SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જે કચ્છ વાગડ દેશ કેરા, પરમ ઉપકારી ખરા, જ્યાં જ્યાં પડ્યા ગુરુના ચરણે, ત્યાં ત્યાં બની પાવન ધરા, અરિહંત પ્રભુ શાસન પ્રભાવક, કાર્યથી પરહિત કરા, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, (૨) AF AF AF AF AF AF AF A A A A A A A A A A A A A A AA જે મોક્ષના અભિલાષથી સુવિશુદ્ધ સંયમ ધારતાં, ભવ ભ્રમણના નિર્વેદથી વિષયો કષાયો વારતાં, જે રહે પ્રવચન માત શરણે આતમા સંભાળતાં, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, જે બ્રહ્મચર્ય વડે કરે નિજ પરમ પાવન આતમા, શત્રુ પ્રમાદ પછાડતાં બનવા સદા પરમાતમા, હિતકાર થોડું બોલતાં વૈરાગ્ય ભરતા વાતમાં, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, (૪) જે ગુરુકૃપાથી આગમોના અર્કને તુરતજ વહે, અમૃત થકી પણ અધિક મીઠી વાણી જિનવરની કહે, આસક્તિ પુદ્ગલની તજીને નિજ સ્વભાવે જે રહે, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, AAAA AAAA AAAA AAAA A A A A A A A જેના હૃદયમાં સંઘ પર વાત્સલ્યનું ઝરણું વહે, શાસન તણી સેવા તણો અભિલાષ અંતરમાં રહે, જસ નામ મંત્ર પ્રભાવથી સહુ ભાવિકો પાપો દહે, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, A A A A
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy