SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] વેનીલ વરમ ગરમ - [ કપાસનાકા કિર૦ ૧૪ તે આ ઇત્યાદિ રૂપે ભાપતી તમામ દસ્થ જાળમાં પણ સર્વત્ર પોત પોતાના એક ઈષ્ટ દેવતાનું સ્વરૂપ જ જોવું આ પ્રકારની અખંડ એકધારી ભક્તિનું નામ જ અવ્યભિચારિણી ભક્તિ છે. અર્થાત કૃષ્ણના ઉપાસકે રામ, દેવી, ગણપતિ દાદિના મંદિરમાં પોતાના ઉપાય શ્રીકૃષ્ણ ભગવાન જ તે તે દેવરૂપે બિરાજેલા છે એમ જેવું. તે પ્રમાણે જ રામ, વિષ્ણુ, શિવ ઇત્યાદિના ઉપાસકોને માટે ૫ગુ, સમજવું. એકલા મંદિરો યા દેવતાઓમાં જ આ પ્રમાણે પોતાના ઇષ્ટ દેવતાની ભાવના કરવી એમ નહિ, પરંતુ હાલતાં ચાલતાં, શ્વાસ લેતાં, સુંઘતાં જે કાંઈ જોવામાં આવે, સાંભળવામાં આવે, શરીર, વા |ી અને મન વડે જે જે કાંઈ કર્મ કરવામાં આવે તે તમામ વ્યવહાર કરતી વખતે બવે પોતાના એક ઈ દેવ જ વ્યાપેલા છે, એવી રીતના દઢ નિશ્ચયપૂર્વક સર્વત્ર એક જ ભગવાન ની ભાવના કરવી. આ રીતે ઉપાસના કરતાં કરતાં જ્યારે સાધક પિતા સહ સર્વ ભાવોને સમૂળ ભૂલી જાય છે, ત્યારે તેને સર્વત્ર પોતાના એક જ ઈષ્ટ દેવતાનાં પ્રત્યક્ષ રીતે સગુણ સ્વરૂપે દર્શન થવા પામે છે. વાસ્તવિક આ નિણ ગુ. નિરાકાર એવા ભગવાન જ ઉપાસકની દઃ ભાવનાવશાત ઉપાસ્ય દેવતારૂપે પ્રગટ થઈ તેને સાક્ષાત દર્શન આપે છે. આ રીતે સગુણ સાક્ષાત્કાર થવાથી નિર્ગુણ એવો આ એક ચૈતન્યન પરમાત્મા જ ભિન્ન ભિન્ન રૂપે શી રીતે થવા પામે છે, તે રહસ્ય સાધક સારી રીતે સમજી શકે છે. આમ ઉપાસના કરતાં કરતાં તેને સમુગુ અને નિર્ગુણ આ રીતે બંને પ્રકારનો સાક્ષાત્કાર થાય છે. આમ થતાં દુરાગ્રહ વડે થતા તમામ ઝઘડાઓને તકાળ બંત આવી જાય છે અને તેનાં તમામ સંકટો દૂઃ બે વગેરેનો સદંતર નાશ થઈ તે નિત્ય-પ્રતિ અનંત સુખસાગરમાં નિમમ થઈ જાય છે, કાર ગુ સ્પષ્ટ જ છે કે ભગવદ્દર્શન થયા પછી ન્યૂનતા શી રહે ? નાના મોટા દેવતાઓના ઝઘડાએ કયાં છે ? આ પ્રમાણે ઉપાસનાનો મુખ્ય હેતુ છે, પરંતુ આજકાલ તો તે ભૂલાઈ જવા પામેલો છે તેનો ઉપયોગ આપસઆપસમાં ઈર્ષા, વેર, વૈમનરય, ઝઘડાઓ ઈત્યાદિ વધારવા તરફ જ થઈ રહેલ જોવામાં આવે છે. તેનો દુરુપયોગ કરનારા આ અજ્ઞાની ઓ સમજી શકતા નથી કે અમુક ભગવાન મેટા અને અમુક નાના, એ પ્રમાણેના ઝઘડાઓ જેના આધારે કરવામાં આવે છે તે તમામ પુરાણાદિ શાસ્ત્રોના કર્તા તે શ્રીમદ્ વેદવ્યાસાચાર્યજી એ જ એક વ્યક્તિ છે. તેમણે અઢાર મુખ્ય પુરાણ, અઢાર ઉ૫પુરાણો બ્રહ્મસૂત્ર (ઉત્તરમીમાંસા), મહાભારત ઈત્યાદિ અનેક પ્રથોની રચના કરેલી હેઈ વિમાં વિષ્ણુનું, શિવમાં શિવનું, ભાગવતમાં કૃષ્ણનું દેવીમાં દેવીનું ઇત્યાદિ દરેક પુરાણમાં તે તે દેવતાના મતનું વર્ણન કરેલું છે, તે વર્ણને વાંચી તથા તેને આધાર બતાવીને જ આ પિતાને ઉપાસક કરાવનારા દુરાગ્રહીઓ ઝઘડાઓ વધારે છે. પરંતુ તેઓ સમજતા નથી કે જેને આધારે આ બધા ઝઘડાએ કરવામાં આવે છે તે સમગ્ર પુરાણાપપુરાણના કતો તે કામ કષ્ણ પાયન મહર્ષિ વેદવ્યાસાચાર્યજી પોતે એક જ વ્યક્તિ છે. કદાચ આ બધાં મહાભારતાદિ પુરાણ પુરાણ,* તથા બ્રહ્મસૂત્ર (ઉત્તરમીમાંસા) વગેરેના કર્તા જે જુદા જુદા હોત તો જેઓ તત્વને સમજી શકતા નથી પરંતુ દુમિમાનથી કેવળ વ્યક્તિને જ પ્રાધાન્ય આપી ઝઘડાઓ વધારે છે તેવા પોતાને વિદ્વાન સમજનાર મૂર્ખાઓને છે અઢાર પુરાણના નામે : (૧) બ્રહ્મ (૨) પદ્ય (૩) વિષ્ણુ (૪) શિવ (વાયુ) (૫) ભાગ ત (૬) નારદ (૭) માકડય(૯) અગ્નિ (૯) કવિધ્ય (૧૦) બ્રહ્મ (૧૧) લિંગ (૧૨) વરાહ (૧૩) સ્કંદ (૧૪) વ.મન (૫) કર્મ (૧૬) મય (૧૭) ગરુડ અને (૧૮) બ્રહ્માંડ. આને મુખ્ય પુરાણે કહે છે. મુખ્ય પુરાણેમાં સ”, વિસર્સ, નિસર્ગ, વૃત્તિ સ્થિાન, રક્ષા (પેષણ), મન્વત, વંશ અને વંશજોનું ચરિત્ર (જેમને ઈશ્વરાંશથી અવતાર થયે હેય તેમનું ચરિત્ર સમજવું આને ઈશાનુથા પણ કહે છે), સંસ્થા (નિરાધ”. મુક્તિ, હેતુ (ઊતિ) અને અપાશ્રય એ દશ વિષયે હોય છે; અને જેમાં સર્ગ, વિસર્ગ, શ, વંશજોનું ચરિત્ર તથા મનંતર એ છે પાંચ વિષે મુખ્ય હોય તે અ૫ કિંવા ઉ૫પુરાણ સમજવું. તેનાં નામે (1) સનતકુમાર (૨) સિંહ (3) નંદિકેશ્વર (નંદી) (૪) શિવધર્મ (શિવ) (૫) દુર્વાસા (6) ભારતીય (૭) કપિત (૮) માન(મનુ) ()શના (શુક્ર) (૧૦) વરુણ (૧૧) કલિક (૧૨) વસિષ્ઠ (૧૩) બ્રહ્માંડલિંગ [મહેશ્વર)(૪) સાંબ (૫) સૌર (સૂર્ય) (૧) પારાશ? (વ્યાસ) (૧૭) મારીચ [આદિત્ય) અને (૧૮) ગંગા (વિષ્ણભાગવત) પુરાણ. કેટલેક સ્થળે આ પુરાણેનાં નામોમાં પણ છેડે પાઠભેટ મળી આવે છે. કૌસમાં આપેલાં નામો દેવી ભાગવતમાંનાં છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy