SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1028
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] તે જ શશિ પ્રકાશમાન) છે. વસ્તુતઃ તે બ્રહ્મસ્વરૂપ હેઈ તેને જ અમૃત કહે છે. [ ૮૯ એમ જાણવું. તસ્માત ખરેખર આપણે સમજ્યા છીએ તે બરોબર છે કે નહિ, આપણામાં ખરેખર અહંકારાદિ છે કે નહિ તેનો હંમેશ મનની સાથે તાળો મેળવવો જોઈએ. જેમ ભરેલા ઘડાનું પાણી છિદ્ર વાટે જેમ જેમ બહાર નીકળતું જાય તેમ તેમ તેને ખાલી થયેલે ભાગ અનાયાસે જ આકાશથી ભરાઈ (વ્યાપી) જાય છે, તે પ્રમાણે જેમનામાંથી અહંભાવાદિ ગલિત થઈ ગયા હોય છે, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે. તેઓ તે પોતે પિતાને ભૂલી જાય છે એટલે એક આત્મતત્ત્વ જ અવશેષ રહેવા પામે છે. જ્યાં અહેમમાદિ ભાવ ન હોય ત્યાં બીજું શું રહી શકે? એનું નામ જ સાચી સાત્વિકતા છે. માટે જેમને હું પોતે છું, મને આ બધું સમજાયું છે, મેં બધું જાણ્યું છે, હું તદ્દન નિ:શંક થયો છું, દેહ હોય ત્યાં સુધી આ બધું રહેવાનું જ, દેહ વિલય થતાં સુધી અનાસક્ત કર્મો કરવા જોઈએ, અમુક મહાત્માઓનું પણ આમ જ થયું હતું વગેરે પ્રકારના સંકલ્પો અંતઃકરણ મથે ભૂલમાં પણ જે ઊઠતા હોય અગર ઊઠે તે જાણવું કે અમારો અહંભાવ મલિત થઈ ચૂક્યો છે એમ માનનારાઓને અહંભાવે જ ગળી નાખ્યા છે, માટે જેમને ખરેખર દંભ નહિ પણ સાચી આત્મપ્રાપ્તિ કરવાની જ ઇછા હોય તેમણે તો પોતાને હંમેશાં તપાસતા રડેવું જોઈએ કે પ્રકાશ હોય ત્યાં કદી અંધારું રહી શકે જ નહિ તે જ્યાં અસંગ એવો આત્મા હોય ત્યાં સસંગ એવા હું અને છે. મારું, તારું, તે ઇત્યાદિ ભાવોનો લેશ પણ કદી હોઈ શકે નહિ. માટે આત્મહિત સાધનારાઓએ “હુ” એવો ભાવ જ ઊઠવા નહિ પામે, એ માટે નિત્યકતિ સંભાળ રાખી પોતાને હંમેશ તપાસતા રહેવું જોઈએ. બાકી જેમ ઔષધિ કિંવા દવાના સેવન વડે ઉપર ઉપરથી તે રેગ સારો થયો એમ જણાય છે પરંતુ તેનું મૂળ સૂક્ષ્મરૂપે અંદર રહેવા પામેલું હોય છે. તેને કયારે અંકુર ફુટશે એ કહી શકાય નહિ તેમ વ્યાવહારિક ગણાતાં સુખસાધનો અને સંપત્તિ વગેરેના કેફને લીધે મનુષ્ય સાચું તત્વ નહિ સમજતાં હું હવે સમજી ચૂકયો છું, હું અહંભાવ રહિત થઈ ચૂક્યો છું, મને શાંતિ પ્રાપ્ત થઈ છે વગેરે માની બેસે છે. તેને કલ્પના પણ હોતી નથી કે આ સાચી આત્મશાંતિ નથી, તેના મૂળમાં સૂક્ષ્મ અહંભાવ રહેલે હોવાથી તે થકી પોતાને વિનાશ અવશ્ય થશે તેનું તેઓને ભાન પણ હોતું નથી, પરંતુ આ તદન સાદી અને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે જ્યાં અંધકાર નહિ ત્યાં પ્રકાશ જ હેય એ ન્યાયાનુસાર જ્યાં અહંભાવ નહિ ત્યાં આત્મા જ હોય; જે આત્મા આકાશની જેમ અહેમમાદિ વૃત્તિઓથી તદ્દન રહિત છે. માટે જિજ્ઞાસુઓએ પોતામાં કદી અહેમા ઉદય જ થવા ન પામે તે માટે હંમેશાં ખાસ સાવચેતી રાખવી જોઈએ અને જે ભૂલમાં પણ કદી અને ઉદય થાય તે માનવું કે આ આત્મા નથી. એ રીતના પુરુષાર્થ વડે જ બીજ સહિત અહંનો વિલય કરવાથી જ પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે. જીવન્મુક્તિ કોઈના પ્રમાણપત્ર ઉપરથી. યા લોકોના કહેવા ઉપર અવલંબન રાખતી નથી; આ સંબંધમાં એક પ્રસંગ કહું છું. જીવનનું અંતિમ ધ્યેય શું? એક વાતૃહ રાજવીની ઇરછાથી તેમના જન્મ દિવસની શુભ પ્રસંગે શુભાશિષ માટે જવાનો યોગ આવ્યો, સદરહુ રાજવી વિચક્ષણ બુદ્ધિના અને સાધુ સંતેના પ્રેમી હતા, તેઓને ઉદ્દેશીને કહ્યુંઃ રાજન! આપે પોણોસો વર્ષો સુધી આ તરફનું રાજય સારી રીતે કર્યું પરંતુ તે કાંઈ યેયરૂપ કહેવાય નહે. પ્રજાવત્સલ તથા ન્યાયનીતિપૂર્ણ ધર્માનિક રાજવી એ મનુસ્મૃત્યાદિમાં કહ્યા મુજબ સારી રીતે રાજ ધર્મને પાલન કરે છે તેને જરૂર આત્મપ્રાપ્તિ થઈ શકે છે. જે રાજા પિતાની પ્રજ, પોતે રચેલા કાયદાઓને પાલન કરે એવું ઇચ્છતા હોય તેણે પોતાને માટે શાસ્ત્રમાં કહેવાયેલા નિયમો કે જે અંતે આત્મધર્મને માર્ગે લઈ જનારા છે તેનું સંયમશીલ થઈ શિસ્ત ચુસ્ત રીતે બિનચૂક પાલન કરવું જોઈએ. આ બધું નાશવંત છે. તે તમેએ કર્યું નથી પણ થયું છે, કેમ કે બધું જગત ઈશ્વરે ઠરાવેલા નિયતિક્રમ પ્રમાણે જ ચાલે છે. એક તૃણ અગર એક પાન પણ ઈશ્વરની આજ્ઞા વગર હાલી શકે તેમ નથી. આમ હોવા છતાં ગાડા નીચે ચાલનારા કુતરાની જેમ જગતમાં બધા આ હું કરું છું, આ મારું છે, આ તું છે વગેરે મિયા અભિમાન વડે બકવા કરે છે. તમારા વડવાઓ આ મારું રાજ છે, પ્રજાપાલન કરવું એ મારું કર્તવ્ય
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy