SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ન ક ક ક ક ક ક ક ક ક ક ક ક , ને , % % નિ જ ક , ; કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા, ક્ષીરોદધિના હવણ જલથી, દેવ જેને સિંચતા, વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતાં; એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું....૪ મધમધ થતાં ગોશીષ ચંદનથી વિલેપન પામતા. દેવેન્દ્ર દેવી પુષ્પની માળા ગળે આરોપતાં, કુંડલ કડાં મણિમય ચમકતાં, હાર મુકટે શોભતાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૫ ને શ્રેષ્ઠવેણું મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ, વાંજિત્ર તોલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની હર્ષભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૬ જયનાદ કરતાં દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતાં જનેતાના મહાપ્રસાદમાં, જે ઈન્દ્રપુરિત વરસુધાને ચૂસતાં અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૭ અતિશયવંત પ્રભુ આહારને નિહાર જેના છે અગોચર ચક્ષુથી પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પર્શે નહિ. સ્વર્ધનું દુષ્પસમાં રુધિરને માંસ જેના તન મહીં. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૮
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy