SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1035
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬ ] महद्भय वज्रमुथत य एतद्विदुरमृतास्ते भवन्ति । कठ. [ હિતોપદેશ લક્ષમી અતિશય ગુણવાળા (સપુર)ની પાસે રહેતી નથી તેમ જ અત્યંત ગુણહીનેની પાસે પણ રહેતી નથી. લક્ષ્મી ગુણવાનને ચાહતી નથી તેમ ગુણહીનતાથી પણ રીઝાતી નથી. જંગલમાં, ભયંકર ઝાડીઓમાં, મોટી આપત્તિઓમાં, ગભરાટના સમયમાં અને હથિયાર ઉગામેલાં હોય તે સમયે હૃદયબળવાળાને ભય લાગતું નથી. આત્મપ્રાપ્તિ માટે દીર્ધ ઉદ્યોગ, ઈદ્રિયનિગ્રહ, દક્ષતા, સાવધાની, ધર્મ, સ્મરણશકિત અને વિચારપૂર્વક કાર્યારંભ, એ બધાં ઉત્કર્ષના કારણે તથા ઐશ્વર્યવૃદ્ધિનાં લક્ષણે છે. જળ, મળ, હવિષ, ફળ, દૂધ, બ્રાહ્મણની ઈચ્છાથી ગૃહીત કે ગુનાં વચનથી લીધેલ, ઔષધ, આ આઠના સ્વીકારથી ઉપવાસાદિ વ્રતનો ભંગ થતો નથી. પિતાને જે પ્રતિકુળ લાગે તે બીજા પ્રત્યે પણ કરવું નહિ જોઈ એ; આ સર્વસાધારણ ધર્મ છે. સ્વેચ્છાચાર અને સ્વછંદતાથી વર્તવું એ અધર્મરૂપ છે. શાંતિથી ક્રોધને જીતવો, સૌજન્યથી દુર્જનને જીતવો, દાનથી કૃપણને છત, અને સત્યથી અસત્યને જીતવું. સ્ત્રી, દગ, આળસુ, બીકણ, ક્રોધી, અભિમાન, ચેર, કૃતી અને નાસ્તિક એટલાને કદી પણ વિશ્વાસ નહિ કરવો. સેનાને રૂપું, રૂપાને કથીર, કથીરને સીસું અને સીસાને માટી મલિન કરે છે. આ પૃથ્વીમાં જેટલી સુવર્ણદિની અને રત્નાદિની ખાણે છે તે બધી ધાન્ય, પશુપક્ષ્યાદિ તેમ જ તમામ સ્ત્રીઓ એ બધું કોઈ એકને જ પ્રાપ્ત થાય તો પણ તેને કદી તૃપ્તિ થવી શકય જ નથી. માટે વિચારશીલ પુરુષે તેમાં મોહ નહિ રાખવો જોઈએ. કામ, લેભ, ભય, કે જીવિતને માટે કદી ધર્મને ત્યાગ કર નહિ આત્મા નિત્ય હેઈ આવવાદિ અનિત્ય છે. કયું કાર્ય કરવું અને કહ્યું નહિ કરવું એ સંબંધમાં જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિવામાં અને વયમાં વૃદ્ધ એવા પિતાના સંબંધી યા આત્મનિષ્ઠ સદગુરુને માન આપી પૂછે છે તે કઈ દિવસ મૂંઝાતો નથી. સુવિચાર અને ધીરજ વડે શિશ્ન અને ઉદરની રક્ષા કરવી, હાથ અને પગની રક્ષા સકાર્ય અને યાત્રા વડે કરવી, માનસિક સંયમ વડે આંખ અને કાનની રક્ષા કરવી. જે નિત્ય સત્ય જ બેલે છે અને હંમેશ સદ્દગુરુની સેવામાં તત્પર રહે છે, તે બ્રહ્મ લેકથી કદીપણ ભષ્ટ થતું નથી. ભક્ષ્ય, ભોય, પદાર્થોના ગુણે જાણવા છતાં તેને ખાધાવિના તૃપ્તિ થતી નથી, તેમ ધર્મને જાણવા છતાં આચરણ કર્યા વિના મુકિત થતી નથી, તેમ જ આભશાંતિ પણ મેળવી શકાતી નથી, જે વિદ્યા આ લોકમાં કર્મઠારા આત્મશાંતિ સિદ્ધિ પ્રાપ્ત કરી આપનારી હોય તે જ ફલદાયી છે, બીજી બધી વિદ્યાઓ નિષ્ફળ છે. જે બ્રાહ્મણ નિત્ય યોગ્ય સમયે સ્નાન, સંધ્યા, પોપવિત ધારણ, વેદાધ્યયન, પતિતના અન્નને ત્યાગ, સત્યવકતૃત્વ અને ગુરુસેવા કરે છે તે બ્રહ્મકથા કદી ભષ્ટ થતું નથી. જે ક્ષત્રિય વેદાધ્યયન, અગ્નિહોત્ર, યજ્ઞોથી દેવાનું યજન તથા પ્રજાપાલન કરી મૌત્રાહ્મણને માટે શથી હણાય છે અથવા ધર્મમાં પ્રાણ આપે છે, તે પવિત્ર ચિત્તવાળે થઈ સ્વર્ગમાં જાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy