SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા થયાં હરદ્વારમાં કુંભમેળા વખતે તપસ્વી ગુરુભાઈઓએ વીરજી હામ કરાવી પરમહંસ સન્યાસીની દીક્ષા આપી. ભકિતમાર્ગમાં સંપૂર્ણ થઈ અજાચક વ્રત લઈ તેઓશ્રી ભારતની પગપાળા યાત્રાએ નીકળ્યા. અનેક તીર્થો ચાર ધામ, કૈલાસ, માનસરોવરની યાત્રા કરી, નર્મદાની પરિક્રમા કરી. અનેક મહાત્માઓ, સંતે જેવા કે મહારાષ્ટ્રમાં શ્રી ટેઓ મહારાજ (શ્રી વાસુદેવાનંદ સરસ્વતી), દક્ષિણ ભારતના મહાન સંત શ્રી નિત્યાનંદજી મહારાજ, ઉત્તર પ્રદેશના ખ્યાતનામ સંત શીરોમણી શ્રી દેવરીયા બાબા, ગુજરાતનાં અઘોરી પંથના ભગવતી ઉપાસક શ્રી બાળનાથ, આબુના શ્રી નાથજી બાબા તેમ જ રાજસ્થાનમાં શ્રી હેમપુરીજી મહારાજ સાથે સાથે એ સત્સંગ કર્યો અને તેઓએ સ્વામી શ્રી ચરણગીરીજીને યોગ્ય સ્થાન અને માન આપ્યાં. ૫, શ્રી કૃષ્ણાત્મજજી મહારાજે પોતાના ૮૪ રજવાડાના ગુરુપદને વહીવટ આપે હોવા છતાં, આબુ – ગીરનારમાં રહેવા માટે સરસ સ્થાને હોવા છતાં શ્રી વાળીનાથ અખાડા પ્રત્યેની નાનપણની અનન્ય શ્રધ્ધા હોવાથી અહીં વર્ષમાં બે મહીના રહેવાનું’ રાખ્યું હતું, સતત ૩૦ વર્ષ સુધી તેઓશ્રીએ શ્રી વાળીનાથ અખાડાનાં મહંત શ્રી બળદેવગીરીજીને સહકાર આપી ( શ્રી વાળીનાથ અખાડાની ) સેવા કરી. પાતળી ગીર વર્ણ, સહેજ ઉચી કાયા, પાણીદાર આંખે, સફેદ આછી દાઢી, નિર્ભય ચહેરે, ચાલમાં સ્કૂર્તિ, તત્કાલ નિર્ણય, નિર્ણયને ક્રિયામાં ઢાળવાની દઢતા, ચેમ્બુ હૃદય, સ્પષ્ટ વાણી આવી વ્યકિતત્વ ધરાવતા સ્વામી શ્રી ચરણગીરીજીને બધાં “અવધૂતજી” કહીને બોલાવતા હતા. અવધૂતજી એટલે દઢ નિષ્ઠાનું મૂર્તિમંત સ્વરૂપ પિતાના ઈષ્ટ દેવને બીલીપત્ર, દુર્વા, દૂધ, મધ વિગેરે ચઢાવવાનું હેય એટલે ઢગલાબંધ બીલીપત્ર, દુર્વા વગેરે મંગાવી, અત્યંત ભાવથી એક એક બીલી ત્યા દુર્વા ચઢાવતા હોય ત્યારે તેમના રોમરેમથી ઈષ્ટદેવ પ્રત્યેની અનન્ય નિષ્ઠા ઝળહળતી દેખાતી-કીડીઓના નગરાં પુરવાના હોય ત્યારે પાંચ-પાંચ દસ-દસ મણ લેટ, તેટલી ખાંડ થા ઘી ભેળવીને ખેતરની વાડે વાડે ફરીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ કીડીએને નગરાં પુરતા. કોને ટાઈમ છે આજે? નવરાત્રિમાં દીવાઓ કરવાનાં હેય તે અવધૂતજી ચોખા ઘીના ડબ્બાઓના ડબ્બા ખરીદે. દીવાઓની દીપમાળાઓ કરે. દેરીએ દરીએ, સમાધિએ સમાધિએ જાતે જઈને દીવાઓ કરે અને પછી કહે કે “આપણે દીવાઓ કરવા જનમ્યા છીએ દીવાઓ ઓલવવા નથી જમ્યા. દીવો કરશે એને દી રહેશે અને જે દીવા ઓલવશે તેમના દીવા લાવશે.” તેમની સરલ સહજ વાણી હદયની સંસરી નીકળી જાય. કેટલું સત્ય ! ધવસત્ય ! તેમના જીવનમાં ડગલેને પગલે પ્રભુનિષા, ધર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાના દર્શન થયા કરતાં. ૧૯૭૩ માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડે ત્યારે સૂઈગામ વિસ્તારમાં દંતાલીના પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજની પડખે ઊભા રહી દુષ્કાળ પીડિતેને અન્નક્ષેત્ર દ્વારા અન્ન પૂરું પાડવામાં, દવાખાના મારફત દવાઓ પહોંચાડવાની અનન્ય સેવાઓ બજાવી હતી. આટલું બધું કર્યા પછી પણ પ્રસિધ્ધિનો જરાય મોહ નહિ. બધું શ્રી કૃષ્ણાર્પણ છે! કામ કરીને ભૂલી જવાનું. આવું હતું તેઓશ્રીનું અનાસકિતનું પ્રત્યક્ષ સ્વરૂપ વિવાદાન-અન્નદાન કરવા તેઓશ્રી સતત તત્પર રહેતા અને સર્વેને એજ માર્ગે જનતા દરીદ્રનારાયણની સેવા કરવાને સદ-ઉપદેશ આપતા. સ્વામી શ્રી ચરણગીરીજીના જીવનકાળ દરમિયાન જે જે સેવકગણ તેમના પરિચયમાં આવ્યાં તેમણે ધન્યતા અનુભવી છે. તેઓશ્રી સ્વભાવે નમ્ર, પ્રેમાળ, નિરાભિમાની, કેમળ હદયવાળાં, કમગી, ધર્મને જાણવાવાળા દિવ્ય વિભૂતી હતા. અને સર્વેને આત્મ કલ્યાણને માગ દેખાડી ગયા. વસુધવ કુટુંબકમની ભાવના પ્રગટ કરી ગયા. સેવકના કલ્યાણ સિવાય તેમને કેઈ સ્વાર્થ ન હતે. હંમેશા સાચુ માર્ગદર્શન આપતા રહયા અને સેવકેને શ્રદ્ધાવાન બનાવ્યા. એમના જીવનમાં નાના-મોટા અનેક સેવક સંપર્કમાં આવ્યા હશે. દરેકને સમદષ્ટિથી પ્રેમ આપી દિવ્ય જીવન જીવવાને રસ્તો દેખાડે છે. તેઓશ્રી અનેક વિધિઓ અને શાસ્ત્રો જાણતા હતા, તે આધારે સેવકગણને ત્યાં શાસ્ત્રોક્ત યજ્ઞો અને તેનું રહસ્ય સમજાવ્યું. તેઓશ્રીનું મોટામાં મોટું કાર્ય સેવકગણે માટે એ હતું કે સેવકેના હદયમાં આપણું ધર્મ માટે પ્રધાનો અખંડ દીપ પ્રગટાવ્યું. ચિત્તશુદ્ધિની આવશ્યકતા સમજાવી અને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy