SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન) તે પરમતત્વ ગતિવાળું છે ને ગતિરહિત પણ છે; દૂર પણ છે ને સમીપ પણ છે. [૨૭ નિશ્ચય કર્યો હતો તે ખરું; પરંતુ સંન્યાસાદિકને સાચો ઉપયોગ શું છે, તે સાંભળો. વાસ્તવિક પરમાત્મદર્શનને માટે ઉપર કહ્યા પ્રમાણેની શ્રદ્ધા ઉત્પન્ન થયા સિવાય બીજો કોઈ માર્ગ નથી. વળી તે સિવાય એક જન્મ કિવા હજારો જન્મ પછી અંતે આ યેય વિના બીજું કાંઈ પ્રાપ્તવ્ય ધ્યેય છે જ નહિ. આ સંસારના માયાવી પાશમાં બંધાયેલામાંથી આવા પ્રકારની શ્રદ્ધાવાળા વિરલાઓ તો કવચિત જ હોય છે. ઘણેખર સમૂહ તો પોતાના અંતિમ ધ્યેયને સમજ પણ નથી. તેવા અજ્ઞાનીઓને માટે વર્ણ, આશ્રમ, જ્ઞાતિ, આચાર, કુળ ઈત્યાદિ ધર્મોની વ્યવસ્થા શાસ્ત્રકારોએ કરેલી છે. તે પૈકી જેઓ પરમેશ્વર જેવું કાંઈક છે એમ માનતા નથી અને પોતે મિથ્યા અહંકારરૂપ નશાના ઘેનમાં જ અલમરત રહે છે, તેવા આત્મઘાતકીઓને માટે તો રોલેકયમાં જે કોઈ ઉપાય જ નથી. તેઓ તે ચારે તરફથી લાગેલા દાવાનળની જેમ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણે તાપથી પ્રસ્ત થાય છે, વ્યવહારમાં તેમને કોઈ સંઘરતું નથી, જ્યાં ત્યાં તેમનું અપમાન જ થયા કરે છે. આમ વ્યવહારમાંથી સર્વ રીતે નાલાયક ઠરી ચૂકેલાઓને વ્યવહારમાં જ્યારે બીજો કોઈ આશ્રય રહેતું નથી ત્યારે આખરે તે પરમેશ્વરને માનવા લાગે છે, ત્યાં સુધી તેઓને માટે બીજા બધા ઉપાયો નકામા જ નીવડે છે. હવે પરમેશ્વરને માનનારો બીજો વર્ગ રહ્યો. તેમાં પુષ્કળ ભેદો પડી શકે છે; પરંતુ તેમાં પણ ઉપર કહ્યા મુજબની શ્રદ્ધાવાળા તે કેક ભાગ્યે જ નીકળે છે. આ બધી બાબતનો વિચાર કરીને શાસ્ત્રકારોએ વ્યવહારમાં દરેકની યોગ્યતાનુસાર આ વર્ણ, આશ્રમ, જાતિ, જાતિ, આચાર, કુળ ઇત્યાદિ જુદાજુદા ધર્મોની વ્યવસ્થા કરેલી છે. તે સર્વેનું અંતિમ ધ્યેય તો આત્માને સાક્ષાત્કાર કિવા પરમેશ્વરદર્શન કરી લેવું એ જ એક છે. તે ધ્યેય એકદમ સાધ્ય કરી લેવાની જેમની તૈયારી હોય તેવાને માટે ઈતર માર્ગોની શી જરૂર હોય છે? જગતમાં તમામ વ્યવહાર સુખને માટે જ ચાલુ છે. રાજન ! વિચાર કરવાથી જણાશે કે જગતમાં જે આ બધો વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે. તે શાને માટે? તે સુખને માટે, એટલે જ એક ઉત્તર મળી શકે તેમ છે. ભિખારીથી તે રાજા સુધી, નાનાં બાળકેથી તે વાવૃદ્ધ સુધી તથા બ્રહ્મચર્સથી માંડીને ઠેઠ સંન્યાસ આશ્રમ સુધીનો કિવા આશ્રમ વગરને ચાલી રહેલ આ મનુષ્યોને સર્ષ વ્યવહાર કેવળ એક સુખની ઇચ્છાએ જ પ્રવર્તી રહેલ જોવામાં આવે છે. બાળકની ક્રીડાઓ પણ તેમની પિતાની દષ્ટિએ તે જેટલું અને જેવા પ્રકારે સુખદુઃખનું તેમને જ્ઞાન હેય તેવી પિતાની કલ્પના પ્રમાણે ચાલુ હોય છે. તેમ જ જુવાને પિતાપિતાની કલ્પના પ્રમાણે અને વહે પોતપોતાની કલ્પના તથા અનુભવ અનુસાર ક્રીડાઓ કરતા રહે છે. આ સર્વને ઉદ્દેશ તે સુખ મેળવવું એ જ એક હોય છે. પછી તે સુખની વ્યાખ્યા દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર કરે છે એટલું જ. આમાં બાળકે કરતાં કિશોર, કિશોર કરતાં કુમાર, કુમાર કરતાં તરુણ, તરુણ, કરતાં યુવાન, યુવાન કરતાં વૃદ્ધ, વૃદ્ધ કરતાં અતિવૃદ્ધ, એમ કમે અનુભવદષ્ટિએ વ્યવહારજ્ઞાનમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી તેઓ પોતપોતાથી અજ્ઞાનવર્ગોને પિતાના મનસ્વી વર્તન કરતાં રોકતા રહે છે. કારણ દેખીતું જ છે કે તેઓને નહિ રોકતાં જે મનસ્વી રીતે અને સ્વછંદતાથી વર્તવા દેવામાં આવશે તે તે તેમને પિતાને માટે તથા અન્યને માટે પણ અહિત કરનારું જ નીવડશે, માટે આવા કર્મોથી તેઓને રોકવા એ ફરજ તે કરતાં શ્રેષ્ઠ જ્ઞાનવાળાની હેય છે, એ વ્યવહારમાં પણ ક્રમ છે તે સારી રીતે જાણી શકાશે. સંગ્રહવૃત્તિ એ જ દુઃખનું મૂળ છે. લેઓએ વ્યવહારમાં જે આ સુખની કલ્પના કરેલી હોય છે, તે વ્યાવહારિક એવા વિષયભોગનાં સાધનોના સંહના આધાર ઉપર જ અવલંબીને રહેલી હેવાથી વ્યવહારમાં આ તમામ લોકો તેવાં સાધને એકઠાં કરવાની પાછળ જ મંડ્યા રહે છે. તેમાં બાળકે રમતગમત અને રમકડાંમાં સુખ માની વધુ રમકડાંઓ એકત્ર કરવા પાછળ જ મંડ્યા રહે છે, તથા ખાવુંપીવું ઇત્યાદિમાં જે સુખ સમજે છે અને તે વસ્તુઓ પિતાને મન પ્રમાણે ન મળે તો દુઃખ માને છે. યુવાનો સ્ત્રીસુખ, પિસા, અલંકારો, ખાનપાન તથા ગાડીડા,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy