SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1016
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] તેને શી રીતે જાણુવું? શું તે આભાસાત્મક છે? ૮૮૭ પક્ષમાં યોગેશ્વર એવા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ છે તથા ધનુર્ધારી અજુન છે, તે પાંડવપક્ષમાં જ આ રાજયલક્ષ્મી, વિજય, ભૂતિ, એક પ્રકારના ઉત્કર્ષરૂ૫ ઐશ્વર્યાની વૃદ્ધિ અને નીતિ એ બધું અવશ્ય છે, એમાં શંકા નથી; અર્થાત આ કૌરવોનો બધા સહ નાશ થવાનું છે એ મારો નિશ્ચિત મત છે. બ્રહ્માના પુત્ર દક્ષ ની મુતિ નામની પુત્રીમાં સાક્ષાત ધર્મનું સ્થાપન કરનારા અને પાપીઓને દંડ દેનારા યમ વડે સર્વગુણસંપન્ન એવા નારાયણ અને નર નામના સાક્ષાત પરબ્રહ્મરૂપ એવા બે પુત્રો ઉત્પન્ન થયા જેમન જન્મ વડે આ સર્વ જગત આનંદત થઈ ગયું હતું. તે પરમ અવતારિક અને ત૫૫રાયણ તેમ જ ધર્મની વૃદ્ધિ કરનારા આ સમર્થ ઋષિઓ કે જેમણે કામને પણ છો હતો, તે જ આ બે જણે અવતારરૂપે આ પૃથ્વી ઉપર કઠણ અને અર્જુનરૂપે અવતરેલા છે. વસ્તુતઃ તે તેઓ અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ છે, તેમનો અવતાર શા માટે થયે તે સંબંધમાં શાસ્ત્રવિવેચન તને કહું છું તે સાંભળ. સાચો ન્યાયદાતા પૂર્વે રામાવતારમાં શ્રી રામચંદ્રજીને સદ્દગુરુ વાસણછ બેધ આપતા હતા ત્યારે તેમણે આ ભવિષ્યમાં થનારા મહાભારત યુદ્ધાદિ સંબંધે સૂચન કરીને શ્રી રામચંદ્રજીને અર્જુન જેવા થઈ રહેવા કહ્યું હતું, ત્યારે શ્રી રામે પૂછયું હતું અને તેનો ઉત્તર વસિષ્ઠજીએ જે આયો તે હું તને કહું છું. વસિષ્ઠજી બોલ્યાઃ જે અસંગ સ્થિતિનો ઉપદેશ ભવિષ્યમાં શ્રીકૃષ્ણ અર્જુનને આપવાના છે અને તેને લીધે અર્જુન જીવન્મુક્ત બની પોતાનું આયુષ્ય સુખેથી પસાર કરશે, તેવી અસંગ સ્થિતિને પ્રાપ્ત કરીને તમે પણ તમારા જીવનને સુખી બનાવે. રામ પૂછે છેઃ મહારાજ ! આ પાંડુનો પુત્ર અર્જુન કયારે થશે? અને શ્રીકૃષ્ણ તેને કેવી રીતે અને શા માટે અસંગ સ્થિતિને ઉપદેશ કરશે, તે મને કહે. વસિષ્ઠજી બોલ્યાઃ સાંભળ! આત્મા એવા કલ્પિત નામ વડે કહેવાનું અને જેમ આકાશમાં મહાકાશ રહે છે તેમ આદિથી અને અંતથી રહિત, પોતાના જ સ્વરૂપમાં સ્થિત રહેલું સત્તામાત્ર નિર્દેશાત્મક પરમતત્વ જ છે. જેમ સુવર્ણની અંદર કુંડળ, કડાં, વગેરે નામો વિવર્તરૂપે ભાસે છે તેમ આ નિર્મળ એવા પરમતત્વમાં આ મિથ્યા સંસારરૂ૫ ભ્રમ જોવામાં આવે છે. આ તત્ત્વમાં મિથ્થા સંસારરૂપ આ માયાજાળની અંદર બ્રહ્માંડાદિ રૂપો તથા તેમાં ચૌદ લોક અને અનેક પ્રકારની સ્થાવર, જંગમ, જડ, ચેતન, વિભાગવાળી આ છત્ર જાતિઓ ફરી રહેલી છે. તે જાતિઓ પૈકી આ યમ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય ઇત્યાદિ છો કે જેમનાં ચરિત્રાનાં વણનો વેદાદિમાં આવે છે તેઓ આ પંચમહાભૂતાત્મક સંસારચક્રના કપાળે થયેલાં છે. એ લોકપાળેાએ, આ તવદષ્ટિએ મિથ્યા પરંતુ અજ્ઞાનની દષ્ટિએ સત્ય ભાસતી દસ્ય સૃષ્ટિમાં ઈશ્વરના નિયતિતંત્રને અનુસરી એટલે નિયતિએ નિયત કરેલા નિયમાનુસાર આ અજ્ઞાની લોકોની વ્યવસ્થાને માટે “આ કૃતિ સ્મૃત્યાદિમાં કહેલું પુણ્યરૂપ કર્મ કરવા યોગ્ય છે અને આ પાપરૂપ કર્મ ત્યજવા યોગ્ય છે" એ પ્રકારની મર્યાદા સ્થાપેલી છે. હે રામ! પોતપોતાના અધિકારને અનુસરીને જે કાર્ય નિયતિનિયમાનુસાર કરવું જોઈએ તે કરવાને માટે તે લોકપાલે પૈકી એક યમરાજા જ એવા સ્થિર ચિત્તવાળા છે કે જે પહાડની માફક તદ્દન નિશ્ચળ રહેલા છે. આ બધું ના શુભાશુભ કર્મોને ન્યાય કરવાનું કાર્ય તે બુદ્ધિશાળી ન્યાયાધીશ યમરાજનું છે. જે ન્યાય કરનાર પક્ષકારો પૈકી કેઈને માટે સારી કિવા માઠી એવી કલ્પના કરી લે છે તે ન્યાયનું સાચું રહસ્ય નહિ સમજતાં મહાશમાં ફસાઈ પડે એટલું તે શું પરંતુ પોતાના મનમાં પણ કેઈ સંકલ્પવિકષિ ઉત્પન્ન થાય છે તે વડે પણ ચિત્ત તે તરફ જ ખેંચાઈ સમાનતા નષ્ટ થઈ જાય છે. આ રીતે જે તુલાની દાંડીની જેમ પોતાના ચિત્તનું સમતોલપણું રાખી શકતો નથી તે સાચો ન્યાયાધીશ થવાને લાયક જ હોતો નથી. આ પ્રમાણે ન્યાયદાતા તો કેવળ એક યમરાજ હાઈ ફક્ત તેમનું ચિત્ત જ પહાડની પેઠે આજ સુધી તદ્દન અચળ રહેવા પામેલું છે. તેઓ જીવન્મુક્ત જ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy