SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1044
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] અને નહિ જાણનારે જન્મમરણની પરંપરામાં પડી શરીર ધારણ કરે છે. " ગીતાનું શિક્ષણ: હું તે ઇચ્છું છું કે ગીતા ફક્ત રાષ્ટ્રિય શાળાઓમાં જ નહિ પરંતુ દરેક શિક્ષણ-સંસ્થાઓમાં શીખવવામાં આવે. એક હિંદુ બાળક અથવા બાલિકાને માટે ગીતાનું અજ્ઞાત (ન જાણવું) તે શરમની વાત હેવી જોઈએ. તે સાચું છે કે ગીતા સર્વ ધર્મનું એક પુસ્તક છે. બહારના દબાણથી ઉપદેશ) ગીતા કદી વિશ્વવ્યાપી નહિ બને. તે વિશ્વવ્યાપી ત્યારે જ બનશે કે જ્યારે તેના પ્રશંસકે તેને બળજબરીથી બીજાને ગળે નહિ ઉતારતાં પોતે પોતાના જીવનદ્વારા તેના (ગીતાના) પદેશ મૂર્ત સ્વરૂપ આપશે. | ગીતામાં શ્રદ્ધાઃ જે વસ્તુ બુદ્ધિથી પણ વધારે છે પર છે-તે શ્રદ્ધા છે. બુદ્ધિનું ઉત્પત્તિસ્થાન મસ્તક છે. શ્રદ્ધાનું હદય છે, અને તે તો જગતને અવિચ્છિન્ન અનુભવ છે કે બુદ્ધિબળથી હૃદયબળ હજાર ગણું વધારે છે. વિશ્વાસે વહાણ ચાલે છે, શ્રદ્ધાથી મનુષ્ય પુરુષાર્થ કરે છે, શ્રદ્ધાથી તે પડા-અર્ચને પણ ચલાવી શકે છે. શ્રદ્ધાળનો કઈ પરાજય કરી શકતું નથી. બુદ્ધિમાનને હંમેશાં પરાજયના ડર લડે છે. તે કાર ભગવાને ગીતાના રનરમાં અધ્યાયમાં કહ્યું છે કેઃ યો છઠ્ઠઃ સ gવ : જેવી જેની શ્રદ્ધા વાય છે તેવો જ, તે બને છે. મનુ ય તે શ્રદ્ધા કેમ પ્રાપ્ત કરે ? તેનો જવાબ ગીતામાં જ છે, રામચરિતમાનસમાં છે, તે ભક્તિથી અને સત્સંગથી શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. | ગીતામાં અનાશક્તિ: આપણું અને પારકું તેની વચ્ચે બે ન રાખવાની વાત તો ગીતાના પાને પાને છે, પણ તે કેમ થઈ શકે? તે વિચારતાં વિચારતાં આપણે તે નિશ્ચય પર પડેચીશું ? અનાસક્તિપૂર્વક બધાં કામ કરવા તે ગીતાનો પ્રવાન સૂર છે. ગીતા બધી ધાર્મિક સમસ્યાઓ હાંસલ કરે છે. જયારે જ્યારે દુઃખ પડે છે, ત્યારે ત્યારે સંકટ ટાળવા માટે આપણે ગીતા પાસે દોડી જઈએ છીએ અને તેમાંથી આશ્વાસન મેળવીએ છીએ. આપણે ગીતાને એ દૃષ્ટિથી અભ્યાસ કરે છે, જે આપણે માટે સરરૂ૫ છે, માતારૂપ છે તેથી આપણે વિશ્વાસ રાખો જોઈ એ તેના ખોળામાં માથું રાખવાથી આપણે સહસલામત રહીશું. ગીતા દ્વારા આપણે આપણી ધાર્મિક ભૂખ સંતોષીશું. આ વિધિ પ્રમાણે જે રોજ ગીતાનું મનન કરશે તેને તેમાંથી રોજ નો આનંદ મળશે. નવો લાભ પ્રાપ્ત થતો રહેશે. એવી એક પણ ધાર્મિક સમસ્યા નથી કે જેને ગીતા સ્પષ્ટ ન કરી શકે. – મહાત્મા ગાંધીજી ગીતાની ઉપગીતા : ત્યાગ મનુષ્યનું અનન્ત કર્તવ્ય છે; જેની સાથે અમારો રક્ત સંબંધ છે. અત્યાર સુધી આપણે તેને માટે ત્યાગ કરતા આવ્યા છીએ. પરંતુ હવે આપણે તેનાથી ઉત્તમ કોટિના ત્યાગની આવશ્યકતા છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં જે કાંઈ ઉપદેશ આપ્યો છે તેને જે આપણે આપણું માર્ગદર્શન માન્યું હોત તો એવો ત્યાગ થઈ ગયો હત. શ્રીભગવદ્દગીતા વર્તમાન સમયમાં શિક્ષિત ભારતસમુદાય માટે યોગ્ય ગ્રંથ છે. ફળની કામનાથી પર રહી, કર્મનું કર્મની દષ્ટિએ પાલન કરવું તે જ ગીતાનો ઉપદેશ છે. –જસ્ટીસ પી. આર. સુંદરમ અથર. ગીતાના પ્રકાશની ચમકઃ ગીતા તેલ વિનાને દીવો છે કે જે અનંત કાળ સુધી આપણા જ્ઞાનમંદિરમાં પ્રકાશ પાડતું રહેશે. પાશ્ચાત્ય દાર્શનિક ગ્રં ખૂબ ચમકે પરંતુ અમારા આ નાના દીપકને પ્રકાશ તે બધાંથી અધિક ચમકી તેને ઢાંકી દેશે. –મહર્ષિ બ્રિજેન્દ્રનાથ ઠાકર ગીતામાં વિશ્વધર્મની ઉપયોગીતાઃ ભગવદ્દગીતામાં એક ધર્મ પુસ્તકમાં હેવી જોઈએ તેવી બધી વિશેષતાઓ છે. હિંદુ ધર્મના જુદી જુદી જાતના સંપ્રદાયનું ઐકય કરવાવાળો આ એક અનુપમ ગ્રંથ છે. ભવિષ્યમાં જગતના સાર્વભૌમિક ધર્મના સૂત્ર બનવા માટે ગીતા જ બધી રીતે એમ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy