બીજ છે. આ ઉદ્દેશથી જ, દરેક શાસ્ત્રી અને શાસ્ત્રકારે, પોતપોતાના વિધર્મનું પાલન કરે, તે વડે જ ખરું શ્રેય પ્રાપ્ત થઈ શકે છે, એમ કરીને કહી રહ્યા છે. પરંતુ લોકો તેનો ખરો ભાવાર્થ નહિ સમજતાં ધર્મનો મુખ્ય ઉદેશ છે એકતા પ્રસ્થાપિત કરવાનો છે તેને બદલે કેવળ દેહાધ્યાસ અને વિષયવાસનાઓનું પોષણ કરવું એ જ એક કાર્ય છે એમ સમજીને કઈ પણ પ્રકારે દેહને સુખી કર તથા તેને કાયમને માટે ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો, એટલું જ સમજે છે. આમ રાતદિન દેહને સંભાળવા જતાં મનની પરિસ્થિતિ તે એટલી બધી ચંચળ થાય છે કે એ લોકો બિચારા એક ક્ષણવારને માટે પણ કદી શાંતિ મેળવી શકતા નથી અને આવી વિહવળ અવસ્થામાં જ બાપડા આખી જિંદગી વિતાવી છેવટે ઇચ્છા નહિ હોવા છતાં પણ નાઈલાજે મૃત્યુને શરણ થાય છે. વાસનાને લીધે વળી પાછું શરીર ધારણ કરે છે અને તેને સાચવવાને માટે આખી જિંદગી પ્રયત્ન કર્યો જાય છે અને પુનઃ મરે છે. આમ નિત્યપ્રતિ તેઓ જન્મમરણના ચક્કરમાં ફસાયા જ કરે છે અને અનેક દુઃખો ભોગવે છે, પરંતુ પાછલા જન્મનું ભાન નહિ હોવાથી જાણે નવું જ શરીર લીધું હોય એમ દરેક વખતે : II. સમજે છે. આમ સાચું રહસ્ય નહિ સમજતાં કરોડો જન્મો માનસિક શાંતિથી રહિત અને આધિ, વ્યાધિ વડે વ્યાકુળ એવા આ દેહને જ સુખી કરવાના મોહમાં ફસાઈને ખોટા ખોટા ઝઘડાઓ, વિતંડાવાદો અને કેવળ સ્વાર્થ સાધવાની વૃત્તિ રાખીને આ સારું, આ નઠારું, હું મેટે, તું નાનો, આ પ્રિય, આ અપ્રિય, આ શત્રુ, આ મિત્ર, આ મારો, આ પારકો ઈત્યાદિ પ્રકારની રાગદ્વેષાદિ દૈત ભાવનાને જ વધાર્યા કરે છે. આમ દરેક પોતપોતાની મૂઢ વૃત્તિ પ્રમાણે ધર્મશાસ્ત્રને અર્થને બદલે અનર્થ કરી લે છે અને તેને જ અર્થ સમજીને વિતંડાવાદમાં અને ઝઘડાઓમાં પોતાનું આખું આયુષ્ય ગુમાવે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy