SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જયનારના જ (અ મદાવાલા) [ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩ વિવેક ઉત્પન્ન થતાં મલિન વાસનાને નાશ થાય છે આ રીતના વિવેજ્યુક્ત વિચાર વડે અહંભાવ તદ્દન ગલિત થઈ જતાંની સાથે જ તમામ મલિન વાસનાઓને તુરત અંત આવી જાય છે. શાસ્ત્રાદિના શ્રવણ, મનન, નિદિધ્યાસન તેમ જ અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરેલા આત્મસાક્ષાત્કારી એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોને સત્સંગ, સેવા વગેરે દ્વારા સુવિચાર ઉત્પન્ન થઈ મલિન નાઓનો નાશ કરનારો વિવેક ઉત્પન્ન થાય છે. માટે મલિન વાસના ગમે તેટલી હોય છતાં જેમ એક જ જડીબુટ્ટી હજાર રોગોને નષ્ટ કરે છે તેમ સુવિચાર વડે વિવેક ઉત્પન્ન થતાંની સાથે જ તમામ મલિન વાસનાઓનો ક્ષણવારમાં વિલય થઈ શકે છે. માટે મલિન વાસનાઓનો વિલય શી રીતે થશે એવી શંકા નિરર્થક ઠરે છે. મલિન વાસનામાં પડતા ત્રણ ભેદે આ દશ્ય વ્યવહારમાં વિદ્યા, ધન, ગર્વ, સ્ત્રી, પુત્ર ઇત્યાદિ સંબંધી અનેક પ્રકારની વાસનાઓ હેઈ તે બધીને સમાવેશ મુખ્યત્વે લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના એમ ત્રણ પ્રકારમાં થઈ જાય છે. જીવને પિતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થવામાં એટલે આત્મજ્ઞાન થવામાં આ વાસનાઓ જ પ્રતિબંધક હોવાને લીધે તે બધી મલિન કહેવાય છે. તેને ક્રમે સક્ષેપમાં વિચાર કરીશું. કિરણાંશ ૩ લેકવાસનાની વ્યાખ્યા ૧) લોકવાસના: લોકે મારી નિંદા ન કરે પણ બધા મને સારો જ કહે, સર્વ મનુષ્ય હંમેશ | મારી સ્તુતિ જ કરે, એવી ઈરછા મનમાં રાખી લોકકલ્યાણને નામે લોકોને ફસાવવાની દષ્ટિથી તે પિતાનું આચરણું અંદરખાને અને બહારથી જુદું જુદું રાખે છે તથા મનમાં મારા આ કાર્ય થકી બધા કે મને વખાણશે કિવા વખાણે છે એમ મનમાં માન્યા કરે છે આવા પ્રકારનો અભિનિવેશ રાખવો એટલે લોકસ્તુતિમાં અત્યંત આસક્તિ હોવ તેનું નામ જ લોકવાસના છે. આ વાસના મનનું અત્યંત મલિનપણું સૂચવે છે. વળી તેમાં કેટલાક અવિવેકી અને અત્યંત મૂઢો તો એવા પ્રકારના જોવામાં આવે છે કે તેઓ પોતે પોતાનું વર્તન ઘણું સારું છે એમ પોતાની જાતે જ માની બેસે છે, તથા જે તેમાં હિતેચ્છુઓ હિતની દષ્ટિએ કાંઈ કહે તો તે સાંભળવાને પણ ઈચ્છતા નથી અને તેમની વાતમાં ગડમથલ કરી મૂકે છે. આવા અજ્ઞાનીઓને સુધારવાને માટે ત્રિલોકમાં પણ બીજો કોઈ ઉપાય નથી કે જ્યાં સુધી તેઓ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રિવિધ તાપવડે અત્યંત દુઃખી અને ત્રાહિ ત્રાહિ બની હતાશ નહિ થાય. આ લોકવાસનામાં તો મોટા મોટા લોકપ્રસિદ્ધ, વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષે પણ ફસાયેલા હોય છે. અવિવેકીને સુધારવાને તે એક ઉપાય નથી આથી નીતિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે જળથી અગ્નિનું નિવારણ થઈ શકે છે; છત્રથી તડકાનું નિવારણ થઈ શકે છે; તીક્ષણ અંકુશ વડે મદોન્મત્ત હાથીને પણ નિયમમાં લાવી શકાય છે; લાકડી કિવા દંડવડે ઘોડે, ગાય, બળદ, ગધેડે ઈત્યાદિ પશુને પણ સુધારી શકાય છે; ઔષધોના સેવનથી રોગનું નિવારણ થઈ શકે છે; નાના પ્રકારના મંત્રપ્રયોગોથી વિષનું નિવારણ થઈ શકે છે; એ રીતે શાસ્ત્રમાં સધળાં સંકટ વા દુ:ખોના નિવારણ માટે ઉપાયો યોજેલા છે, પરંતુ જે થકી મૂખંપણની નિવૃત્તિ થાય એવો તે એકે ઉપાય નથી. વળી અસંભવિત છે છતાં કદાચ વાલુકામાંથી તેલ નીકળે, ઝાંઝવાનાં પાણીથી તૃષા શાંત કરી શકાય. | ન છતાં પૃથ્વી ઉપર ફરતાં ફરતાં સસલાનું શિગડું પણ મેળવી શકાય, પરંતુ હંમશ કેવળ વિષયભાગમાં જ રમમાણ થએલા ભૂખે મનુષ્યોને ચિત્તો સુધારવાને ત્રિલોકમાં પણ કોઈ ઉપાય નથી. બલ પુરુષને સન્માર્ગે લઈ જ અશક્ય છે આ લોકમાં અજ્ઞ, સુજ્ઞ, અને અલ્પજ્ઞ એમ ત્રણ પ્રકારનાં મનુષ્યો હોય છે. તેમાં અન્ન તો થોડા પ્રયત્ન સહેલાઈથી સત્યપંથે ચડે છે, સન તો થોડા પ્રયત્નથી કિવા વિના પ્રયત્ન પણ સુધરી જાય છે, પરંતુ અ૫ઝુ એવા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy