________________
સમર્થ છો સ્વામી તમે આ સર્વ જગને તારવા, ને મુજ સમા પાપી જનોની દુર્ગતિને વારવા; આ ચરણ વળગ્યો પાંગળો તુમ દાસ દીન દુભાય છે, હે શરણ શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે?
૨૪
તુમ પાદપ રમે પ્રભો! નિત જે જનોનાં ચિત્તમાં, સુર ઈંદ્ર કે નરઈંદ્રની પણ એ જનોને શી તમા? ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે, સણોનો શુભગંધ એના આત્મમાંહે મહમહે.
૨૫
અત્યંત નિર્ગુણ છું પ્રભો! હું ક્રૂર છું હું દુષ્ટ છું, હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું; વિણ આપ આલંબન પ્રભો ભવભીમસાગર સંચરું; મુજ ભવભ્રમણની વાત જિનજી આપ વિણ કોને કરું?.૨૬
મુજ નેત્રરૂપ ચકોરને તું ચંદ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું આનંદ-ઉદધિમાં પડ્યો; જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણી આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે?
હે નાથ! આ સંસારસાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપ છો તમે; શિવરમણીના શુભસંગથી અભિરામ એવા હે પ્રભો, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્યે વિભો. ...૨૮
જે ભવ્ય જીવો આપને ભાવ નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠ ઠવે; તે ધન્ય છે કતપુણ્ય છે ચિંતામણી તેને કરે, વાવ્યો પ્રભો નિજ કૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે.
૨૯