SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધન કહે છે -- જે તે જીત્યા રે તે મુજ જીતિયા રે, પુરુષ કિશ્યું મુજ નામ ?” પરમાત્માએ પરમાત્મા બનતાં અગાઉ કામ, ક્રોધ, રાગ-દ્વેષ, મોહ આદિના કારણે જન્મેલા કર્મશત્રુઓને જીતી લીધા છે. તેઓ હવે મને (બહિરાત્માને) જીતી રહ્યા છે, ત્યારે મારું ‘પુરુષ' નામ જ વ્યર્થ છે. કર્મશત્રુઓને જીતવાને બદલે એમનાથી હાર ખાઈને તેમનો ગુલામ બન્યો છું.'' બહિરાત્માનું બાહ્યજગત બહિરાત્માની આ જ સ્થિતિ છે. જીવનની ત્રણે અવસ્થાઓમાં તે મૂર્ખ અને નાસમજ જ રહ્યો છે. સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, મકાન વગેરેના મોહમાં લોકો એવા ફસાયેલા રહે છે કે તેમને પરમાત્માનું નામ લેવું કે આત્માના હિત માટે વિચારવું જરા પણ પસંદ પડતું નથી. આ વિશે એક રસપ્રદ ઉદાહરણ જોઈએ મારવાડના એક વૈષ્ણવ વાણિયાને ચાર પુત્રો હતા. ચારેય ઘણા હોશિયાર, યોગ્ય અને વિનયી હતા. શેઠ રાત-દિવસ પોતાના કારોબારમાં જ ડૂબેલા રહેતા હતા. વૃદ્ધાવસ્થા આવવા છતાં પણ કોઈ દીકરા પર વિશ્વાસ રાખીને તેને કશું સોંપતા ન હતા. દીકરાઓએ કહ્યું, ‘‘પિતાજી, હવે તમે ઘણા વૃદ્ધ થઈ ગયા છો. ભગવાનનું ભજન અને ધર્મધ્યાન કરો. વ્યાપારધંધો અમે સંભાળી લઈશું.'' શેઠ બોલ્યા, 'નહીં, હું તમારા વિશ્વાસે મારો વેપાર-ધંધો ન મૂકી કું. તમે બધા તો અત્યંત મહેનતથી કમાયેલી મારી સંપત્તિને વેડફી નાખો.’’ દીકરાઓએ આખરે કહ્યું, “ખેર પિતાજી ! તમારે ન માનવું હોય તો ન માનજો. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.'' એક વાર શેઠ એટલા બધા બીમાર પડ્યા કે સાવ પથારીવશ થઈ ગયા. શેઠનું દુકાન જવાનું પણ બંધ થઈ ગયું, પરંતુ એમનો જીવ તો રાત-દિવસ ધંધાના વિચારોમાં જ ડૂબેલો રહેતો. પથારીમાં પડ્યા પડ્યા પણ શેઠ દુકાનની વાતો વિચારતા રહેતા હતા. આત્મા બને પરમાત્મા the
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy