SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] આ આત્મા છે તેમાં આ ઉભયવિધ ગુણે આત્મરૂપે જ ભાસતા હેવાનું– [ ૮૮૧ આપનું પરમ સ્વરૂપ જ બધે ભાસે છે આદિ, મધ્ય અને અંતથી રહિત એવા જે પરમપદને દેવતાઓ અને મહર્ષિએ પણ જાણી શકતા નથી તે પરમતત્વરૂ૫ એવું આપનું સ્વરૂપ જ આ દસ્પાદિના વિવરૂપે ભાસી રહ્યું છે; બાકી વસ્તુતઃ તે જગત પણ કયાં છે અને દશ્ય પણ કયાં છે ? દૈત, અદ્વૈતનું અનુસંધાનમાં મનની અંદર જે ભેદ ઉત્પન્ન થયા કરે અને તે વડે વાણીના જે વ્યવહાર, સંદેહે અને સંભ્રમો થાય તે સાથે નિર્વિકારી એવા મારે શો સંબંધ હોય? આત્મસ્વરૂપ એવા મારે તેની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ નથી. મને તો ભાસે છે કે આ સર્વ શાંત, નિર્મળ, શુદ્ધ, સર્વના આદિરૂપ અને નિર્વિકાર એવું આપનું બ્રહ્મરૂપ હોઈ તે જ મારું સ્વરૂપ છે. જેમ તરંગોનો ભેદ જળની અંદર ગલિત થઈ જાય છે તેમ જડ જેવો દેખાવા છતાં જડભાવથી રહિત એવો તત્ત્વજ્ઞ જીવન્મુક્ત, વ્યવહારવાળા દેખાવા છતાં પણ તેના ભેદનો ભ્રમ જળારંગ જેવો જ જાણ તે બીજાઓની દષ્ટિએ દેખાવા પૂરતો જ છે, તેની પોતાની દૃષ્ટિએ નથી. બાવાભાવમાં, કાર્યોમાં, જરા, મરણ અને જન્મમાં જ્યાં સુધી પ્રારબ્ધનો વેગ રહે છે, ત્યાંસુધી તરજ્ઞ એવો જીવન્મુકત પુરુષ વ્યવહારના વિક્ષેપમાં રહેલો હોય એમ લોકદષ્ટિએ દેખાય છે છતાં તેનાથી લિપ્ત હોતો નથી; વસ્તુતઃ તો અહી અવિદ્યા પણ નથી. ભ્રાંતિ પણ નથી, સુખને ઉદય કિંવા દુ:ખ પણ નથી. વિદ્યા, વિદ્યા, સુખદુઃખ, એ સર્વ નિર્મળ એવું આત્મસ્વરૂપ જ છે. આમ મને આ દશ્યનું સાચું સ્વરૂપ એાળખવામાં આવ્યું છે. નિર્મળ એવું બ્રહ્મરૂપ જ નિર્મળ એવા બ્રહ્મરૂપે જ આ સઘળા દશ્ય વિસ્તારવાળું ભાસે છે એટલે તે સર્વ પણ નિર્મળ એવા બ્રહ્મરૂપે જ છે, આ રીતે તત્તદષ્ટિએ જાણી નહિ શકાય, વર્ણવી નહિ શકાય, એવી એક સ્વસ્વરૂ૫ સિવાય બીજી કે વસ્તુ છે જ નહિ. આમ હું કે જે અજ્ઞાન હતો તે હું હવે પ્રબુદ્ધ થઈ ગયો છે. આત્મરૂપ બનેલા “હું” નું “છું” પણું પણ મટી ગયું છે તેને હવે “ છે ” પણું પ્રાપ્ત થયું છે, “છું ” “છે” સંબંધમાં મારી સર્વ પ્રકારની અજ્ઞાનદૃષ્ટિ શાંત થઈ ગઈ છે. તેથી છે રૂ૫ બનેલો હું હવે આ સર્વ દૃષ્ટિને શાંત અને સર્વત્ર સમાનતાથી રહેલા ચિતન્યરૂપે જ દેખે છે. આમ આપનું સ્વરૂપ સારી રીતે ઓળખવામાં આવે તે આ સવ એક બ્રહ્મરૂપ છે. પ્રથમ હું જયારે મારું સ્વરૂપ ઓળખતો ન હતો ત્યારે પણ વસ્તુતઃ ? બ્રહ્મરૂપ જ હતા છનાં બ્રહ્મરૂપ એવા એ હું ને જ હું અજુન છું અને આ બધા મારા સ્વજનો છે, હું મરું છું, જન્મ છું, મારું છું ત્યાદિ વિકારભાવના વડે ઓળખાતો હતો, તેથી આમસ્વરૂ૫ એવો તે હું જ જાણે ખરેખર અજ્ઞાની બની ગયું ન હોય તેવી રીતે અનુભવમાં આવતો હતો પરંતુ હવે આત્મજ્ઞાન વડે જાયત થતાંની સાથે જ જેમ સ્વપ્નને બાધ થઈ જાય છે, તેમ આ હુંરૂ૫ મિયા દેહાધ્યાસ કિવા દેહાભિમાન કેણ જાણે કયાં અલોપ થઈ ગયું તેને પત્તો નથી. હવે હું આમસ્વરૂપની ઓળખાણને લીધે, તેમાં જ સ્થિતિ કરી રહ્યો છે. જેમ આકાશ છે એમ કહેવું એ આકાશની દષ્ટિએ મિથ્યા આરોપ છે તેમ જ પાણીમાં તરંગપણું, મૃગજળમાં જળપણું કિંવા સ્વમમાં દશ્યપણું, ફકત નામ માત્ર જ છે પણ વાસ્તવિક નથી તેમ આત્મામાં આ દસ્યાદિ સર્વ દશ્ય જાળ, નામ માત્ર હાઈ સાવ મિથ્યા છે. જેવી રીતે આકાશ સ્પામતા, શૂન્યતા, અને એકતાના અધિકાનરૂપ છે તેમ નિર્વિકાર અને આભાસથી રહિત એવું બ્રહ્મ જ જ્ઞાન, અજ્ઞાન અને તેને સાક્ષી ઇત્યાદિ સર્વ વસ્તુરૂપ છે. આપનું આત્મસ્વરૂપ મને સમજાયું હે પ્રભે! આપની કૃપા વડે હવે હું પૂર્ણપણે જ્ઞાનસ્વરૂપમાં સ્થિત થયો છું. સત્યજ્ઞાનને લીધે નિર્વાણુરૂપને પામ્યો છું, નિઃશંક થઈ રહ્યો છું, નિષ્કામ થયો છું, ચિત્તમાં નિર્વિક્ષેપ એવા આત્મસ્વરૂપ પ્રવાહની એક ધારાને જ ધારણ કરી રહ્યો છું અને નિરંતર યથાસ્થિત એવા આમસ્વરૂપમાં જ વિશ્રાંતિ કરી રહ્યો છું. આ રીતના પ્રબોધને પ્રાપ્ત થયેલો હે સર્વને આત્મરૂપ એવા આપના સ્વસ્વરૂપમાં જ સ્થિતિ નહિ રાખું તો પછી તેને માટે બીજું સ્થાન કયાં છે? અર્થાત હું ને આત્મસ્વરૂ૫ વગર બીજું કંઈ સ્થાન છે જ નહિ. હું જ સર્વદા અનંત એવી વસ્તુ૨૫ છે અથવા કથારૂપ પણ નથી પરંતુ અત્યંત શાંત છે. આ ૫૬
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy