SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] જે આ મુજબ સર્વભૂતાને આત્મામાં જ જુએ છે [૩૧ હૃદયમાં સાંભળ્યા; તેથી તેને કૃતિ પણ કહેવામાં આવે છે. એ અવેદ, યજુર્વેદ, સામવેદ ઇત્યાદિથતિને જ લોકહિતાર્થે શિષ્ય પરંપરા વડે પ્રવૃત કર્યા છે. તે પૈકી શ્વેદના મંત્રોને ઋચાઓ, યજુર્વેદના મંત્રોને યજુષો અને સામવેદના મંત્રોને સામે કહે છે. આ બધા વૈદિક મંત્રો કહેવાય છે. આ સિવાય પુરાણાદિમાં બીજે જે આપવચનરૂપ મંત્ર છે તે બધા તાંત્રિક મંત્ર કહેવાય છે. યજ્ઞાદિ કાર્યોમાં આ ત્રણ વેદ મુખ્ય છે, અને ચોથો અથર્વવેદ છે, તેમાં અર્થશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, યંત્રતંત્રાદિ વિવિધ વિદ્યાઓ વગેરેનો સમાવેશ પણ થાય છે. આ ચારેનાં ચાર મુખ્ય વાકયો છે, તેને મહાવાકયો કિવા ચતુપદાથે એમ પણ કહેવાય છે. સર્વ આપવાના સારનો સમાવેશ આ ચાર મહાવાકોમાં જ થઈ જાય છેઃ (૧) પ્રજ્ઞાનં ત્રણ (વે) (૨) ૬ (૬), (૩) તાવમfસ (સામવેદ), તથા (૪) મામા ઘા (બધા). આ ચાર મહાવા ચારે વેદનાં મુખ્ય વાક છે. એ જ સર્વનું કર્તવ્ય, પ્રાપ્તવ્ય અને જ્ઞાતવ્ય છે. આ અંતિમ ધ્યેય હોઈ તેની પ્રાપ્તિને અર્થે જ ઈતર તમામ વિધિ અને નિયમવાકયો રચાયેલાં છે. અર્થાત વર્ણાશ્રમાદિ ધર્મોની ઉત્પત્તિ ઉપર્યુક્ત જયની પ્રાપ્તિને માટે જ તેઓએ કરેલી છે. માટે તે પ્રકટ કરનારાઓ જ સાચાં આપ્ત હેતેમનાં વચનો ઉપર વિશ્વાસ રાખવાથી બાળક જેમ માતાપિતાના વિશ્વાસ ઉપર ધાસ્તી વગરનો કિવા નિર્ભય થઈને રહે છે તેમ આ આખો કિવા સજજોએ બતાવેલા ધર્મોનું પાલન કરીને મનુષ્યોએ નિર્ભય થઈ રહેવું જોઈએ. આજકાલ માનવામાં આવતું કર્તવ્ય અવિચાર એ જ મહાન આપત્તિ છે. આજકાલ તો આસોના વાકયમાં અવિશ્વાસ રાખી કૃતિશાસ્ત્રના આધાર વગર પોતાના મનમાં આવે તેમ ફાવે તેવા કુતર્કો કરવા તેને જ કર્તવ્ય માનવામાં આવે છે. આવા કતરૂપ વિષયની વાલા સર્વત્ર પ્રસરેલી હોવાથી આ આખું જગત મૂછિનું બનેલું છે. પોતાને મોટા મોટા બુદ્ધિશાળી સમજનારાએ અને અગ્રણીઓ પણ મિથ્યા અભિમાન વડે આ કુતરૂપી મેહમાં ફસાઈ અંધ બનેલા છે, તો પછી દતરની તો વાત જ કયાં રહી? તેઓથી આત્મહિતનો સાચો માર્ગ એળખાતો નથી અને તેથી તેઓ ભળતે માર્ગે જાય છે તથા ફરીફરીથી અંધની માફક મેહમાં ભટકાયા કરે છે. આમ જગતમાં બધા લોક કલ્યાણની ઈરછા વડે જ કર્તવયરૂપી ઝેર પીને મૂછિત થવાને લીધે અંધ બની ગયા છે. તેઓને આત્મહિતનો સાચો માર્ગ જડતો નથી અને મિથ્યાભિમાનને લીધે સાચો માર્ગ ઓળખવા જેટલી બુ તેમનામાં હેતી નથી. આ રીતે તેઓ પોતાની જાતે જ પોતાના વિનાશને નેતરે છે, એટલું જ નહિ પરંતુ પિતાની સાથે અનુયાયીઓને પણ વિનાશ કરાવે છે. માટે આ અવિચારનો ત્યાગ કરીને પરમ શ્રદ્ધાવડે યુક્ત થઈ આમ એવા મહષિ અને બ્રહ્મનિટ મહાત્મા પુરુષોનાં વાકયો ઉપર નિશ્ચલ વિશ્વાસ રાખીને ધ્યેય પ્રાપ્ત કરી લેવું જોઈએ. આ રીતની શ્રદ્ધા એ જ આત્મોન્નતિનું મૂળ હે તેવી શ્રદ્ધા જ પરમેશ્વરનાં સાક્ષાત દર્શન કરાવી આપવા સમર્થ છે. રાજન ! શ્રદ્ધા સંબંધે એક પ્રસંગ કહું છું: બેબડું બોલવું માતાપિતા સમજે છે કોઈ એક સમયે એક મોટા શહેરની અંદર જવાનું થયું. જેમને ત્યાં મુકામ હતા તે સદગૃહસ્થને ત્યાં એક વયોવૃદ્ધ ગૃહસ્થ નિત્યપ્રતિ ભકિતભાવ વડે રોજ ભગવદ્ગીતાને પાઠ નિયમપૂર્વક કરતા હતા. એ ગૃહસ્થને ત્યાં એક વિદ્વાન મહેમાન આવ્યા. તેઓ પોતે સંસ્કૃતના સારા અભ્યાસી હતા. તેઓ આ ગૃહસ્થને પાક અશદ્ધ થતો જોઈ તેમને સુધારવાના ઉદ્દેશથી દરરોજ લાંબો સમય તેમની સાથે ગાળતા હતા, પરંતુ નિલ અભ્યાસ પડી જવાથી તેમ જ વયોવૃદ્ધ હોવાને લીધે પાઠક પતે તે ભૂલી જતા અને બીજે દિવસે વળી પાછા અશુદ્ધ પાઠ જ ચાલું રાખતા. આમ દરરોજ લાંબો સમય બંનેની રકઝક ચાલ્યા કરતી. આ રીતે પાંચ છ દિવસો થઈ ગયા. બીજી બાજુએ ઘરની સર્વ મંડળી મહેમાનો માટે ખોટી થઈ બેસી રહેતી, રંતુ મહેમાન પાઠ પૂરો થાય ત્યારે જ સ્નાન કરી પછી નિત્યકર્માદિ કરતા. આથી ઘરમાં બધાંઓને વગર કારણે ખાટી થવું પડતું. આમ છ સાત દિવસ તે વીતી ગયા અને પાઠ તો પાડો અશુદ્ધ જ રહ્યો, આથી એક દિવસે મેં સહેજ કુતૂહલથી મહેમાનને કહ્યું, “કાકા સાહેબ! કેમ છે? તો જ આટલી બધી મહેનત કરે છે તે શું આ ગૃહસ્થને પાઠ શુદ્ધ થયો કે?” તેમણે તત્કાળ કહ્યું. “મહારાજ! હું છું * I E FE
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy