SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] તેને મેહ કે અને શોક કેવો ! કેમકે તે સર્વત્ર એકપણાને જ જોવાવાળા છે. [ ૩૭ કોઈપણ પ્રકારને અપવાદ રાખીને પણ તે કાલે ખાતરીથી રહેશે જ, એમ કહી શકાય નહિ. મરણને માટે વ્યવહારમાં ગણાતું મોટું નિમિત્ત પણ કાંઈ કરી શકતું નથી અને એકાદ નિમિત્ત અતિક્ષુદ્ર છે એમ સમજવામાં આવે તો તે તેને બચાવી શકે તેમ પણ નથી. જુઓ કે વ્યવહારમાં જેને માટે લોકોએ તદન આશા છેડી દીધી હોય તે દીર્ધાયુષી થયાનું જણાઈ આવે છે તથા જેને માટે શતાયુવીની કલ્પના કરવામાં આવી હોય તે એક ક્ષણ માત્રમાં જ હૃદય બંધ પડતાં રામશરણ થઈ જાય છે. બિચારાએાએ આખી જિંદગીપર્યત મહામહેનતે મેળવેલી સંપત્તિ વગેરેમાંથી એક તણખલું પણ સાથે લઈ જઈ શકાતું નથી. આ રીતે દેહની અશાશ્વતતા સ બંધે તમારા લક્ષ્યમાં આવ્યું હશે. વ્યવહારમાં પણ જુઓ કે હંમેશ નજર આગળ હોય તેવી વસ્તુઓ પણ વખત ઉપર ધ્યાનમાં આવતી નથી, અર્થાત સમય ઉપર ભૂલી જવાય છે, એવો દરેકનો અનુભવ છે. તો પછી આખો જન્મારો જેનો કી અભ્યાસ થયો ન હોય તે ભગવાનનું સ્મરણ અંતકાળે એકદમ શી રીતે ધ્યાનમાં આવી શકે? એટલા માટે એક ક્ષણ પણ જવા નહિ દેતાં નિયતિ ભગવાનનું નામસ્મરણ કરવું જોઈએ એમ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ આ પ્રમાણે છે. નામસ્મરણથી થતું પ્રાયશ્ચિત્ત એવો નિયમ , કે મનુષ્યો કાયા, વાચા અને મન વડે જ્ઞાત કિવા અજ્ઞાત રીતે જે જે કર્મો કરે છે, તે સર્વ કર્મોનાં ફળે કર્મ કરનાર જીવાત્માને જ ભોગવવાં પડે છે. વિચાર કરો કે તમે વાણીથી જે બોલે છે, મન વંડ જે સંકલ્પ કરો છો, તે બધાં કર્મોનું શું થાય છે? તે કયાં ગયાં? ઇત્યાદિ બાબતોનો કદી વિચાર સરખો પણ કરો છો ખરા કે? તે આ અંતરાળમાં એટલે પૃથ્વીથી આકાશ વચ્ચેનો જે પિકળ ભાગ છે તેમાં જઈ આ પાંચ મહાભૂતોના મિશ્રણ વડે ધીરે ધીરે અનાયાસે જ ઘનીભાવ એટલે સ્થૂળભાવને પ્રાપ્ત થાય છે અને પકવ થયેલાં તે કર્મફળ યથાસમયે જીવાત્માને પૂલ શરીર વડે ભેગવવાં પડે છે, તેમ જ મૃત્યુ પછી પણ સ્વર્ગનરકાદિ ફળ ભોગવવાનો પ્રસંગ આવે છે (મહાકાલ પુરુષ વર્ણન કિરણશ કી તથા ૩૨ જુઓ). આથી મૃત્યુ પહેલાં જ તે ટાળવાને યત્ન કરવો જોઈએ. એકાંતતા, સ્ત્રીનું સ્મરણ, કીર્તન, કીડા, જેવું, છાની વાત કરવી, સંકલ્પ કરવો, નિશ્ચય કરવો, અને સંજોગ એમ આઠ પ્રકારનું મિથુન કહેવામાં આવેલું છે, તે થકી દૂર રહેવું તેનું નામ બ્રહ્મચર્ય. મનને નિગ્રહ, દાન, સત્ય, પવિત્રતા, અહિંસા વગેરે) યમ, નિયમ, અને જપતપાદિ વડે શ્રદ્ધાળુ અને આત્મોન્નતિ ઈચ્છનારા ધર્મવિદો આ મન, વાચા અને શરીર વડે થતાં કર્મોનું પ્રાયશ્ચિત કરે છે. વાસ્તવિક રીતે આત્મસાક્ષાત્કાર એટલે રમાત્માનું અપરોક્ષ જ્ઞાન એ જ સર્વ કર્મોનું ખરું પ્રાયશ્ચિત્ત છે, પરંતુ જ્યાં સુધી તેમ થતું નથી ત્યાં સુધી જેમ પથ્ય (પરેજી) સહ ઔષધ ખાનારો મનુષ્ય રોગમાંથી ધીરે ધીરે મુક્ત થાય છે તેમ આત્માનું અપરોક્ષ જ્ઞાન થતાં સુધી નિયમ પાળનાર મનુષ્ય પણ પોતે રાગદ્વેષાદિથી ધીરે ધીરે મુકત થાય છે. પરંતુ સર્વ સાધારણ મનુષ્યોને માટે આ રીતે ચાલવું એ ઘણું કઠણ હોવાથી હંમેશાં કેવળ જપ કરતા રહેવાથી પણ આ બધાનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. જો કે ફક્ત અંતકાળે કોઈપણ ઉદેશથી ભગવાનનું નામ લેવ માં આવે તો પણ કાર્ય સિદ્ધ થાય છે, અને સંબંધે અજામીલ જેવા મહાન પાપીનો ઉદ્ધાર થયાનું ઉષ્ટાંત તે શાસ્ત્રસિદ્ધ જ છે; પરંતુ અંતકાળે ભગવાનનું નામ મુખમાં આવવું એ તો ઘણું જ દુષ્કર છે. આથી એક પણ ક્ષણ નહિ ગુમાવતાં નિત્યપ્રતિ નામસ્મરણ કરવાની જરૂર છે. કિરણાંશ ૪ શ્રદ્ધાથી જ દયેય માટે થાય છે પ્રશ્નઃ શું કેવળ શ્રદ્ધાથી જ ધ્યેયની પ્રાપ્તિ થાય છે જે અમેએ સમજી લેવું ઉત્તરઃ શ્રદ્ધા સંબંધમાં તે ઉપર જે વર્ણન આપ૩ માં આવ્યું છે તે પૂરતું છે; છતાં આ સંબંધે એક દષ્ટાંત કહું છું. એક રાજા શિવના પરમ ઉપાસક તા. ગામથી થોડે દૂર જંગલમાં એક શિવલિંગ હતું. ત્યાં તેઓ દર સોમવાર, પ્રદેવ, શિવરાત્રિ વગેરે પણીના સમયે જતા હતા અને ઘણા ઉપચાર વડે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy