SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ ગાતાહન ] આત્મામાં જ સ્થિત છે એવા તે આત્માને જે ધીર(અપક્ષ) અનુભવે છે. [ ૮૭૩ જન્મથી રહિત છે, શાંત છે, આદિઅંત વિનાનું છે, ઉપાધિથી તદ્દન રહિત છે, અસંગ છે અને નિરાકાર છે. હું એટલે તો સ્વયંતિ , ચૈતન્યરૂ૫ તથા શુદ્ધ જ્ઞાનમય હોઈ એક આત્મરૂપ છે અને બેપણ કે એકપણાની ભાવનાથી તદ્દન રહિત છે. વળી મારામાં બપણાની કિવા એકપણાની ભાવના હશે અને તેનો જાણનારો કોઈક છે એવી કલપનાનો પણ ઉદય નથી. આ બધું અજ્ઞાનીની દૃષ્ટિએ જે અનેકવિધ દસ્યજાળ પ્રતીત થયેલું જોવામાં આવે છે, તે તમામ મારી દૃષ્ટિમાં તો આત્મ(બ્રહ્મ)સ્વરૂપ એવા મારાથી અભિન્ન એવું મારું જ સ્વરૂપ છે અને બ્રહ્મમય હોવાથી નિત્યમુક્ત છે; સર્વ આરંભથી તથા પ્રવૃત્તિથી રહિત હાઈ આકાશમાં રહેલા નીલવર્ણની કિવા મૃગજળની જેમ જાન્યભાવથી પણ તદ્દન રહિત તેમ જ અસંગ અને શાંત છે. આ બધું દશ્યજાળ સ્વપ્ન કિંવા મનોરાજ્યમાંના નગરના જેવું અવયવાદિથી રહિત છે, આ જગત અવિવેકીઓની દષ્ટિએ સત્ય લાગે છે, વિવેકીઓની દષ્ટિએ અસત્ય ભાસે છે, શાંત પુરુષની અંદર શાંત તથા બ્રહ્મવેત્તાની દષ્ટિએ તે બ્રહ્મરૂપ છે. એ બ્રહ્મમાં કાંઈ છે, નથી, તેને જાણનારો ઇત્યાદિ કઈ ભાવોના લેશ પણ નથી. તત્ત્વજ્ઞ પુરુષની દૃષ્ટિએ આ હું, તું, તે, આ, મા, તારું, તને, મને, છે, નથી ઈત્યાદિ સ્થાવરજંગમાદિ જે જે કાંઈ ભાવ પ્રતીત થતા જોવામાં આવે છે, તે તમામ પિતામહ બ્રહ્મરૂપ જ છે. મારું સ્વરૂપ અસંગ કેમ? હે ધનંજય! હું આત્મરૂ૫ છે, તું પણ આત્મરૂ૫ છે, જગત, આકાશ તથા આ બધાને સાક્ષી તે બધું પણ ચિદાકાશરૂપ જ છે. માટે તેવા પ્રકારના મારા સાચા આત્મસ્વરૂપનો નિશ્ચય કરીને તે સાથે તું એકરૂપ બની જા. આમ તું, હુંરૂપ છે તથા હું તુંરૂપ હોઈ આ હું અને તું બને ભાવો તત્ એવા બ્રહ્મરૂપથી અભિન્ન છે; આ પ્રકારના શુદ્ધ નિર્મળ અને પવિત્રજ્ઞાન વડે તે સર્વનો આત્મા બનેલા હોવાથી પુરુષોમાં છે. આ મુજબ જમતાદિ તમામ આત્મારૂપ હોવાથી તે આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, આત્મામાં જ રહે છે અને વળી પાછું આત્મામાં જ વિલીન થાય છે તથા તેને સાક્ષી પણ આત્મરૂપ જ હેય છે, આ રીતે કારણ વગર ઉત્પન્ન થયેલું જે કાંઈ હશે જ તે તે સર્વ આત્માથી અભિન્ન એવું મારું સ્વરૂપ જ છે, એમ નિશ્ચયપૂર્વક જાણું. હું પણ નથી, તું પણ નથી, તે પણ નથી, આ પણ નથી, જગતાદિ પણ નથી, અવયવો પણ નથી, ધટપટાદિ પણ નથી, મારું, તારું પણ નથી; છે, નથી, એ પણ નથી અને એવું કહેનારે પણું નથી, પરંતુ આ તમામ ભાવોને જ્યાં અંશમાત્ર સ્પર્શ પણું થઈ શકતો નથી એ એક અસંગ આત્મા છે તે જ મારું સાચું સ્વરૂપ છે. મારી પ્રાપ્તિને બીજે કઈ ઉપાય નથી હે પાર્થ ! ઉપર જે મેં તને સર્વ વસ્તુઓનો નિષેધ દર્શાવ્યો, તે કેવળ વિતંડાવાદી તાર્કિકે કે જેઓમાં આ તત્વવિચાર કરવાની બુદ્ધિ હોતી નથી છતાં મનમાં તે પોતે મોટા બુદ્ધિશાળી છે એવું મિથ્યા અભિમાન(ધમંડ)રાખે છે તેવા મૂઢવાદીઓની દષ્ટિએ તે નિંદા કિયા હાસ્યાસ્પદ જ લાગશે, પરંતુ આત્મજ્ઞાનને ને અનુભવથી તત્વોની (પરીક્ષકની) સભામાં તો આ વિચર ઝળકી ઉઠશે. સર્વ પદાર્થોને નિષેધ તે છેવટ કાંઈ કર્મો ન કરાવનારો છે અને આત્મસ્વરૂ૫ ૫ સુષુપ્ત મૌનરૂપ હોવાને લીધે તે સંબંધે વસ્તુત: વિવાદ છે જ નહિ, કેમ કે આત્મસ્વરૂપ એવો હું, તે તદ્દન નિઃશેષરૂ૫ છે, તે વિવાદો વડે તેનું જ્ઞાન કેવી રીતે સંભવે? દોડી દેડીને છાયાને પકડવાનો પ્રયત્ન કરવામાં આવે તે તે જેમ હાથ લાગતી નથી અથવા હાથમાં દીવો લઈને અંધારાની ગમે તેટલી શોધ કરવામાં આવે તો તે મૂઢતા જ છે, તેમ આનર્વચનીય એવા આત્મા સંબંધે વાદવિવાદે એ તદ્દન મૂ ખતારૂ૫ છે; તેને માટે તો સર્વ વિવાદના મૂળરૂપ આમ' એવી મૂર્તિને વિલય કરીને અનુભવ લેવો જોઈએ, આ સિવાય મિથ્યાભિમની નિવૃત્તિ થવાને અન્ય કેઈ પણ ઉપાયો નિરુપયોગી જ છે. આત્મતત્ર પ્રમાણે વડે અગમ્ય છે, કોઈ પણ પ્રકારના ચિહ્ન કિવા સજ્ઞાથી રહિત છે અને કેવળ પિતાના અનુભવ વડે જ અનુભવાય છે; એવું મારું આત્મસ્વરૂપ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy