SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] તતો મૂળ વ તે તમો ચરુ વિચાચાનતા છે . [ ઉપાસનાકાષ્ઠ રિ૦ ૧૭ ટૂંકમાં એ કે, જે શાસ્ત્રકારોએ આને ગૃહસ્થાશ્રમ કહેવો એવો વ્યવહારમાં નિર્ણય કરી આપ્યો છે અને એ આધારે જ અમો ગૃહસ્થાશ્રમી છીએ એવું આજે તમારા લકે કહે છે, તે શાસ્ત્રકારોએ જ સંન્યાસાશ્રમના ધર્મ અને કર્મની રચના કરેલી છે. તમે કહો છો તે કાર્ય તે ગૃહસ્થાશ્રમી પણ કરી શકે તેમ છે, તેથી તે માટે સંન્યાસાશ્રમનો કે ભગવાં પહેરવાની કોઈ જરૂર નથી. વળી એ જ શાસ્ત્રમાં ગૃહસ્થાશ્રમની મર્યાદા પચાસ વર્ષની ગણાય એવું નિયત કરેલું છે. છતાં આ સંયમ નહિ રાખનારા વિષયેચ્છુઓ તે ઉંમર પછી પણ વિષયોમાં રચ્યાપચ્યા રહીને પોતાને ગૃહસ્થાશ્રમી કહેવરાવે છે તે ખરેખર શરમની વાત છે, કેમ કે આને ગૃહસ્થાશ્રમ કહેવો એવું જે શાસ્ત્રકારોએ ઠરાવ્યું છે તેની મર્યાદા તે પચાસ વર્ષની ઉંમર પૂર્ણ થયે પૂરી થાય છે. કારણ કે આશ્રમ એ તે ઉંમરની સંખ્યા સાથે સંબંધ રાખે છે. તે તમે હવે સારી રીતે જાણી શકશે કે પચાસ વર્ષ પછી કોઈ પિતાને ગૃહસ્થાશ્રમી કહેવરાવવા માગે તો તેને ખરેખર ગધાશ્રમી યા પાશવીય આશ્રમી કહેવો પડશે. કારણું તદ્દન સ્પષ્ટ જ છે કે, પોતાને ગૃહસ્થાશ્રમી કહેવરાવવાનો અધિકાર શાઅદષ્ટિએ તે તેમને પહેચતો નથી. આ વાત તે કોઈ પણ બુદ્ધિમાનને દુરાગ્રહ છોડીને કબૂલ જ કરવી પડશે. આથી સંન્યાસાશ્રમનો ઉદ્દેશ એ સ્પષ્ટ થાય છે કે આત્મવરૂપ એવું જે ઉચ્ચતર પેય તે સાધ્ય કરવાનું કાર્ય ગૃહસ્થાશ્રમમાં કરી શકાયું નહિ તેથી એ ઉચ્ચતર ધ્યેયને સાધ્ય કરવાને માટે જ સંન્યાસાશ્રમની વ્યવસ્થા શાસ્ત્રમાં કરેલી છે. શાસ્ત્રકારો તેને કહે છે કે “ આ ગૃહસ્થાશ્રમોચિત થતાં સર્વ કર્મો તો હવે આ ગૃહસ્થાશ્રમીઓ કરશે, તે માર્ગ દ્વારા સાચી સુખશાંતિ મેળવવા તમે અશકા નીવડ્યા છે. માટે તમારે હવે આત્મોન્નતિ કે સાચા સુખશાંતિનો માર્ગ છે તે ધ્યેયની પ્રાપ્તિ કરવાના ઉદ્દેશને માટે આ બધાનો ત્યાગ કરવો જરૂરી છે. માટે હવે જીવનનિર્વાહ ચલાવવાને જરૂર પૂરતાં અન્નવસ્ત્રાદિ સિવાય વધુ કશાની પણ અપેક્ષા નહિ રાખતાં આકાશવૃત્તિ રાખી સ્વપુરુષાર્થ વડે સાચા ધ્યેયને પ્રાપ્ત કરી લે અને તેને અનુભવ લઈ નિષ્કામ બની પછી ગૃહસ્થોને પણ સાચા માર્ગે જ દોરે. પરંતુ જ્યાં સુધી યેયપ્રાપ્તિ થઈ શકે નહિ ત્યાં સુધીને માટે તો તમારે ફકત શરીરનિર્વાહથી વધુ કાંઈ પણ ગ્રહણું કરવું નહિ.” એવો સંન્યાસધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. એટલામાં ઉતરવાનું સ્થળ આવ્યું તેથી તેઓએ આભાર સાથે વિદાય લીધી. કિરણશ ૧૭ સંન્યાસાશ્રમ શા માટે? સ્વામીજી ! જે ધ્યેયને માટે સંન્યાસ ધારણ કરવામાં આવે છે, તે ધ્યેય છેડી દઈ સાધતાના સ્વાંગમાં ગ્રહસ્થાશ્રમમાં કરવા યોગ્ય એવો વ્યવહાર કરે ઈષ્ટ ગણાય નહિ. પરંતુ આજકાલ તો સંન્યાને અર્થે ભગવાં પહેર્યા કે કૃતકૃત્યતા થઈ એમ માનવામાં આવે છે તથા ધ્યેયને બાજુ ઉપર મૂકી કિંવા તદ્દન ભૂલી જઈ કઈ આશ્રમની ભાંજગડમાં, તે કઈ લેકેને બોધ આપવા નીકળી પડે છે, તે કઈ મંદિરો બાંધવા ઇત્યાદિ બિનજરૂરી અને આશ્રમધર્મની વિરુદ્ધ એવા શાસ્ત્રવિહેણું માર્ગનું અવલંબન કરી દીન જેવા થઈને બિચારા આ નામધારી સંન્યાસીઓ ઠેર ઠેર લેકેની પાસે યાચના કરતા જોવામાં આવે છે, તે ખરેખર દયાને પાત્ર છે. સ્વામી મહારાજ ! પ્રથમ તે એવી પ્રથા હતી કે, શિષ્ય ગુરુને ત્યાં ભણવા રહેતા ત્યારે પોતે ભિક્ષા માગી લાવે અને ગુરુને આપે. તેમાંથી ગુરુ જે આપે તેનું જ તે ભક્ષણ કરતા હતા. પરંતુ આજકાલ તો શિષ્યોનાં પેટ ભરવાની કાળજીમાં ગુરુ જ બાપડો ઘેરઘેર ભિક્ષા માગે છે. સારાંશ, પ્રથમ શિષ્યને ભણવાની પડી હતી અને હવે તે ગુરુઓને ભણાવવાની પડી છે. વસ્તુતઃ તે શિષ્યોને ભણાવવાને સ્તુત્ય ઉદ્દેશ પણ તેમાં હોતા નથી, પરંતુ આ માર્ગ વડે પિતાનો દ્રવ્યરૂપ સ્વાર્થ સાધવા ઉપરાંત અંદરખાને લેકષણની ભયંકર તુણું કિવા ઉન્માદ હોય છે. ઉપરથી તે તે ભલે ના કહે પરંતુ અંદરખાને તે એવું હોય છે; માટે આપે આપના આશ્રમના આદર્શ સંબંધે જે વાત કરી તે તે લોકોમાં પ્રચાર કરવાના એક સાધનરૂપ જ લેખાય
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy