SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ) તે આ સર્વની અંદર પણ છે ને સર્વની બહાર પણ સર્વત્ર તે જ વ્યાપેલું છે. [ ર૯ શ્રીમંત અથવા ગરીબમાં ગરીબ પણ શેર બશેર અન્નથી વધુ ખાઈ શકશે નહિ. જીવન ટકાવવાને માટે જાડું પાતળું અને; અંગ ઢાંકવા પૂરતું એકાદ વસ્ત્ર તેમ જ નાનું સરખું ઘર બસ છે. પરંતુ જગતમાં જીવન ટકાવવાને બહાને સર્વ લોકોને જે આ બધા પ્રયત્ન ચાલી રહેલો વ્યવહારમાં જોવામાં આવે છે, તે ખરેખર જીવન નિભાવવાને માટે હેતો નથી; પરંતુ ઉપર બતાવેલો પુત્ર, ધન અને લોક-પરલોક વગેરેની અભિલાષાઓ સેવીને ફાલતુ વિષયોનો સંગ્રહ કે જેની જીવનને માટે કિંચિત્માત્ર પણ જરૂર છેતી નથી; તેવા પ્રકારના નિરર્થક વિષયો, આપ આપસમાં કળ અને બળ વડે એકબીજા પાસે યુક્તિપ્રયુકિતથી પડાવી લેવાને માટે જ ચાલી રહ્યો છે. જગતમાં જીવનને નામે આપસઆપસમાં અંદરખાને ચાલી રહેલી આ ઈમ્પ્રવૃત્તિઓ અને તેવી વૃત્તિઓ સંતાપવાના ઉદ્દેશ વડે ઉપરથી લોકોનું હિત તથા કલ્યાણ કરવાની ભાવના દાખવી પિતાનો વાર્થ સાધનારા હિતેચ્છુ ગણતા ઠગારાઓને પ્રસ્તુત કાળમાં રાફડો ફાટેલો જોઈને મનુષ્યોની આ પશુ કરતાં પણ અધમ વૃત્તિઓને માટે વિચારશીલ અને બુદ્ધિમાનને તેઓ માટે દયા ઉપજ્યા વગર રહેશે નહિ. આ ઈર્ષા બોર તથા સ્વાર્થ સાધવામાં જ અંધ બનેલા સંગ્રહીઓ ધર્મનાં બંધનોને ફગાવી દઈને પોતાની મનરી રીતે, જગતનું કલ્યાણ કરવા નીકળી પડ્યાનો દાવો કરે છે, પણ તેમનો એ દા તદ્દન નિરાધાર હોય છે. તેઓએ ધર્મને અભ્યાસ કરેલો હોતો નથી જેથી મનરી રીતે જગકલ્યાણનો ઈજારો તે એ પિતાનો હોવાનું માની બેસે છે; પરંતુ વાસ્તવમાં તો તે એક પ્રકારનો દંભ છે. કારણ કે જે મહષિઓએ બતાવેલાં સાચાં ધમંતોનું પાલન થાય તે પછી અંતરમાં રડેલો પોતાનો સ્વાર્થ શી રીતે સાધી શકાય? એટલા માટે બહારથી લોકકલ્યાણને ડોળ કરવા નીકળેલા અને અંદરખાને વિષયોની લાલસા સેવનારા અને લેકકલ્યાણુને નામે અજ્ઞાનીઓને પણ પોતાની સાથે લઈને જ બળતી ચિતામાં પડનારા તથા પોતાસહ ભસ્મીભૂત થતા આ પિતાને બુદ્ધિમાન સમજનારા પરંતુ વાસ્તવિક રીતે અત્યંત મૂઢ અને દાંભિકે વર્ણ, આશ્રમ, રીતિ, નીતિ, ન્યાય, જ્ઞાતિ, જાતિ અત્યાદિ શાસ્ત્રોમાં કહેવામાં આવેલા યોગ્ય ધર્મબંધારણો કે જેની મૂળ સાચા પ્રેયની પ્રાપ્તિ થવાને માટે એહિક અને પારલૌકિક દૃષ્ટિએ વ્યવહારમાં અત્યંત જરૂર હોય છે તેને છાડી દઈ લોકોની અધર્મ વૃદ્ધિમાં જ પ્રવૃત્તિ કરાવી અજ્ઞાની જનો પાસેથી પોતાનો સ્વાર્થ સાધી લે છે. દુર્ભાગ્યે આજકાલ આવા પ્રકારના માર્ગદર્શકનો જ કીડીઓની માફક રાફડો ફાટેલા હોવાથી જગતમાં સર્વત્ર અત્યંત હીન સ્થિતિ નિર્માણ થવા પામેલી છે. સારાંશ કે, વૃદ્ધાદિકે સુખની વ્યાખ્યા બાળકો તથા યુવાનો કરતાં એ સારી રીતે સમજી શકે છે, તેથી તેમણે પોતાનાથી નીચી કેટિના બુદ્ધિમાનેને સન્માર્ગે દોરવા જોઈએ. એ વ્યવહાર ન્યાયાનુસાર જેઓ આ વ્યાવહારિક વિષય સંગ્રહના આધારે જ સુખની કલ્પના કરી લઈ તે મેળવવાને માટે પ્રયત્ન કરે છે, તેના કરતાં આગળ જઈ જ્યાં પહોંચ્યા એટલે સુખની અંતિમ મર્યાદા પરિપૂર્ણ થાય છે, એવા સ્થાનનો મહર્ષિઓએ અંત જોઈ તે પરમ સુખનો નિશ્ચિત માગે કે જયાં બુદ્ધિને પણ વિલય કરવો પડે છે, તેનો પોતે સ્વાનુભવ લઈ કેવળ આત્મપ્રાપ્તિમાં જ સુખ છે, તે સિવાય બીજા કશામાં સુખને લવલેશ પણ નથી, એવો અતિમ નિર્ણય કર્યો છે. સુખની આખરી મર્યાદા અત્રે જ પૂર્ણ થાય છે. માટે લોકો પણ તેનો અનુભવ લઈ સુખ અને કાયમી શાંતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે તે માર્ગ જ તેમણે લોકોને બતાવે છે. પરંતુ આ કાર્ય તેમણે જેમ નાનું બાળક વૃહનાં તો સમજવાને માટે એકદમ શક્તિમાન હૈતો નથી, તેથી તેને તેની બાળકબુદ્ધિ અનુસાર ધીરે ધીરે આગળ વધારવો પડે છે, તેમ આ અજ્ઞાનીઓનો વિચાર કરીને શાસ્ત્રકારોએ પ્રથમતઃ આચાર, વર્ણ, આશ્રમ, નીતિ, ન્યાય, વિવેક, અમદમાદિ સાધનો ઇત્યાદિ બાબાનો નિશ્ચય કરીને તેવા નિયમો નકકી કરેલા છે, તથા વર્ણાશ્રમાચિત ધર્મનું પાલન કરવાને માટે માર્ગદર્શન કરી આપેલું છે. આ કાર્ય એટલી બધી કુશળતાથી કરેલું છે કે સમયે યા વગર સમજપે તેનું પાલન કરવામાં આવે તો પણ તે વડે અંતે સાચું સુખ પ્રાપ્ત કરી શકાય છે. માટે પ્રથમતઃ તે દરેકે પોતપોતાના વર્ણાશ્રમાદિ સ્વધર્મનું ચુસ્ત રીતે પરિપાલન કરવું જોઈએ, એ વ્યવહારમાં સૌથી આવું કર્તવ્ય છે; એ નિશ્ચિત સિદ્ધ થાય છે. પ્રસ્તુત સમયે જગતમાં ઊતરેલી આપત્તિનું મૂળ સંયમના અભાવે આપણી સ્વધર્મપાલનની અશક્તિ અને ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધા તથા બીજાઓનું આંધળ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy