SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતદેહન] તે વિનાશ (અવ્યક્ત)થી મૃત્યુને તરે ને વ્યક્તથી અમૃતત્વ (આત્મા)ને મેળવે છે. [૬૭ બાજુએ ત્રિલેક્સજનની શ્રી લક્ષ્મીજી બિરાજેલાં હતાં. ઉપર ઝરૂખાઓમાં તેત્રીસ કોટિ દેવતાગશે, દેવીઓના સમૂહો અને ગંધ, અપ્સરાઓ, સિહો, ચારણ વગેરે વિમાને સહ હતા. હીરા, માણેક આદિ રત્નોના દીવાઓ ઝળહળતા હતા. ભગવાનની ડાબી બાજુએ સનકુમાર, વામદેવ વગેરે અવધૂતો અને તેમની પાસે જ મારું સ્થાનક હતું. નજીકમાં જોઉં છું તો સાવીઓ તથા શ્રીમત્ શંકરાચાર્યજી, જ્ઞાનેશ્વર મહારાજ, કબીરજી, તુકારામ, નામદેવ વગેરે બધા કળિયુગમાં અવતીર્ણ થયેલા સંતે ! આ બધાંનાં દર્શન થયાં. તેમને બધાને પણ ભેચ્યો અને પુનઃ આસન ઉપર બેઠે. હું અને ભગવાન મેં વિનયપૂર્વક ભગવાનની પ્રાર્થના કરી. દેવાધિદેવ! મારા આગમનથી આપના ચાલતા વિષયમાં વિક્ષેપ થયો તે માટે હું આપની તથા આ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો તેમ જ સર્વ સભાસદોની ક્ષમા ચાહું છું. ભગવાને કહ્યું, તમે આવ્યા તે ઘણું સારું થયું, કેમકે અમે તે જ વિચાર કરી રહ્યા હતા. જુઓ, આ પાસે બેઠેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સામે પહેલી હારમાં બેઠેલા મારા અંશરૂપ એવા આ બધા ભરદ્વાજ, અંગિરા, ગર્ગ, મરીચિ, ભૃગુ, ક્રતુ, ભાર્ગવ, પુલરત્ય, અગસ્ત, સત, પરાશર, હારિત, ગૌતમ, સાંખ્ય, મૈત્રય, ચ્યવન, જમદગ્નિ, ગાર્ગ્યુ, ભારદ્વાજ, કશ્યપ, કાર્ય, માર્કંડેય, કપિંજલ, શાંડિલ, અત્રિ, શાકુનેય, શૌનક, આશ્વલાયન, સાંકૃત્ય, પરીક્ષક, દેવલ, ગાલવ, ધૌમ્ય, કામ, કાત્યાયન, કાંકાયન, વેજપાય, કુશિક, હિરણ્યાક્ષ, ગેલાલી, શરમા, ગેભિલ, કૌશિક, ખાનસ, વાર્તા બલ્ય, પુલહ, વાત્મક, સુમતિ, ભૂલગિરા, સંવતંક, પ્રમતિ, દમ, બહસ્પતિ, શુક્ર, ધ્રુવ, દુર્વાસા, રેજો, યકિત, વિત, પૂલાક્ષ, શિમલાક્ષ, કવ મેધાતિથિ, કુદશ, સુધન્વા, એક્ત, નિતંબુ, તુંબર, ભુવન, શતાનંદ, અકૃતવણ, બલિ, હનુમાન, શુક, વસા, વિશ્વામિત્રાદિ મહાઓ; સનકુમાર, દત્તાત્રેય, વામદેવ વગેરે અવધૂત; સ્વાયંભુવાદ મનુએ; નારદાદિ દેવર્ષિ અને જનતાદ રાજર્ષિએનાં સ્વરૂપે હું પોતે જ પ્રથમ યુગમાં લોકોને મારા સાચા પરમ સવરૂપનું જ્ઞાન આપવાને માટે પ્રકટ્યો હતો. તેમ જ મચ્છ, કચ્છ, વરાહ, અને નૃસિંહ એવા ચાર અવતાર વડે મેં જ નિયતિના નિયમોનું પાલન કર્યું હતું. બીજી હારમાં બેઠેલા બધા બીજા યુગમાંના પૃથુ વગેરે રાજર્ષિ, દેવર્ષિ અને મહષિઓ છે. એ યુગમાં મેં વામન, પરશુરામ અને રામ એ ત્રણ રૂપે અવતાર ધારણ કર્યા હતા અને ભૂભાર ઉતાર્યા હતા. ત્રીજા યુગમાં તો ત્રાજી હારમાં બેઠેલા બધાપે હં જ અવતર્યો હતો અને શ્રીકૃષ્ણાવતારે મેં દેવકીના ઉદરે જન્મ લીધો તથા ભૂભાર ઉતાર્યો અને મારો બીજો અંશ નરરૂપ એવો અજુન હતો, તેને નિમિત્ત કરીને મેં જ તેને ઉપદેશ કર્યો. વળી મારા અંશ, પ્રચંશ એવા રાજર્ષિ, મહર્ષિઓ તો હતા જ, છતાં મારે તે ઉપદેશ જાણે અર્જુનના ફાયદાને માટે જ ન હોય! તેમ અર્જુનને તે ફાયદાકારક થયે; પરંતુ બીજાઓને તે તે એક લડતડી કરવાના કારણભૂત થયો. અર્જુનને મોહ તે નષ્ટ થયા, પરંતુ બીજાઓ તો ઉલટા વધારે મેહમાં ફસાઈ પડ્યા. અરે ! જુઓ કે તમારી પાસે જ હમણાં કેવો તુમુલ વાદવિવાદ ચાલુ હતો તે શું ભૂલી ગયા? ભગવાનનું આ વચન સાંભળીને હું તે તદ્દન વિસ્મિત થઈ ગયો અને મનમાં વિચાર્યું કે ભગવાન સર્વવ્યાપી કહેવાય છે તે વાત તો સાચી. મેં નમ્રતાથી કહ્યું કે, ભગવાન ! એ તો આપની માયાનો પ્રભાવ છે. ભગવાન બોલ્યા, માયા માયા કહીને આ મૂઢ લકે મારી પાસેથી દુઃખ જ માગી લે છે, વાસ્તવમાં માયા છે જ ક્યાં ? મેં કહ્યું ભગવાન ! આપે જ કહ્યું છે ને? ભગવાને કહ્યું, હા. પણ માયા એટલે તે અવિદ્યા અને અવિદ્યા એટલે જે કાંઈ છે જ નહિ તે. જેમ વંધ્યાપુત્ર, શશશૃંગ વગેરેને વ્યવહારમાં શો અર્થ? તેટલો જ માયાનો ! તેમાં તો વળી માયા, માયા કરીને લોકો ગભરાય છે શાના? તે જ વિષય આજે સભામાં ચર્ચાઈ રહ્યો છે. જીએ, પેલા ત્રીજી હારમા ડાબી બાજુએ સવર્ણના સિંહાસન ઉપર પાતળા શરીરના શ્યામ વર્ણવાળા અને સફેદ દાઢીવાળા જે બેઠા છે તે જ મારા અંશરૂપ એવા વ્યાસાચાર્યજી છે. એમાં પૃથ્વી ઉપરથી તમારી પહેલાં જ આવેલા છે, કેમકે તેમણે રચેલાં પુરાણ, ઉપપુરા તથા ઉત્તર મીમાંસાદિ ધર્મશાસ્ત્રોમાં આવતાં વન ખરાં છે કે ખેટાં છે એ ઝધડો મટાડવા માં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy