SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] હું (એટલે આ દેહાદિવાળો નહિ પણ અનિર્વચનીય) બ્રહ્મ છું. [ ૫ વિવિધ સમારંભે કરવાની ઇત્યાદિ અનેક પ્રકારની વાસનાઓ હોય છે. સિવાય કેટલાકને નિત્ય નવા નવા સાધુ મહાત્માઓ પાસે જવાને નશો હેય છે. આ બધા પોતે જ્ઞાની હેવાનું અભિમાન ધારણ કરે છે; પરંતુ તેઓના કર્મોને જે બારીકાઈથી વિચાર કરવામાં આવે તે વ્યવહારમાં અધમમાં અધમ ગણ મનુષ્ય પણ જે કર્મો કરતાં ડરે તેવા કર્મો આચરતાં તેઓ સહેજ પણ અચકાતા નથી. કેમ કે તેમની એવી દઢ મા હોય છે કે અમે નાની હોવાથી અમારે માટે જગતમાં પાપ જેવું કાંઈ છે જ નહિ, આ મિયા અહંકારને લીધે તેઓ કામદેધાદિના પાશમાં ફસાઈ વિષયોના મેહમાં એટલા બધા જકડાઈ જવા પામેલા હોય છે કે પિતાના હાથે જ પિતા સહિત અન્યના વિનાશને નોતરી રહ્યા છે એનું તેઓને ભાન પણ હેતું નથી; એટલું જ નહિ પરંતુ આ તે એક પ્રકારને નશે છે, એવું સમજી શકવાને પણ તેઓ શક્તિમાન હેતા નથી. નશાને લીધે જગતની થતી અવનતિ એને ભૂલેલા અને અનેક પ્રકારના નશામાં સપડાઈ લોકકલ્યાણને નામે વિત્ત અને લવણદિરૂપ પિતાને આંતરિક સ્વાર્થ સાધવામાં ભ્રમિત બનેલા આવા નશાબાજ ગર્વને લીધે જગતમાંથી સયજ્ઞાનને લોપ થવા પામ્યો છે, એટલું જ નહિ પરંતુ જગતમાં સર્વત્ર ઉન્નતિના નામે અવનતિનું સામ્રાજ્ય પ્રસરેલું છે. જગતમાં આપત્તિઓ આવવાનું મૂળ કારણ પણ એ જ છે; કેમ કે તેઓ આ નંતિરૂપ પેયને ચૂલા હેય છે. તેઓની લોકકલ્યાણને નામે ચાલતી આ માયાવી જાળ, લોકોને ફસાવી તેમની અજ્ઞાનતાને લેવાય એટલો લાભ લઈ લોકેમાં વાહવાહ કહેવરાવવા ઉપરાંત અંદરખાને રહેલી વિષયવાસનાઓની તૃપ્તિના ઉદ્દેશથી જ પથરાએલી હોય છે. માટે આવા પ્રકારનો નો જગતને હાનિકારક હોઈ તે પિતાનું પણ અધઃપતન કરાવે છે. તસ્માત કેપણું, વિષિણ અને પુત્રપણા ઈ.યાદિ એષણાઓ કે જેમાં જગતમાંની તમામ વિષયવાસનાએની પ્રાપ્તિનો સમાવેશ થઈ જાય છે, તેને આંતબહ્ય ત્યાગ કરી બુદ્ધિને અત્યંત નિર્મળ બનાવવી જોઈએ. આ પ્રકારની શુદ્ધ નિર્મળ અને પવિત્ર બુદ્ધિ વડે જ આત્મોન્નતિરૂપ ઉચ્ચતર ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. લખેલું વાંચનારે અધમ કેમ ? આ રીતે જગતની અંદર વિષય લેકમાં અનેક પ્રકારના નશા જેવામાં આવે છે. કોઈને દારૂના, ઈને અફીણ, ગાંજો કિવા ભાંગનો, કેઈને ફરવાનો, કેાઈને ખાવાન, કાઈને સાંભળવાનો, કોઈને સંભળાવવાને, કોઈને વાંચવાને, કેઈ ને વંચાવવાને, કોઈને વસ્ત્રો, કેઈને સ્ત્રીપુત્રાદિકને, કોઈને પશુ પાળવાનો ઇત્યાદિ અનેક પ્રકારના નશાઓ હોઈ તે સર્વને પુત્રપણુ, વિષ્ણુ અને લકેપણુ એ ત્રણમાં સમાવેશ થઈ જાય છે; પરંતુ ખરે નશો તે તે જ છે કે જે થકી વિષયના તમામ પાશમાંથી સદંતર મુક્ત થઈ મનુષ્ય કૃતાર્થ બને. અર્થાત વિષયોના મેહમાંથી છોડાવે તે જ ખરો નશો કહેવાય, અને આ નશા પ્રાપ્ત કરી આપે તે જ ખરું જ્ઞાન સમજવું. આથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, “સા વિઘા યા વિમુ ” વિષયના જડબામાંથી તદન મુક્ત કરે તે જ ખરી વિદ્યા હાઈ બાકીની બધી અવિદ્યા છે. બાકી કેવળ ગ્રંથપ્રત્યય એ તો અધઃપતન કરાવનારું જ છે. ગ્રંથપ્રત્યય અધમ કેમ ? તે સંબંધમાં વેદાંગશિક્ષામાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે (આગળ અધ્યાય ૮ જુઓ). गोती शीघ्री शिरःकम्पी तथा लिखितपाठकः। अनर्थशोऽल्पकण्ठश्च षडेते पाठकाऽधमाः ॥ (પાનનીય રિક્ષા) (૧) ગમે તેવા રાગડાઓ કાઢીને, (૨) અત્યંત ઉતાવળથી, (૩) માથું ધુણાવતો ધુણવતે, (૪) લેખાને વા લખેલું વાંચનાર, (૫) અર્થારહિત કિંવા અર્થને બદલે અનર્થ કરનારો અને (૬) અત્યંત ઝીણા કંઠથી બોલનારો કે જેનું બોલવું સામા માણસે બીલકુલ સમજી ન શકે તેવો; એ રીતના છ પ્રકારના પાઠ કરનારાઓ અથવા બોલનારાઓ અધમ કહેવાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy