SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] જે જુએ છે તેવા ધીરે શાશ્વત સુખ તથા શાંતિને પામે છે, બીજાએ નહિ. [ ૮૮૩ વા વારइत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः । सश्वामिममश्रौषमतं रोमहर्षणम् ॥ ४ ॥ આ કૃષ્ણાનસંવાદ હું સાંભળતું હતું સંજય કહે છે: હે રાજા ધૃતરાષ્ટ્ર! આ પ્રમાણે મહાત્મા વાસુદેવ અને પાર્થના આ સંવાડાંઓ ઉભાં કરે એવા અદ્દભૂત સંવાદને હું સાંભળતો હતો, એટલે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને થયેલા મોહ નષ્ટ કરવાને માટે આ અતિ રહયપૂર્ણ અને અત્યંત ગુથમાં ગુહ્ય એવું જે પરમ રહસ્ય યુદ્ધભૂમિ ઉપર કહ્યું તે સર્વ અથથી ઇતિ સુધી હું સાંભળતો હતો. व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमह परम् । योग योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥ ७५ ॥ મેં યોગેશ્વરના મુખેથી સાંભળેલ સંવાદ હે રાજા! આ પરમ ગુઘ યોગને વ્યાસની કૃપાથી હું. યોગેશ્વર શ્રીકૃષ્ણ કહેતા હતા તે સાક્ષાત સાંભળતો હતો. સારાંશ એ કે, મારા ગુરુ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન શ્રીમદ્ વેદવ્યાસાચાર્યની કૃપા વડે એટલે તેમણે આપેલી દિવ્યદૃષ્ટિ વડે, આ સંવાદ યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખેથી મેં પ્રત્યક્ષ સાંભળે છે. જ્યારે તેમણે તને આ યુદ્ધની શરૂઆત થતાં પૂર્વે તારી આ યુદ્ધ જેવાની ઈચ્છા હશે તે “હું તને દૃષ્ટિ આપું” એમ કહ્યું હતું ત્યારે મેં કહ્યું કે, “મેં આખો જન્મારો અંધાપામાં વિતાવ્યો છે, માટે મારા કુળનો સંહાર જોવાની મારી ઇચ્છા નથી, પરંતુ મને યુદ્ધની અથથી ઇતિ સુધી તમામ હકીક્ત બેઠા બેઠા જ અને જાણવા મળે એવી વ્યવસ્થા કરી આપો;” એવા પ્રકારની તારી વિનંતિ ઉપરથી તે મહર્ષિ પરાશરના પુત્ર અને મારા પિતૃતુલ્ય અને સદગુરુએ મને દિવ્યદૃષ્ટિ અર્પણ કરી, તેમની કૃપાથી જ મને ઉત્તમબુદ્ધિ, વિજ્ઞાનદષ્ટિ, બેઠેલી બેઠકે જે ગમે તેટલા દૂરનું શ્રવણ કરવાની શક્તિ, બીજાના મનમાં શું ચાલી રહ્યું છે તેનું જ્ઞાન; ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પાછળનું જે ભૂલી જવાયું હોય તે સર્વનું મરણજ્ઞાન, આકાશમાં ગમન કરવાની ગતિ અને યુદ્ધભૂમિમાં યુદ્ધ ચાલતી વખતે પણ હું ગમે ત્યાં જાઉં તો મને કોઈપણુ શસ્ત્ર જરા પણ કદી સ્પર્શ કરી શકે નહિ એવી રીતની યુદ્ધમાં શસ્ત્રની અસંગતાની પ્રાપ્તિ ઇત્યાદિ સિદ્ધિ પ્રાપ્ત થવાનું વરદાન મળેલું છે, તે તું તેને સારી રીતે જાણે છે. અરે! સદ્ગુરુકૃપા શું ન કરી શકે? તેનું તમે આ પ્રત્યક્ષ પ્રમાણુ જુઓ. મારા જે મૂઢ કયાં અને સદ્દગુરુની કૃપા કયાં? તે શું ન કરી શકે? ઈશ્વર લલાટમાં લખેલું પોતે પણ ભૂંસી શકતો નથી, તો ઈતરની તે વાત કયાં રહી? છતાં પણ જે મન અને વાણી વડે, અગમ્ય તથા અતકર્ય, અખંડ બ્રહ્મરૂપ, આત્મચેતન્યના વક્તા શ્રીકૃષ્ણ ભગવાન જેવા સદ્દગુરુ મળવા એ ક્યાંથી. સંભવે? તેમ જ અજુન જે બુદ્ધિશાળી, બોધ ગ્રહણ કરવાની ગ્યતાવાળે કુશળ શિષ્ય પણ કયાંથી સંભવે? અને આ બંનેને અદભુત સંવાદરૂપ યોગ મારા જેસ પામરને કયાંથી જાણવા મળે? પરંતુ ગુરુકૃપા અગમ્ય છે. પણ તે ધૃતરાષ્ટ્ર! આ ત્રૈલોકયમંડળમાં પ્રથમતઃ બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ જ કયાં છે ? કદાચ કોઈ દૈવયોગે મળી આવે તો તેને પારખવાની અમારી શક્તિ પણ કયાંથી હોય? ગુરુ કે જાદુગરે ? હે રાજા! જગતમાં આજકાલ ગુરુઓ નામે પ્રસિદ્ધિ પામેલા એવા એક છે; (૧) કરામત કરી મનોરંજન કરાવનારા પણ પોતાને ગુરુ કહેવરાવે છે, (૨) સભામાં નજરબંધી કરી બધાને આશ્ચર્યચકિત
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy